સૌરાષ્ટ્રની પ્રજાને ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરયુક્ત રેસીડેન્સીયલ અને કોમર્શીયલ પ્રોજેક્ટની મળશે ભેટ
પ્રોપર્ટી એકસ્પો: એક જ છત નીચે લોકોને ઘરનું ઘર તથા સમજાવટનો મળશે શ્રેષ્ઠ વિકલ્પ
લોકોને પોતાનું ઘરનું ઘર, સ્વપ્નાનું ઘર આપવાનું બીડું ક્રેડાઈ રાજકોટ બિલ્ડર એસોસિએશનને ઝડપ્યું છે. છેલ્લા 30 વર્ષમાં રાજકોટની પેરી ફરીમાં બિલ્ડર એસોસિએશન દ્વારા ઉત્તમ ઈન્ફાસ્ટ્રક્ચર વાળા રેસીડેન્સી તથા કોમર્શિયલ પ્રોજેક્ટ રાજકોટની જનતાને ભેટ આપવામાં આવ્યા છે. શહેરને સ્માર્ટ સિટી અને મેટ્રોસિટી તરફ લઈ જવામાં ક્રેડાઈ રાજકોટ બિલ્ડર એસોસિએશનનો સિંહ ફાળો છે. લોકો હંમેશા તેના સ્વપ્નનું ઘર ખરીદવા પગના તળિયા ઘસી નાખતા હોય છે. શહેરમાં વિવિધ સ્થળો પર રેસીડેન્સીના પ્રોજેક્ટ જોવા જતા હોય છે. રાજકોટ આજે હરણફાળ વિકસી રહ્યું છે.
ત્યારે રાજકોટમાં શ્રેષ્ઠ ક્વોલીટીથી માંડી તમામ પ્રાથમિક સગવળો મળી રહે એવા વિસ્તારમાં લોકો ઘર ખરીદવાનું પસંદ કરે છે. ત્યારે રાજકોટમાં ના ભૂતો, ના ભવિષ્યથી યોજાવા જઈ રહ્યો ક્રેડાઇ રાજકોટ બિલ્ડર એસોસિએશન તથા ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયન ઇન્ટિરિયર ડિઝાઇનર્સ-સૌરાષ્ટ્ર ચેપ્ટર દ્વારા આયોજિત પ્રોપર્ટી એકસ્પો અને શોકેસ 2023માં લોકોને એક જ છત નીચે ઘર ખરીદવા તથા સજાવવાનું સમાધાન પૂરું પડાશે.
લાખોની સંખ્યામાં લોકો આ એકસ્પોની મુલાકાત લેવાના છે. જ્યાં તેમને ક્રેડાઈ રાજકોટ બિલ્ડર એસોસિએશનના તમામ બિલ્ડરોના રાજકોટની પેરીફરીમાં બનતા બેસ્ટ પ્રોજેકટની તમામ માહિત મળી રહેશે. એક્સપોમાં જોડાયા બિલ્ડર એક્ઝીબીટરો સાથે ‘અબતક’એ ખાસ વાતચીત કરી તેમના રેસીડેન્સી તથા કોમર્શિયલના ભૂતકાળના પ્રોજેક્ટ, વર્તમાન સમયમાં ચાલી રહેલા પ્રોજેકટ તથા ભવિષ્યના પ્રોજેકટ વિશે ચર્ચા કરી તેમજ ગુજરાતના સૌથી મોટા પ્રોપર્ટી એક્સપોનો સંપૂર્ણ ચિતાર રજૂ કર્યો છે.
પ્રોપર્ટી એક્સપોમાં અનેક પ્રોજેક્ટ એક સાથે એક પ્લેટફોર્મ પર જોવા મળશે: સર્વાનંદભાઈ સોનવાણી
આર.કે ગ્રુપના ચેરમેન સર્વાનંદભાઈ સોનવાણીએ જણાવ્યું કે ગુજરાતનો એક મોટો પ્રોપર્ટી એકસ્પો રાજકોટમાં 6 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી થવા જઈ રહ્યો છે. એમાં 150 પણ વધારે ત્યાં બધા આયોજકો છે. જેમાં બિલ્ડરોનો મોટો ફાળો છે એક જ સ્થળ ઉપર આટલા બિલ્ડરો અને આટલા પ્રોજેક્ટો લઈને આવ્યા છીએ. જ્યાં ઇન્ટરિયર બી અમારી સાથે છે એટલે તમારૂં ઘર લેવાનું સપનું પૂર્ણ થાય ઘર સજાવટ સુધીની બધી જ વસ્તુઓ તમને ત્યાં જોવા મળશે, તમારું લિવિંગ અપડેટ થાય એના માટેની વિવિધ ઇન્ટિરિયર આર્કિટેક્સટ તેમજ બિલ્ડરોએ એક જ પ્લેટફોર્મ ઉપર એક મોટું આયોજન કર્યું છે, સાડા ત્રણ લાખ લોકોથી વધારે વિઝીટ કરશે.
જેમાં તમે આટલા પ્રોજેક્ટ એકસાથે એક જ છતની નીચે એક પ્લેટફોર્મ પર જોવાનો તમને એક લ્હાવો મળશે. રાજકોટની એક કોમર્શિયલ તેમજ રેસિડેન્સની આખી સિતાર ચેન્જ કરવામાં આર.કે ગ્રુપ મોટો ફાળો છે. અમે એક સફળ અને એક નિશ્ચિત રૂપે અમે આગળ આવ્યા છીએ. જેમાં અમદાવાદના આર્ટીટેકો રાજકોટના આર્ટીટેકોની ટીમ ને લઈને એક સ્માર્ટ સિટીને બનાવવામાં એક મહત્વનો ફાળો ભજવે છે. આપ સૌને અનુરોધ કરું છું કે આપ સૌ પ્રોપર્ટી એકસ્પોમાં આવો.
રાજકોટ બિલ્ડર એસોસીએસન દ્વારા રાજકોટમાં સૌથી મોટો પ્રોપર્ટી એકસ્પો: યોગીરાજસિંહ જાડેજા
પ્રદ્યુમન ગ્રૂપના ચેરમેન યોગીરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે 2003માં પ્રદ્યુમન પાર્ક તેમજ 2007મા પ્રદ્યુમન ગ્રીન સીટી પ્રોજેક્ટ કરેલ છે એના પછી થ્રી એન્ડ ફોર બીએચકેનો પ્રદ્યુમન રોયલ હાઇટ્સ પ્રોજેક્ટ પુર્ણ કરેલ છે. જેમાં બધી જાતની સુવિધા છે, લક્ઝરિયસ છે. બધી બિલ્ડિંગમાં જીમનિયશ આપેલ છે. ગ્રાઉન્ડમાં ફોરવીલર પાર્કિંગ આપેલ છે અને સીટીંગ માટેની પણ આપણે સારી એવી વ્યવસ્થા કરી આપેલી છે. હાલમાં પ્રદ્યુમન એસ્પાઈર પ્રોજેક્ટ કરેલ છે જે લક્ઝરીયસ ફોર બીએચકે પ્રોજેક્ટ કરેલું છે. ગુજરાતનો સૌથી મોટો રાજકોટ બિલ્ડર એસોસીએસન દ્વારા પ્રોપર્ટી એકસ્પો રહ્યો છે. જેમાં અમારો પ્રોજેક્ટ છે
પ્રદ્યુમન પ્લેટીના કરીને જે થ્રી બીએચકેનો છે એ લાવી રહ્યા છીએ અત્યારે તેમાં મોટું ડિસ્પ્લે આપણે ત્યાં કરેલું છે. 82526 સ્ટોલ નં.છે તેમાં બધી જાતની આપણે વસ્તુ છે અને તેનું આપણે પ્રેઝન્ટેશન ત્યાં એ પ્રોજેક્ટ દ્વારા કરવમાં આવશે. એ પ્રોજેક્ટ થ્રી બીએચકે માં છે, તેમાં મોટો કારપેટ છે. પ્લસમાં ગાર્ડન, ઇન્ડોર ગેમ્સ એવી બધી સુવિધા આપી છે. ગ્રાહકોને અનુરોધ કરુ છું કે આ પ્રોપર્ટી એક્સ્પો જોવા આવો. ત્યાં તમે અલગ અલગ પ્રોજેક્ટ સાથે કમ્પેર કરી શકશો. એ પ્લેટફોર્મ અનેક બિલ્ડરો દ્વારા પ્રોજેકટ વિશે માહિતી આપવામાં આવશે. તમને સારી ફેસીલીટી સારી ક્વોલિટીમા પ્રોજેકટ વિશે માહિતી એક જ જગ્યાએ મળી રહેશે તો તમને એ વસ્તુમાં બેનિફિટ રહેશે.
લોકોની અપેક્ષાના પ્રોજેક્ટ સાથે ઘર આપવાનો પ્રભુ હાઇટનો ઉદ્દેશ્ય છે: દિશીત પોબારૂ
પ્રભુ હાઈટના દિશીત પોબારૂ જણાવ્યું કે, પ્રભુ ગ્રુપનો એક જ ઉદ્દેશ્ય હોય છે. લોકોની અપેક્ષા મુજબના પ્રોજેક્ટ સાથે પ્રોડક્ટ ઊભું કરવાનું હોય છે. પ્રભુ હાઇટ્સ ઘંટેશ્વરમાં આકાર પામી રહ્યું છે. વર્ધમાન નગરમાં શ્રેષ્ઠ ક્વોલીટી વચ્ચે ગ્રીન કોન્સેપ્ટ સાથે પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. પ્રભુ હાઈટમાં બે ટાવર ઉભા કરવામાં આવ્યા છે. જેમાં 3 બીએચકે 1208 કાર્પેટ અને 4 બીએચકે 1730 કાર્પેટમાં આકાર લઈ રહ્યું છે.
નવી ડેવલોપમેન્ટની તમામ સુખ સુવિધા અને સગવડો જામનગર રોડ પર વિકસી રહી છે ત્યારે ઘંટેશ્વર એ જામનગર રોડની સેન્ટરમાં છે. પ્રભુ હાઇટ્સ પ્રોજેક્ટમાં અમે લોકોને તમામ સગવડ સુવિધાઓ શ્રેષ્ઠ સર્વીસ આપશું સાથે નવું ડેવલોપિંગ પણ મળશે.
અલ્ટ્રા લક્ઝરીયસની રેસીડેન્સીના વિવિધ પ્રોજેકટની લાડાણી એસોસીએટની રાજકોટને ભેટ: ઉત્સવ લાડાણી
લાડણી એસોસીએટના ચીફ માર્કેટિંગ ઓફિસર ઉત્સવ લાડાણીએ જણાવ્યું કે, અલ્ટ્રા લક્ઝેરિયસ રેસીડેન્સ, કોમર્શિયલ તથા શોરૂમ સ્પેસીસના ભવ્ય પ્રોજેક્ટ છેલ્લા 30 વર્ષથી લાડાણી એસોસીએટ બનાવી રહ્યું છે. લાડાણી એસોસિયેટના ફાઉન્ડર દિલીપભાઈ લાડાણી ગ્રીન એમ્બેસેડર તરીકે ઓળખાય છે. લોકોને વધુ સ્ક્વેર ફીટ કાર્પેટની સ્પેસ સાથે ગ્રીન કોન્સેપ્ટનું પ્લાનિંગ કરી કોમન ગાર્ડન પૂરું પાડવું છે.
ઓરબીટ ગાર્ડનમાં 5 હજાર વાળું પોડિયમ ગાર્ડન રેસીડેન્સીમાં આપવામાં આવ્યું છે. ગ્રીનફિલ ગાર્ડન, બેલેઝા ગાર્ડન, તેમજ ટ્વિન ટાવર સૌરાષ્ટ્રનું ફર્સ્ટ પોડિયમ ગાર્ડન છે. નવા પ્રોજેકટ કાર્યરત છે. મોટા મહુવા પાસે ઓરબીટ ગાર્ડન અલ્ટ્રા લક્ઝેરિયસ રેસીડેન્સ ડેવલપમેન્ટ શરૂ છે.
રેસીડેન્સીયલ, કોમર્શિયલ સહિતના તમામ પ્રોજેક્ટસ લઈને આવશે સુખસાગર ગ્રુપ : હર્ષ હાપલીયા
‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં સુખ સાગર ગ્રુપના બિલ્ડર હર્ષ હાપલીયાએ જણાવ્યું હતું કે, અમારું સુખસાગર ગ્રુપ છે અને સમન્વય ગ્રુપ છે. સમન્વય હાઇટ્સ 400 ફ્લેટ્સનો અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ છે, જે સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયેલો છે અને તેમાં જૂજ ફ્લેટસનું જ વેચાણ બાકી છે. સુખસાગર ગ્રુપમાં કોમર્શિયલ, રેસીડેન્સીયલ અને એ સિવાય પણ અનેક પ્રોજેક્ટસ અમે કરેલા છે. રીયલ એસ્ટેટ ફિલ્ડમાં અમે 35 વર્ષથી સંકળાયેલા છીએ અને ગ્રાહક માટે નવું નવું માર્કેટમાં હોય એ પ્રમાણે દેવાની ઈચ્છા સાથે અમે કાર્યરત છીએ. હાલમાં અમારા ત્રણ પ્રોજેક્ટ છે. ક્વીક બિલ્ડકોન જે રિયલ એસ્ટેટ એપ છે.
બીજું સમન્વય હાઈટ્સ અને ત્રીજું સુખસાગર ગ્રુપ જેમાં કોમર્શિયલ અને રેસીડેન્સીયલ સહિત અલગ અલગ ઘણા પ્રોજેક્ટ છે. સુખસાગર ગ્રુપમાં અમે એક સુખસાગર એવન્યુ બનાવેલું છે, જે શહેરની વચ્ચે પરબજારમાં આવેલું છે. રાજકોટના લોકોને અમે અપીલ કરીએ છીએ કે, આ એકસ્પોમાં તમે આવશો તો તમને નવા નવા ઘણા પ્રોજેક્ટ વિશે અને એમીનીટિઝ વિશે જાણવા મળશે. આશરે 3 લાખ લોકો આ એક્સપોની મુલાકાત લેનાર છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી પણ બિલ્ડરો આવવાના હોય તો બધાને એ અપીલ છે કે વધુને વધુ લોકો એક્સપોની મુલાકાત લેવા આવે.
મધ્યમ વર્ગને પરવડે તેવા ભાવમાં સૌથી ઊંચો કાર્પેટ એરિયા આપશે રવિકૃષ્ણ ગ્રુપ : એ. પી. જાડેજા
રવિકૃષ્ણ ગ્રુપના અક્ષિતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં રવિકૃષ્ણ હાઇટ્સ નામે 2 બી.એચ.કે. અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ તરીકે હાલ અમે કાર્યરત છીએ. છેલ્લા દસ વર્ષથી અમે આ બિઝનેસ સાથે સંકળાયેલા છીએ. કેપ ગ્રુપ ઓફ કંપની અને રવિ બિલ્ડર્સના સહયોગથી અમે આ પ્રોજેક્ટ હાથ ધરેલ છે. જે મધ્યમવર્ગને એકદમ સસ્તા, સૌથી સારા, ઊંચા કાર્પેટ અને સૌથી સારી એમિનિટીઝ સાથે ઓછા ભાવે મળી રહે તેવું ‘ઘરનું ઘર’ આપવા જઈ રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારો પ્રોજેક્ટ 100 ટકા લોનેબલ પ્રોજેક્ટ છે અને સાથોસાથ રાજકોટના હૃદય સમાન જગ્યા પર અમે પ્રોજેક્ટનું નિર્માણ કરેલ છે.
જેથી મધ્યમ વર્ગના લોકોનું ઘરનું ઘર બને અને ઘરનું ઘર લઈ શકે એવા સ્વપ્નથી અમે આ પ્રોજેક્ટનું નિર્માણ કરેલ છે. બીજા અમે ઘણા મોટા પ્રોજેક્ટ સાથે પણ સંકળાયેલા છીએ પણ અમારો સૌથી સારો અને સૌથી સરસ પ્રોજેક્ટ કહી શકાય કે જે મધ્યમ વર્ગ માટે અમે કંઈક કરવા ઈચ્છતા હતા એ પ્રોજેક્ટ અમે અત્યારે હાથ ધરેલ છે. જે રવિ કૃષ્ણ હાઈટ્સના નામથી એચ.સી.જી હોસ્પિટલની પાછળ તૈયારી કરાઈ રહ્યો છે. આખા શહેરમાં સૌથી ઊંચો કાર્પેટ, સૌથી ઊંચો દસ્તાવેજ, સૌથી સારા પેસેજ, સૌથી સારા લોકેશન સાથે અમે મધ્યમ વર્ગને 2 બી.એચ.કે. ફ્લેટ આપવા જઈ રહ્યા છીએ.
યુરોપ જેવા ફર્નિશિંગ કોન્સેપ્ટ એકસ્પોમાં લોકો સમક્ષ મુકીશ: રાજન બાટવીયા
સિલ્ક સજાવટના રાજન બાટવીયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બિલ્ડર્સ એસોસિએશન અને આઇઆઇઆઇડીના સંયુક્ત ઉપક્રમે યોજાનાર એકસ્પોમાં ગ્રાહકો તેમજ ઉદ્યોગકારો બન્નેને સીધો જ ફાયદો થશે. ખાસ કરીને ગ્રાહકોને દરેક વસ્તુ એક જ છત નીચે મળી જશે. વધુમાં તેમને જણાવ્યું હતું કે કોરોના પહેલા 2018માં એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ફરી હવે બિલ્ડર્સ તેમજ લોકોને ફરી આ ભવ્ય એક્સ્પોનો લાભ મળશે જેના કારણે કોઇપણ પ્રકારની વસ્તુઓ કે સુવિધાઓ માટે બહાર જવાની જરૂર નહી પડે. જેથી ફક્ત રાજકોટ જ નહી સૌરાષ્ટ્ર – ગૂજરાતના વિસ્તારમાં પણ લોકોને આધુનિક નવીનતા અંગે માહીતી મળશે. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે આ વર્ષે એકસ્પોમાં અમે યુરોપમાં લોન્ચ થયેલા નવા ફર્નિશિંગ કોન્સેપ્ટ મુલાકાતીઓને પિરસસુ. ખાસ કરીને ભારત તેમજ આંતરરાષટ્રીય ડિઝાઈનરોની ડીઝાઈન લોકો સમક્ષ મુકશુ.
પ્રોપર્ટી એકસ્પોમાં રજુ કરાશે પ્રોજેક્ટ ધ આઇકોનીક વર્લ્ડ: પ્રિતેશભાઈ પીપડીયા
અમારા ગ્રુપનું નામ આર્ય ડેવલપર્સ છે. અમે આ આર્ય ડેવલોપર્સ ગ્રુપ દ્વારા ધ વન વર્લ્ડ, પીપળીયા એમ્પાયર, ધ આઈકોનિક વર્લ્ડ પ્રોજેક્ટ કરેલા છે. અત્યારે અમે કાંગશીયાળી નવો પ્રોજેક્ટ મૂક્યો છે તો ધ આઇકોનિક વર્લ્ડ પ્રોજેક્ટ જે ગોંડલ રોડ ટચ, ટોયેટા શોરૂમથી નજીક છે. આ પ્રોજેક્ટ પ્રોપર્ટી એકસ્પોમાં ધ આઇકોનિક વર્લ્ડ 2 અને 3 બીએચકે નો પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છે. 6 તારીખથી લઈને 11 તારીખ સુધી રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં પ્રોપર્ટી એક્સ્પો આરબીઆઈ દ્વારા યોજેલો છે તેમાં અમે લોન્ચિંગ કરી રહ્યા છીએ ધ આઇકોનિક વર્લ્ડ. એક્સ્પોએ માધ્યમ છે જે બાયર અને બિલ્ડર ને એક છત નીચે બધાને ભેગા કરે છે. અમારો સ્ટોલ નંબર છે એ ડોમ બી3બી4 અમારા પ્રોજેક્ટને નિહાળો અને ત્યાં ઘણાં બધા પ્રોજેક્ટ જોવા મળશે. ધ એકોનિક વર્લ્ડ મા સ્વિમિંગ પૂલ, ક્લબ હાઉસ, કીડ્સ પ્લે એરિયા, સુવિધાજનક એલોટેડ કાર પાર્કિંગ છે.
બિલ્ડર અને ગ્રાહક વચ્ચે પ્રોપર્ટી એક્સપોર્ટ સેતુ બન્યો: પરેશભાઇ ગજેરા
આરબીએ ના પ્રેસિડેન્ટ પરેશભાઈ ગજેરા એ જણાવ્યું કે પ્રોપર્ટી એક્સ્પો ગ્રાહક અને બિલ્ડર વચ્ચેનું સેતુ છે ગ્રાહકોને એક જ છત નીચે ઘર લેવાથી માંડી સજાવા સુધીના અલગ અલગ વિકલ્પો મળશે. રાજકોટની પહેરી ફરિમાં ચાલી રહેલા તમામ ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાળા પ્રોજેક્ટ વિશેની માહિતી પ્રોપર્ટી એક્સપોમાં એક જ સ્થળ પર લોકોને મળી રહેશે સાથોસાથ આઇઆઇઆઇડી સંયોગથી ઘરને સજાવાથી માંડી નવા કોન્સેપ્ટ ના ઇન્ટિરિયર ડિઝાઇનિંગ પણ જોવા મળશે.
પોસ્ટ કોવિડ બાદ ઘરની ઇન્ટિરિયર વેલ્યુને લોકો વધારે જોવે છે: શૈલીબેન ત્રિવેદી
આઇઆઇઆઇડીના પ્રેસિડેન્ટ શૈલીબેન ત્રિવેદીએ જણાવ્યું કે, પોસ્ટ કોવિડ બાદ લોકોએ ઘરની ઇન્ટિરિયર વેલ્યુને ખૂબ સમજી છે. વર્ક ફ્રોમ હોમ કરતી વર્કિંગ વુમન તેમજ ગૃહિણી બંને ઇન્ટિરિયર બાબતે ખૂબ જ સજાગ બની છે.
ઇન્ટિરિયર ડિઝાઇનર એલિટ ક્લાસ માટે છે આ ખોટી માન્યતા ને તોડશે પ્રોપર્ટી એક્સપો એન્ડ શોકેસ. સ્મોલ સેક્ટરમાં સિમ્પલ વસ્તુઓથી પણ સારી ડિઝાઇન બની શકે છે.જે ઘરને સુશોભીત કરે છે.
ઇન્ટિરિયર અને પ્રોડક્ટસની અવેરનેસ
પ્રોપર્ટી એકસ્પો એન્ડ શોકેસમાં પુરી
પાડવામાં આવશે: હરેશભાઈ પરસાણા
આઇઆઇઆઇડીના હરેશભાઈ પરસાણા એ જણાવ્યું કે, પ્રોપર્ટી એક્સપો એન્ડ શોકેસ લોકોને ઇન્ટિરિયર અને પ્રોડેકસ ની અવેરનેસ પૂરી પાડશે. ભારતનો આ પ્રથમ એક્સપો હશે જેમાં બિલ્ડર સાથે મળી ડિઝાઇનરો એકસ્પો કરી રહ્યા છે.
બિલ્ડરને શ્રેષ્ઠ પ્લેટફોર્મ મળ્યું છે: ધર્મેશભાઈ જીવાણી
પ્રોપર્ટી એકસ્પોના એક્ઝિબીટર ધર્મેશભાઈ જીવાણી એ જણાવ્યું કે,બિલ્ડરને પણ એક સારું પ્લેટફોર્મ મળ્યું છે. લોકોને પણ તેમના સ્વપ્નનું ઘર એક જ છત નીચે વિવિધ વિકલ્પો સાથે મળી રહેશે. શહેરના શ્રેષ્ઠ બિલ્ડર આ એક્સપોમાં જોડાયા છે.
લોકોને હૃદય પૂર્વક અપીલ કરું છું એક વખત ચોક્કસથી પ્રોપર્ટી એક્સપોની મુલાકાત લેજો.
લોકોની ઘર લેવાની અને સજાવવાની તમામ જરૂરિયાતોને આવરી પ્રોપર્ટી એકસ્પો : રાજદીપસિંહ જાડેજા
પ્રોપર્ટી એકસ્પોના એક્ઝિબીટર રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે ગ્રાહકોને એક ઉત્તમ સ્થળ મળશે જ્યાં તેઓને તેમની અપેક્ષા મુજબની પ્રોપર્ટી જોવા મળશે.
લોકોની સારું ઘર મળે સારી ક્વોલીટી મળે તેવી અપેક્ષા હોય છે જેના પર બિલ્ડરનું ખૂબ મોટું યોગદાન રહે છે.
લોકોને પ્રોપર્ટી એક્સપોમાં પારદર્શકતા વધુ મળશે: અમિતભાઇ ત્રાંબડીયા
પ્રોપર્ટી એકસ્પોના એક્ઝિબીટર અમિતભાઈ ત્રાંબડીયા એ જણાવ્યું કે, શ્યામલ ગ્રુપના અલગ અલગ નવા પ્રોજેક્ટને પ્રોપર્ટી એકસ્પોમાં ડિસ્પ્લે કરવામાં આવ્યા છે. રાજકોટમાં બિલ્ડર ખુલ્લી કિતાબની જેમ બિઝનેસ કરે છે ગ્રાહકોને ભાવતાલથી માંડી કાર્પેટની પારદર્શકતાથી ચર્ચા કરવામાં. ત્યારે પ્રોપર્ટી એકસ્પોમાં પણ લોકોને ઘર લેવાથી સજાવા સુધીની પારદર્શકતા મળશે.