કોમન એક્ટ લાગુ થયા બાદ સૌપ્રથમ
બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં કુલપતિ સહિત 11 અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં પણ કુલપતિ, રજિસ્ટ્રાર સહિતના 11 સભ્યોના નામની જાહેરાત: હજુ બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં અંદાજે 5 અને એક્ઝિક્યુટિવમાં અંદાજે 11 સભ્યોની નિયુક્તિ બાકી
ગુજરાત યુનિવર્સિટીમાં કોમન એક્ટ લાગુ થયા બાદ સૌથી ઝડપી અને પહેલા બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચનાની જાહેરાત કરી દેવામાં આવી છે. જોકે, હાલમાં બન્ને સત્તામંડળમાં અડધાથી વધુ સભ્યોની નિયુક્તિ બાકી છે. બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં મહિલા સભ્યનો દબદબો રહ્યો છે. મહત્વની વાત એ કે, કેટલાક સભ્યો ગણતરીના મહિનાઓમાં નિવૃત્ત થાય તેમ હોવા છતાં નિયુક્તિ કરવામાં આવી છે. સભ્યોની ટર્મ અઢી વર્ષ અથવા તો 62 વર્ષ પૈકી જે વહેલું હોય પૂર્ણ થાય ત્યાં સુધીની નિયુક્તિ કરવામાં આવી છે. રાજ્યની સરકારી યુનિવર્સિટીઓ માટે કોમન એક્ટ લાગુ કર્યા બાદ નિર્ધારિત સમયમાં બોર્ડની રચના કરી દેવા તાકીદ કરવામાં આવી હતી. જેના અનુસંધાનમાં ગુજરાત યુનિવર્સિટીએ સોમવારે બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં કુલપતિ સહિત 11 અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં પણ કુલપતિ, રજિસ્ટ્રાર સહિતના 11 સભ્યોના નામની જાહેરાત કરી દેવાઈ છે. હજુ બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં અંદાજે 5 અને એક્ઝિક્યુટિવમાં અંદાજે 11 સભ્યોની નિયુક્તિ બાકી છે. બોર્ડમાં ડીનમાંથી બે જગ્યા ભરવાની હોય છે તે હાલમાં ડીનના નામની જાહેરાત ન થઇ હોવાથી ખાલી રાખવામાં આવી છે. બોર્ડમાં રાજ્ય બહારના કેટલાક શિક્ષણવિદ્દોની પણ નિયુક્તિ કરવામાં આવી છે.
સભ્યોની નિયુક્તિ કુલપતિ દ્વારા જ કરવાની હોવાથી મોટાભાગે મહિલા સભ્યોની પસંદગી વધારે કરવામાં આવી છે. એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં સૌથી મહત્વની એકાઉન્ટન્ટ અને પરીક્ષા નિયામક હોદ્દાની રૂએ સભ્ય ગણાતા હોય છે. યુનિવર્સિટી માટે મહત્વની ગણાતી આ બન્ને જગ્યાઓ હાલમાં ખાલી પડી છે. જેના કારણે એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં પણ આ જગ્યાઓ ખાલી રખાઈ છે. આ ઉપરાંત એફિલેટેડ કોલેજમાંથી ચાર સભ્યોની નિયુક્તિ કરવાની હોય છે તે પણ ખાલી રાખવામાં આવી છે. કારણ કે મોટાભાગના કોલેજો નેક સાથે જોડાણ ધરાવતી નથી.
બોર્ડ ઓફ મેનેજમેન્ટના 11ની વરણી, 5 જગ્યા હજુ ખાલી
(1) નિરજા ગુપ્તા (કુલપતિ) (2) ડો.શાંતિશ્રી ધુલીપડી પંડિત, (કુલપતિ, જવાહરલાલ યુનિ.) (3) પ્રો. ભારતી પાઠક (4) ડો. વિદ્યા રાવ (5) ડો.જેમ્સ એમ.ઇ. (6) ડો.રાજશ્રી જોટાનીયા (7) ડો. ગોવિંદ ચૌધરી (8) ડો.હેમંત વૈષ્ણવ (9) ચંદુભાઇ પટેલ (10) કૌશિક જૈન (11) ડો. ભરત ભાસ્કર (ઈંઈંખ-અમદાવાદ)
એક્ઝિક્યુટિવ કાઉન્સિલના 11 સભ્યોની વરણી, 11 હજુ ખાલી
(1) નિરજા ગુપ્તા -કુલપતિ (2) પિયુષ પટેલ-રજિસ્ટ્રાર (3) ડો. નીતા શાહ (4) ડો. મીનુ શરાફ (5) ડો. પ્રણવ શ્રીવાસ્તવ (6) ડો.ભારતી પાઠક (7) ડો. જેમ્સ એમ.ઇ. (8) ડો.ગોવિંદ ચૌધરી (9) ડો. હેમંત વૈષ્ણવ (10) ડો.મહેશ પટેલ (11) ડો.વિદ્યા રાવ
કોમન એક્ટ લાગુ થયા બાદ સૌપ્રથમ ગુજરાત યુનિવર્સિટીમાં એક્ઝિક્યુટિવ કાઉન્સીલ-બોર્ડ ઓફ મેનેજમેન્ટની રચના બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં કુલપતિ સહિત 11 અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં પણ કુલપતિ, રજિસ્ટ્રાર સહિતના 11 સભ્યોના નામની જાહેરાત: હજુ બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં અંદાજે 5 અને એક્ઝિક્યુટિવમાં અંદાજે 11 સભ્યોની નિયુક્તિ બાકી