વ્યવસ્થાપક, મંડપ વ્યવસ્થા, ઈલેકટ્રીક, સુશોભન, ડાયસ કાર્યક્રમ, અમલીકરણ, લોકાર્પણ-ખાતમુહૂર્ત, કવરેજ, ફુડ કેટરીંગ અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા સંદર્ભે અધિકારીઓની જવાબદારી ફિકસ કરતા મ્યુનિ.કમિશનર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 19મીએ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. આ ઉપરાંત રાજકોટ ખાતે 19 થી 21 ઓકટોબર દરમિયાન નેશનલ હાઉસીંગ કોન્કલેવ યોજાવાની છે જેના સંદર્ભે મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા અલગ-અલગ 28 કમિટીઓની રચના કરવામાં આવી છે. મુખ્ય કાર્યક્રમની વ્યવસ્થા સમિતિના અધ્યક્ષ તરીકે ડીએમસી આશિષકુમારની નિયુકિત કરવામાં આવી છે જયારે સહઅધ્યક્ષ તરીકે ડીએમસી એ.આર.સિંહ અને સી.કે.નંદાણીની વરણી કરવામાં આવી છે.
નેશનલ હાઉસીંગ કોન્કલેવ અને વડાપ્રધાનના હસ્તે થનારા લોકાપર્ણ, ખાતમુહૂર્ત, પીએમના રોડ-શો અને જાહેરસભા માટે અલગ-અલગ 28 કમિટીઓની રચના કરવામાં આવી છે જેમાં મુખ્ય કાર્યક્રમની વ્યવસ્થાપક કમિટી ઉપરાંત મંડપ બાંધકામ કમિટી, ઈલેકટ્રીક કમિટી, સુશોભન કમિટી, લોકાર્પણ-ખાતમુહૂર્ત કમિટી, મુવી નિર્દેશક અને આઈટી સમિતી, પ્રચાર-પ્રસાર, બ્રાન્ડીંગ અને આઈઈસી કમિટી, પાસ વિતરણ વ્યવસ્થા, વીઆઈપી, પ્રેસ-મીડિયા બેઠક વ્યવસ્થાપક કમિટી, જનરલ બેઠક વ્યવસ્થા અને વોલીયન્ટર્સ કમિટી, પ્રેસ-મીડિયા કવરેજ કમિટી, સલામતી અને પાર્કિંગ કમિટી, ફાયર ઈમરજન્સી સર્વિસ કમિટી, સ્વચ્છતા સમિતિ, આરોગ્ય સમિતિ, ફુડ કેટરીંગ સમિતિ, પીવાના પાણીની વ્યવસ્થા સમિતી, કાર્યક્રમ સંબોધિત ફોલ્ડર અને સ્ટેજ ફેસીલેશન કમિટી, ટ્રાન્સપોર્ટેશન અને મોબ્યુલાઈઝેશન કમિટી, કોન્કલેવ ટ્રાન્સપોર્ટેશન, મોબીલાઈઝેશન કમિટી, પ્રોટોકોલ, લાઈઝેનીંગ અને કોન્ફરન્સ કંડકટ કમિટી, સીટીંગ, બ્યુટીફીકેશન અને એક્ઝિબિશન હોલ કમિટી, કોન્ફરન્સ હોલ ઈન્ચાર્જ કમિટી, એકવોમોડેશન કમિટી, કંટ્રોલરૂમ કમિટી, ડિજિટલ મેનેજમેન્ટ કમિટી અને રિઝર્વ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીની દ્વારા પોતાને સોંપવામાં આવેલી તમામ કામગીરીના રીપોર્ટ ડે ટુ ડે મ્યુનિ.કમિશનરને આપવાના રહેશે.