એચ.એન.શુકલ ગ્રુપ ઓફ કોલેજીસમાં હાલ ૧૯ ડિગ્રી કોર્ષ ચાલે છે અને ૫૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે
કોલેજની આગવી વિશેષતાઓમાં ૭૦૦થી વધુ કોમ્પ્યુટર ધરાવતી સાધન-સંપન્ન લેબ, ડિજિટલ એજયુકેશન દ્વારા શિક્ષણ, ઈન્ટરનેટ સુવિધા, પ્રોજેકટ માર્ગદર્શન, ઓનલાઈન પરીક્ષાઓ વગેરે વગેરે…
વર્તમાન સમયમાં સફળતાના ટોચે ઝળહળતી આજની એચ.એન. શુકલ કોલેજની સ્થાપના ઈ.સ.૧૯૯૯-૨૦૦૦નાં શૈક્ષણિકસત્રથી માત્ર એક જ ડીગ્રી કોર્ષ બીસીએ અને કુલ ૩૦ વિદ્યાર્થીઓની થયેલ સૌરાષ્ટ્ર યુનિ. સંલગ્ન આ કોલેજનાં શરૂઆતનાં પ્રારંભીક વર્ષથી આજ સુધીની સફર તરફ નજર નાખતા ચોકકસ પણે ગર્વ અનુભવાય તેવી તેની વિકાસયાત્રા રહી છે. માત્ર એક જ કોર્ષથી શરૂ થનાર એચ.એન. શુકલ કોલેજ આજે એચ.એન. શુકલ ગ્રુપ ઓફ કોલેજીયસમાં પરિવર્તિત થઈ ચૂકી છે. આજે અહી કુલ ૧૯ જેટલા ડીગ્રી કોર્ષ ચાલે છે જેમાં કુલ ૫૦૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અને તેમાં દર વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો જ થતો રહે છે.
વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શૈક્ષણિક માર્ગદર્શન આપવા માટે પૂરતો અનુભવી તેમજ તજજ્ઞ સ્ટાગણ આ કોલેજમાં સતત કાર્યશીલ રહે છે. ૭૦૦થી વધારે કમ્પ્યુટર્સ ધરાવતી સાધન સંપન્ન લેબ, ડીજીટલ એજયુકેશન દ્વારા શિક્ષણ, ઈન્ટરનેટ સુવિધા, પ્રોજેકટ માર્ગદર્શન, ઓનલાઈન પરીક્ષાઓ વગેરે પણ આ કોલેજની આગવી વિશેષતાઓ છે.
વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ એ આ કોલેજનો સ્થાપનાકાળથી જ ધ્યેય રહ્યો છે. જે સિધ્ધ કરવા માટે આ કોલેજ હંમેશા વિદ્યાર્થીલક્ષી અભિગમ અપનાવે છે. અને વિદ્યાર્થીલક્ષી શૈક્ષણિક પધ્ધતિ વિકસાવે છે. શિક્ષણની સાથે વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શકિતઓ પણ બહાર આવે તથા તેમાં તેઓ પારંગત બને તે માટે સંસ્થા સતતા પ્રયત્નશીલ રહે છે. તેથી જ શૈક્ષણીક પ્રવૃત્તિઓ સાથે સહ અભ્યાસક પ્રવૃત્તિઓ જેવી કે, અભ્યાસક્રમની સાથે સાથે ફોરેન લેંગ્વેજ, ગર્વમેન્ય કોમ્પીટીટીવ પ્રોગ્રામ જેવા વધારાના કોર્ષ પણ વિદ્યાર્થીઓને કરાવવામાં આવે છે.
એચ. એન. શુકલ કોલેજ માત્ર સૌરાષ્ટ્રની નહી પણ ગુજરાતની એક માત્ર કોલેજ છે. જે આ સેટેલાઈટ કે એર એજયુકેશન શરૂ કરનાર છે. આ રીતે શૈક્ષણીક પ્રવૃત્તિઓ સાથે સહ અભ્યાસક્રમ પ્રવૃત્તિઓ પણ આ કોલેજનું એક આગવું અંગ છે.
વિદ્યાર્થીઓમાં આપણો પ્રાચીન ભારતીય સંસ્કૃતિક વારસો જીવંત રહે તથા તેઓ એકબીજા સાથે ખૂબજ આત્મીયતાથી જોડાય તે હેતુથી દરેક તહેવારની આ કોલેજમાં ઉજવણી કરવામાં આવે છે. જન્માષ્ટમી નિમિતે મટકી ફોડ, નવરાત્રિ નિમિતે દાંડીયા રાસ, ગણેશોત્સવ, ધૂળેટી,ની ઉજવણી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં દેશભકિતની ભાવના ખીલે તે માટે આપણા રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી પણ કરવામાં આવે છે. જેમકે ગાંધી જયંતિ નિમિતે રેલી, ૨૬ જાન્યુઆરી, ૧૫ ઓગષ્ટની ઉજવણી વગેરે.
રમત ગમતમાં રસ ધરાવનાર વિદ્યાર્થીઓ માટે સંસ્થા દ્વારા ચેસ,કેરમ, ક્રિકેટ ટુર્નામેન્ટ, ટ્રેઝરહન્ટ, વોલીબોલ જેવી સ્પર્ધાઓ યોજવામાં આવે છે.
વિદ્યાર્થીઓ પોતાનું સામાજિક ઉત્તર દાયિત્વ સમજે અને એક આદર્શ નાગરિક બને તે માટે આ કોલેજ દ્વારા એક સોશ્યલ કલબ પણ ચલાવવામાંઆવે છે. જે અંતર્ગત જુદીજુદી સામાજીક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવે છે.
વિદ્યાર્થીઓને તેના જરૂરી શિક્ષણ સિવાય વધારાના જ્ઞાન માટે તેમજ વિવિધ વિષયોનાં એકસપર્ટ જ્ઞાન અને માર્ગદર્શન મળી રહે તે માટે દર વર્ષે સેમીનાર અને વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. તેમજ વિદ્યાર્થીઓને ફકત થીયરીકલ જ્ઞાન જ મળે તે પૂરતુ નથી, આથી વિદ્યાર્થીઓને પ્રેકટીકલ જ્ઞાન પણ મળી રહે તે હેતુથી ઈન્ડસ્ટ્રીયલ વિઝીટ પણ દર વર્ષે કરવામાં આવે છે.
એચ.એન. શુકલ કોલેજ અંતર્ગત દર ૨ મહિને સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓને ટેકનીકલ અને વ્યકિતત્વ વિકાસ લક્ષી ફુલ ડે સેમીનાર કમ વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓની સ્કીલનો સંપૂર્ણ વિકાસ થાય એ રીતે સેમીનાર કમ વર્કશોપનું આયોજન કરવામાં આવે છે.
એચ.એન. શુકલ કોલેજ દ્વારા એક દિનકા બિઝનેશમેન શિર્ષક અંતર્ગત બિઝનેશ ફિયાસ્ટાનું આયોજન કરવામા આવે છે.જે મેક ઈન ઈન્ડીયા અને સ્કીલ ઈન્ડીયા થીમ પર આધારીત હોય છે. જેમાં કોલેજનાં ખર્ચે ૧૦૦થી પણ વધુ સ્ટોલ ઉભા કરવામાં આવે છે. અને વિદ્યાર્થી પોતે સ્વતંત્ર એન્ટરપ્રીન્યોર બની શકે અને વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા વિકસીત થાય તે માટેની તક આપવામાં આવે છે.
વિદ્યાર્થીઓનાં જ્ઞાનમાં સતત વધારો થતો રહે તે હેતુથી બુક કલબની સ્થાપના કરવામા આવે છે જેમાં વિદ્યાર્થીઓ ઉપરાંત ટીચીંગ સ્ટાફ પણ સભ્ય બની અવાર નવાર સારી બુક ઉપર રીવ્યુ કરી વિદ્યાર્થીઓની આંતરિક શકિત બહાર લાવવા પ્રયત્નશીલ રહે છે.
એચ.એન. શુકલ કોલેજ તેના સ્થાપનાકાળથી જ સમગ્ર ગુજરાતનું યંગેસ્ટ મેનેજમેન્ટ રહ્યું છે. અને સંસ્થા આજે પણ તેનું ગૌરવ ધરાવે છે. શરૂઆતનાં તબકકામાં ખૂબ ઓછા સંશાધનો અને સંઘર્ષમય યાત્રા હોવા છતાં આજે શ્રી એચ.એન. શુકલ ગ્રુપ ઓફ કોલેજીયસનો વિકાસ થયો હોય તો તેનું કારણ માત્ર એક જ છે કે આ સંસ્થાનો ધ્યેય મંત્ર છે. ‘ફોર ધ યુથ, બાય ધ યુથ એન્ડ ઓફ ધ યુથ.’