૯૦ કિલો વાસી પાનનો મીઠો મસાલો અને ૧૮૦ લીટર ઠંડા-પીણાનો નાશ: છ નમુના લઈ ૧૭ આસામીઓને નોટિસ ફટકારાઈ
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે સતત બીજા દિવસે શહેરના અલગ અલગ રાજમાર્ગો પર પાનની દુકાનોમાં સધન ચેકિંગ હા ધરવામાં આવ્યું હતું. જેમાં ૯૦ કિલો વાસી મીઠા પાનનો મસાલો અને ૧૮૦ લીટર ઠંડા પીણાના જથ્ાનો નાશ કરી ૧૭ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. જયારે ૬ નમુના લઈ પરીક્ષણ ર્એ મોકલવામાં આવ્યા છે.
આ અંગે વધુ માહિતી આપતા નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આજે શહેરના કુવાડવા રોડ, આશ્રમ રોડ, પેડક રોડ, ભાવનગર રોડ, સોરઠીયાવાડી, ૮૦ ફૂટ રોડ, ડો.યાજ્ઞીક રોડ, ગોડાઉન રોડ સહિતના વિસ્તારોમાં પાનના ધર્ંધાીઓને ત્યાં ચેકિંગ હા ધરવામાં આવ્યું હતું જેમાં કુવાડવા રોડ પર અમૃત પાન, અને સંતોષ પાન, ન્યુ આશ્રમ રોડ પર મુરલીધર ડિલકસ પાન, ભારત પાન એન્ડ કોલ્ડ્રીકસ, પેડક રોડ પર ઓમ ડિલકસ પાન, ભરત પાન એન્ડ કોલ્ડ્રીકસ, કાલાવડ રોડ પર યશ પાન, ક્રિષ્ના પાન, ભાવનગર રોડ પર સત્સંગ પાન કોલ્ડ્રીકસ, ૮૦ ફૂટ રોડ પર બાબા પાન કોલ્ડ્રીકસ, ભોલા પાન, ખોડીયાર પાન, વિશ્ર્વાસ પાસ કોલ્ડ્રીકસ, જી.એમ.પાન, સોરઠીયાવાડી સર્કલ પાસે શિવજીસ પાન, ડો.યાજ્ઞીક રોડ પર ગ્રીન પાન અને ગોડાઉન રોડ પર ગુજરાત પાનમાં ચેકિંગ હા ધરવામાં આવ્યું હતું. તમામને અનહાઈઝેનીક કંડીશન ફૂડ લાયસન્સ ન હોવું, એકસ્પાયરી ડેટ વગરનો, બેચ નંબર વગરની ખાદ્ય ચીજ વેચવા બદલ નોટિસ ફટકારવામાં આવી હતી.
ઉકત સ્ળોએી ૧૨ કિલો મીઠી સોપારી, ૮ કિલો સલી સોપારી, ૭ કિલો ખારેક, ૫ કિલો મીઠો ખજૂર, ૮ કિલો ફલેયર કોપરુ ખમણ, ૫ કિલો તુટીફુટી, ૭ કિલો ગુલાબ પતી, ૬ કિલો મીકસ મસાલા પાવડર અને ૧૪૪ લીટર એપીફ્રીઝની ઠંડાપીણાનો જથ્ો જે એકસ્પાયરી ડેઈટ વાળો અને બેચ નંબર વગરની મળી આવ્યો જે નાશ કરવામાં આવ્યું હતો. અને ૨૫૦ કિલો પાનમાં વપરાતો ચુનાના જથ્ાનો નાશ કરવામાં આવ્યો હતો.
જયારે કુવાડવા રોડ પર અમૃત પાનમાંી મીઠી સુગંધી સલી સોપારી, મુરલીધર ડિલકસ પાનમાંી લુઝ કોપરાનું ખમણ, પેડક રોડ પર ડિલકસ પાનમાંી પાનની ચટણી, ભારત પાન કોલ્ડ્રીકસમાંી ચેરીસ ટેસ્ટ પ્લસનો નમુનો લઈ પરીક્ષણ ર્એ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં પણ પાનની દુકાનોમાં દરોડાની કામગીરી ચાલુ રાખવામાં આવશે.