- મોબાઈલની મજા આંખની સજા
- કોમ્પ્યુટર લેપટોપ મોબાઈલ સાથે વળગી રહેતા લોકોને ડોક્ટરોની ચેતી જવા જેવી તાકીદ: અંધાપા સુધીની મળી શકે “સજા”
કોરોનાકાળમાં આફતને અવસરમાં બદલીને મોટા ભાગની વસ્તુઓ ઓનલાઈન થવા માંડી છે. વર્ક ફ્રોમ હોમ હોય કે પછી ઓનલાઈન સ્ટડી, એન્ટરટેનમેન્ટ હોય કે ઈ-કોમર્સ, લોકો પોતાનાં મોટા ભાગનાં પર્સનલ કામ માટે લેપટોપ અને સ્માર્ટફોન જેવા ગેજેટ્સનો વધુ પડતો ઉપયોગ કરવા લાગ્યા છે. ઓનલાઈન સિસ્ટમના ફાયદા તો અનેક છે, પરંતુ તેનાથી આપણા શરીરના મહત્ત્વ અંગ આંખનું કામ વધી ગયું છે. કોરોનાકાળમાં નાનાં ભૂલકાંઓથી લઈને વડીલોનો સ્ક્રીન ટાઈમ પ્રચંડ લેવલે વધી ગયો છે. સવારે આંખ ઊઘડે ત્યારથી રાત્રે ઊંઘ આવે ત્યાં સુધી સતત આપણી આંખો કામ કરતી રહે છે.
માનવ શરીરમાં આંખ એક અમૂલ્ય રત્ન છે તેની જાળવણી યોગ્ય રીતે કરવી જરૂરી બને છે ,પરંતુ સાંપ્રત સમયમાં સ્ક્રીન ની સામે બેસી રહેવાથી આંખને લગતી સમસ્યાઓ ઉદભવી છે જેમાં આંખમાં નંબર આવવા, આંખ લાલ થવી , આંખ સોજવી, આંખની સમસ્યા ને કારણે ક્યારેક માથામાં પણ દુખાવો થાય છે જે બધું સ્ક્રીનને આભારી છે કનજેકટીવાઇટિસ વાયરસ સહિતની સમસ્યાઓ ઉદભવે છે, આ ઉપરાંત ચોમાસા દરમિયાન આંખ ને લગતી સમસ્યાઓ વધુ જોર પકડે છે.
હાલના સમયમાં ડ્રાય આઈઝની સમસ્યા જોવા મળી રહી છે. તેથી વધુ તકેદારી રાખી સારવાર કરાવી લેવાની આવશ્યકતા છે. જો આ સમસ્યા ગંભીર બને તો કોર્નિઅલ અલ્સર, કીકીની સફેદી જેમાં ઝાંખું દેખાવા લાગે છે અને વધુ ગંભીર સ્થિતિમાં બ્લાઈન્ડનેસ અર્થાત અંધાપો પણ આવી શકે છે
સતત સ્ક્રીન પર વર્ક કરવાથી નજદીકની વસ્તુ માટે આંખનાં મસલ્સ જામ થઈ જાય છે તેને રિલેક્સ કરવા જરૂરી છે તે માટે ગેજેટ નો ઉપયોગ ઓછો કરવો અને આંખની સમસ્યા ઉદભવે કે તુરંત જ ડોક્ટરની સલાહ લેવી આવશ્યક બની રહેશે.
દૂષિત વાતાવરણમાં આંખની સંભાળ માટે ચશ્મા પહેરવા જોઈએ: ડો. અવની સાપોવડીયા
અબ તક સાથેની વાતચીતમાં નેત્રદીપ આઈ હોસ્પિટલના ડો.અવની સાપોવડીયાએ જણાવ્યું હતું કે આજનું યુવાધનમાં આંખની વિવિધ સમસ્યાઓ જોવા મળે છે જેમાં આંખ ડ્રાય રહેતી હોય તેનું મુખ્ય કારણ સ્ક્રીન છે,. જેનાથી આંખ લાલ થવી, ટ્રાય થવી , ખટકવી સહિતની સમસ્યા ઊભી થાય છે ત્યારે તેના નિરાકરણ માટે અમુક રૂલ્સ ફોલો કરવાના હોય છે જેમકે આંખ દર 20 મિનિટે આંખને પટપટાવી , દર 20 મિનિટે 20 સેક્ધડ માટે 20 રિં ની વસ્તુઓ દૂર ની જોવાની હોય છે. જેથી આંખને સ્ટ્રેસ ઓછો પડે અને સ્કીનને લગતી સાઇડ ઇફેક્ટ ઓછી થાય,આંખની સેફટી માટે બ્લુ રે ફિલ્ટર વાળા ચશ્મા પહેરવા, આજે 20 -20 નો રુલ્સ નો પણ ઉપયોગ કરી શકાય છે ઘણા બધા આ ઉપરાંત સ્ક્રીન ટાઈમ લિમિટેડ કરવો આ ઉપરાંત હાલના દૂષિત વાતાવરણમાં આંખની સુરક્ષા માટે ચશ્મા પહેરવા ખુબ જરૂરી બની રહે છે.
દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે બાળકોની આંખોની તકેદારી રાખવી: ડો.રાહુલ સાવલિયા
અબતક સાથેની વાતચીતમાં સાવલિયા હોસ્પિટલના ડો.રાહુલ સાવલિયાએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં આંખ ને લગતી સમસ્યાઓ ખૂબ વધી રહી છે ત્યારે આંખને લગતી વિવિધ સમસ્યાઓ જેવી કે આ આંખમાં લાલાશ થવી, આંખમાં ઇન્ફેક્શન લાગવુ, આંખમાં સોજો આવવો, આંખમાં વારંવાર ઇન્ફેક્શન લાગવું સહિતની સમસ્યાઓ જોવા મળે છે. જ્યારે આંખ થાકી જાય ત્યારે સામાન્ય રીતે એવું જોવા મળે છે આ ઉપરાંત ટેકનોલોજીના યુગમાં માનવી આજે ટેકનોલોજીને આધીન બની ગયો છે ત્યારે કલાકો સુધી સ્ક્રીનની સામે બેસી રહેવાથી આંખને પવન લાગવાથી સહિતના કારણોથી આંખની સમસ્યાઓ પેદા થાય છે. તેને નિવારવા માટે યોગ્ય સારવાર જરૂરી બની રહે છે આ ઉપરાંત ડોક્ટરની સલાહ લેવી પણ જરૂરી છે દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે ખાસ કરીને બાળકોનું ધ્યાન રાખવું જરૂરી બની રહેશે.
કોમ્પ્યુટર, લેપટોપ અને સ્માર્ટ ફોનની સ્ક્રિનથી આંખોને વધુ નુકસાન થાય છે: ડો.અનિમેશ ધ્રુવ
અબતક સાથેની વાતચીતમાં ધ્રુવ અગ્રવાલ હોસ્પિટલ ના ડોક્ટર અનીમેશ ધ્રુવે જણાવ્યું હતું કે હું છેલ્લા 27 વર્ષથી કાર્યરત છું. ચોમાસા દરમિયાન કંજેકટીવાઈટીઝ વાયરસ વધારે જોવા મળી રહે છે ,આ ઉપરાંત યુવાનો સતત મોબાઈલ સ્ક્રીન કોમ્પ્યુટર સ્ક્રીન લેપટોપ સ્ક્રીન માં રચ્યાપચ્યા રહે છે. ત્યારે આંખની વિવિધ સમસ્યા ઉદભવે છે, જેમ કે આંખ લાલ થવી ,આંખમાં ડ્રાઇનેસ આવવી, આંખમાં સોજો આવવો, આંખમા દુખાવો, આંખ વારંવાર પટપટે સહિતની સમસ્યાઓ ઉદભવે છે આંખની સમસ્યા કોઈના સામે જોવાથી ફેલાતી નથી, કોઈનો રૂમાલ કે ટોવેલ ઉપયોગ કરવાથી વધારે ફેલાય છે . આંખની યોગ્ય સારવાર માટે ડોક્ટર સલાહ લેવી આવશ્યક છે ,તેમજ કોઈપણ ટીપા નો ઉપયોગ કરતા પહેલા તેના વિશે જાણકારી મેળવી અને યોગ્ય ચેકઅપ કરવું પણ જરૂરી બની રહે છે.