જન્માષ્ટમીના તહેવારમાં જુગાર રમતા ઝડપાયેલા શખ્સે લાંચ આપવાનું નક્કી કર્યા બાદ ન ચુકવતા કોન્સ્ટેબલે કડક ઉઘરાણી કરતા ફસાયો
શહેરના આજી ડેમ પોલીસ મથક વિસ્તારમાં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન જુગારના ગુનામાં ઝડપાયેલા શખ્સ પાસેથી ચાર માસ બાદ લાંચની રકમ રૂ.૧૦ હજાર વસુલ કરતા આજી ડેમ પોલીસ મથકના કોન્સ્ટેબલને એસીબી સ્ટાફે રંગે હાથ ઝડપી લેતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. આજી ડેમ પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઇ ગંગદાસભાઇ પારખીયાને આજી ડેમ ચોકડી પાસેથી રૂ.૧૦ હજારની લાંચ સ્વીકારતા એસીબીના મદદનીશ નિયામક એચ.પી.દોશીના માર્ગ દર્શન હેઠળ ઇન્ચાર્જ પી.આઇ. એન.કે.વ્યાસ અને પી.એસ.આઇ. એસ.વી.ગોસ્વામી સહિતના સ્ટાફે ધરપકડ કરી છે.
જન્માષ્ટમીના તહેવાર દરમિયાન જુગાર રમતા ઝડપાયેલા શખ્સને પોલીસ મથકે હેરાન ન કરવાના બદલામાં કોન્સ્ટેબલ મહેન્દ્ર પારખીયાએ રૂ.૧૦ હજારની લાંચ આપવાનું નક્કી કરી જુગાર રમતા શખ્સનો છુટકારો કર્યો હતો. લાંચ આપવાનું નક્કી કર્યા બાદ જામીન મુક્ત થઇ ફરાર થયેલો શખ્સ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઇ પારખીયાને થોડા દિવસો પહેલાં ફરી મળતા લાંચની બાકી રાખેલી રકમની કડક ઉઘરાણી કરી રૂ.૧૦ હજાર નહી આપે તો દારૂના ખોટા કેસમાં પુરી દેવાની ધમકી દેતા એસીબીમાં ફરિયાદ નોંધાવતા એસીબી સ્ટાફે લાંચનનું છટકુ ગોઠવી કોન્સ્ટેબલ મહેન્દ્ર પારખીયાને ઝડપી લીધો હતો.