- પોશીના પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો
- ઇકો કાર છોડાવવા બાબતે માંગી હતી લાંચની રકમ
- ઇકો ચાલક રાજસ્થાનથી આવતો હતો એ દરમિયાન ઇકોમાંથી બિયર મળ્યું હતું
- દારૂનો કેસ નહીં કરવા અને પતાવટ કરવા માટે 10,000 રૂપિયાની કરી હતી માગ
- રૂપિયા 12,500 લાંચ લેતા હિંમતનગર ACBએ રંગે હાથે ઝડપ્યો
સાબરકાંઠામાં વધુ એક ACBની ટ્રેપ સફળ થઇ છે. આ ટ્રેપમાં પોશીના પોલીસ સ્ટેશનનો પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે.
સાબરકાંઠાના પોશીના પોલીસ સ્ટેશનનો પોલીસ કોન્સ્ટેબલ રાકેશ ડાભી રૂપિયા 12,500 લાંચ લેતા ઝડપાયો છે. લાંચિયા પોલીસ કોન્સ્ટેબલ રાકેશ ડાભીએ બિયરનો કેસ ન કરવા લાંચ માંગી હતી. રાજસ્થાનથી ગુજરાતમાં આવતી વખતે ઈકો ગાડીમાંથી બિયરનું એક ટીન મળ્યું હતું. પોલીસ કોન્સ્ટેબલ રાકેશ ડાભીએ ઈકો ગાડી જપ્ત કરવા સહિત 10000 રૂપિયાની લાંચ માંગી હતી.
જો કે આ લાંચની રકમ આપવા ન માંગતા હોય ACBમાં ફરિયાદ કરી હતી, જેને લઈને આજે ACBએ છટકું ગોઠવ્યું હતું. જેમાં પોલીસ કાન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો હતો. ACBએ સમગ્ર મામલે ગુન્હો નોંધી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અનુસાર માહિતી મુજબ, સાબરકાંઠા જિલ્લાના પોશીના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રાકેશ ડાભી લાંચ લેતા ઝડપાયા છે. તેમણે એક ઈકો ગાડીમાંથી મળેલા બીયરના ટીન અંગે કેસ ન કરવા માટે ડ્રાઈવર પાસેથી 10000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. આ ઉપરાંત ઈકોના ચાલક લાંચ આપવા ઈચ્છતા ન હતા. તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન ACBએ છટકું ગોઠવ્યું હતું. આ ઉપરાંત ACB પોલીસે કોન્સ્ટેબલ રૂ.12,500ની લાંચ લેતા રંગેહાથ પકડાયા હતા.
સાબરકાંઠા એસીબીના PIએ જણાવ્યા મુજબ, આ કેસની શરૂઆત ત્યારે થઈ જ્યારે એક ઈકો ચાલક પોતાની પત્નીને રાજસ્થાન મૂકીને પરત આવી રહ્યો હતો. રાત્રે પોશીના પોલીસે ઈકોની તપાસ કરતાં તેમાંથી બીયરનું એક ટીન મળ્યું હતું. આ પછી કોન્સ્ટેબલે લાંચની માંગણી કરી હતી. હાલ કોન્સ્ટેબલ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.