ઉદ્યોગોનું પ્રદુષીત પાણી ભાદરમાં ઠાલવવાના ષડયંત્રમાં તંત્રના આંખમીચામણા
જેતપુર માં સાડી ઉદ્યોગ દ્વારા પ્રદૂષિત પાણી ટેન્કરો દ્વારા જેતે વિસ્તાર ના સંપ માં ઠાલવવા માં આવે છે જે જીપીસીબી માં ગાઈડ લાઈન મુજબ એસો. દ્વારા ફિલ્ટર પ્લાન્ટ સુધી પાણી નુ શુદ્ધિકરણ કરવા માં આવે છે તેમ છતાં જેતપુર ના કારખાનેદારો દ્વારા ભૂગર્ભ ગટર યોજના નો દુરુપયોગ કરી અને પ્રદૂષિત પાણી ભૂગર્ભ ગટર યોજના ની પાઇપ લાઇન દ્વારા ભાદર નદી માં નાખવા માં આવે છે તેથી હાલને તકે પણ ભાદર નદી પ્રદૂષિત હોય તેવું લાગે છે તેમજ જેતપુર વિસ્તાર માં તારપરા નગર જે ઉધોગિક નગર હોય તેમ છતાં ભૂગર્ભ પાઇપ લાઈન કેમ અને કોના ઇશારે નાખવામાં આવેલ છે તે તપાસ ની વિષય છે તેમજ સરકાર દ્વારા કરોડો રૂપિયા ની ગ્રાન્ટ જેતપુર નગરપાલિકા ને આપવા માં આવેલ હતી અને સરકાર માં સારા હેતુ કે લોકો ને ભૂગર્ભ ગટર થી સ્વચ્છતા અને મચ્છરો નો ઉપદ્રવ નો થાય તે માટે સરકાર દ્વારા ભૂગર્ભ ગટર યોજના બનાવવા માં આવી હતી પરંતુ ભૂગર્ભ ગટર એક પ્રદૂષિત પાણી ફેલાવવા માટે અને જેતપુર ને વધારે માં વધારે પ્રદૂષિત થઈ રહ્યું છે
જેતપુર માં કારખાનેદારો દ્વારા ભૂગર્ભ ગટર યોજના નો દુરુપયોગ કરી તેમાં કારખાના નુ પ્રદૂષિત પાણી દરરોજ હજારો લીટર ઠાલવવા માં આવે છે જેતપુર તારપરા નગર અને આજુ બાજુ ના ને ઉધોગીક વિસ્તાર છે તેમાં ભૂગર્ભ ગટર યોજના ની લાઇન શા માટે નગરપાલિકા દ્વારા નાખવામાં આવેલ છે ત્યાં એક પણ રહેણાક વિસ્તાર નહોવા છતાં જેતપુર નગરપાલિકા ના સતાધીશો તેમજ અધિકારીઓ દ્વારા આ ભૂગર્ભ ગટર ની પાઇપ લાઇન સ્પેશિયલ ઉદ્યોગો ની પ્રદૂષિત પાણી ભાદર નદી માં ઠાલવવા માંટે ની આ એક ષડયંત્ર છે
આ પ્રદૂષણ રોકવા માટે નગરપાલિકા ના સતાધીશો દ્વારા કોઈ પણ જાત ના પગલાં કેમ લેવાતા નથી જેતપુર ના ઘણા કારખાનેદારો દ્વારા પ્રદૂષિત પાણી ભૂગર્ભ ગટર યોજના માં નાખવા માં આવે છે જેથી ભાદર નદી પ્રદૂષિત થઈ રહી છે તો ભૂગર્ભ ગટર દ્વારા પ્રદૂષિત પાણી જે ભાદર નદી માં ઠાલવવા માં આવે છે તેમની જવાબદારી નગરપાલિકા ની છે કે જીપીસીબી બોર્ડ ની તેવું લોકો માં ચર્ચાઈ રહ્યું છે