• સુરેન્દ્રનગરમાં દારૂના નેટવર્ક પર એસએમસીનો દરોડો
  • રૂ.14.35 લાખના મુદ્દામાલ સાથે ત્રણ રાજસ્થાની ઓને ઝડપી લેવાયા : 8 વિરુદ્ધ ગુનો દાખલ

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની કામગીરી સતત શંકાના દાયરામાં રહી હોય તેવા બનાવો સુરેન્દ્રનગર જિલ્લામાં બની રહ્યા છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલાથી સુરેન્દ્રનગર જિલ્લામાં ફોરવીલ અને નાની ગાડીઓ મારફતે રાજસ્થાનથી દારૂ ઘુસાડવામાં આવતા હોવાની ફરિયાદો અનેક વખત ઉઠ્યા બાદ અંતે સ્ટેટ મોનીટરીંગ સેલે આખા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. એસએમસીએ દારૂ ભરેલી કાર ઝડપી ત્રણ રાજસ્થાની શખ્સોને પકડી પાડ્યા છે ત્યારે દારૂની કારને પાયલોટિંગ પણ આપવામાં આવતું હતું તેવું સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીદસાડા હાઇવે પર માતૃ આશિષ પેટ્રોપ પંપ સામેથી સ્ટેટ મોનીટરીગ સેલની ટીમે સ્કોર્પિયો કારમાંથી વિદેશી દારૂની 543 બોટલ ઝડપી લઇ ડ્રાયવર ગણેશરામ ખેમાજી ચૌધરી, ક્લિનર ઓમ પ્રકાશ લક્ષ્મણરામ ચૌધરી અને સ્કોર્પિયો કારનું પાયલોટિંગ કરનાર સ્વીફ્ટ કારનો ચાલક દીપારામ માલારામ ચૌધરીને રૂ. 14,34,540ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે. ઉલ્લેખનીય બાબત છે કે, ત્રણેય શખ્સો મૂળ રાજસ્થાનના રહેવાસી છે.

એસએમસીએ ઝડપેલા નેટવર્કમાં ત્રણ આરોપીઓ સાથે અન્ય પાંચ ઈસમો અમરત રબારી(જથ્થો મોકલનાર), અર્જુન ઉર્ફે ભૂરો રબારી (દારૂ ભરેલી સ્કોર્પિયો કાર આપી જનાર), સુરેન્દ્રનગર ખાતે દારૂ ભરેલી કાર લેવા આવનાર અજાણ્યો ઈસમ, સ્કોર્પિયો કારનો અને સ્વીફ્ટ કારના માલિક સહીત કુલ 8 ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે બાબતે 14.34 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગણેશ રામ ચૌધરી, ઓમ પ્રકાશ ચૌધરી, દીપરામ ચૌધરીની અટકાયત કરવામાં આવી છે. તમામ લોકો રાજસ્થાનથી સુરેન્દ્રનગર દારૂ ફોરવીલ મારફતે ઘુસાડતા હતા અને સુરેન્દ્રનગરમાં સપ્લાય કરતા હતા. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ જાણે સૂતી હોય તેવું બાબત ઘટના બાદ લાગી રહ્યું છે કારણ કે સ્ટેટ મોનિટરિંગ સેલ ને ખબર છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ કેવી રીતે ઘુસાડવામાં આવે છે પરંતુ સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસને બાબતની જાણે જાણકારી હોય તેવું લાગી રહ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડાએ એલસીબીને કોમ્બિંગ નાઈટ સોંપી તે રાત્રે એસએમસીના દરોડા

જે દિવસે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા એલસીબી તથા સ્થાનિક પોલીસને કોમ્બિંગ નાઈટ આપવામાં આવી હતી. રાત્રે 11 વાગ્યાથી સવારે 5:00 વાગ્યા સુધી સુરેન્દ્રનગર જિલ્લાના હાઇવે ઉપર ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ ઝડપી પાડવા માટે ડ્રાઇવ ગોઠવવામાં આવી હતી. એલસીબી સહીતની પોલીસ કોમ્બિંગ નાઇટમાં હતી પરંતુ તે દરમિયાન દસાડા નજીક સ્ટેટ મોનેટરીંગ સેલે દરોડા પાડી અને લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો.

રાજસ્થાનથી અલગ અલગ કારમાં સુરેન્દ્રનગર ખાતે દારૂ ઘુસાડવામાં આવતોતો

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની કામગીરી સતત શંકાના દાયરામાં રહી છે કારણ કે સુરેન્દ્રનગર જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દરોડા પાડી રહી છે પરંતુ સ્થાનિક પોલીસને કોઈ જાણ નથી કે પછી ઊંઘતી ઝડપાઈ રહી છે તે એક સળગતો સવાલ છે. રાજસ્થાનથી દસાડા સુધી દારૂ લાવવામાં આવતો હતો અને ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં દરરોજ દારૂ ભરેલી ગાડીઓ ઘુસાડવામાં આવતી હતી તેવું સૂત્રો જણાવી રહ્યા છે.

મુળી નજીક દારૂ ભરેલી કાર પલ્ટી ગઈ

થાન, મૂળી, ચોટીલા અને ધ્રાંગધ્રા પંથકમાંથી રૂ. 17.84 લાખનો મુદામાલ કબ્જે: આઠ શખ્સો સામે નોંધાતો ગુનો ઝાલાવાડના થાન, મૂળી, ચોટીલા અને ધ્રાંગધ્રામાં પોલીસે દારૂના દરોડા કર્યા હતા. પોલીસે ચારેય દરોડામાં કાર, દારૂ, બિયર અને મોબાઈલ સહિત રૂપીયા 12,83,535નો મુદ્દામાલ જપ્ત કરી તપાસ આદરી છે.થાન પોલીસ ટીમના આર.ડી.રાજૈયા સહિતની ટીમને પેટ્રોલિંગ દરમિયાન  થાનમાં રહેતો વિજય બહાદુરભાઈ ધાધલ થાનથી વિદેશી દારૂ ભરી સરોડી તરફ કોઈને આપવા જતો હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે દેવળીયા પાસે વોચ રાખી હતી. જેમાં શંકાસ્પદ કાર આવતા પોલીસે તેને રોકવાની કોશીષ કરતા વિજય ધાધલે કાર વિનયગઢ તરફ મારી મુકી હતી. જેમાં પોલીસે પીછો કરતા એકાદ કિમી આગળ વિજય ધાધલ અને અન્ય એક અજાણ્યો ઈસમ કાર મુકી અંધારામાં ફરાર થઈ ગયા હતા. પોલીસે કારમાંથી દારૂની 888 બોટલ અને કાર સહિત રૂ. 6,54,485નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર થનાર બન્ને આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે. જયારે મૂળી પોલીસના ગોવિંદભાઈ મકવાણા સહિતનાઓને મુળીડોળીયા હાઈવે પર સોમાસર પાસે દારૂ ભરેલી કાર પલટી મારી ગઈ હોવાની ટેલીફોનીક બાતમી મળી હતી. આથી પોલીસે જઈ તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂની 610 બોટલ અને એકસયુવી કાર સહિત રૂ. 10,95,350નો મુદ્દામાલ જપ્ત કરી અજાણ્યા શખ્સ સામે મૂળી પોલીસ મથકે ગુનો નોંધ્યો છે. બીજી તરફ નાની મોલડી પોલીસ મથકના ભરતસીંહ પરમાર સહિતનાઓને ધારૈઈ ગામે રહેતો હરેશ કરશનભાઈ કોળી પોતાના રહેણાક મકાનમાં વિદેશી દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં હરેશ કોળી વિદેશી દારૂની 162 બોટલ, બીયરના 11 ટીન અને મોબાઈલ મળી કુલ રૂપિયા 32,500નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. દારૂ વીંછીયાના મોટામાત્રા ગામે રહેતા ઈશ્વર ભવાનભાઈ બાવળીયાએ આપ્યો હોવાનું સામે આવતા બન્ને સામે નાની મોલડી પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

ઉપરાંત ધ્રાંગધ્રા પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન નરશીપરામાં આવેલ હનુમાનજીના મંદિર પાછળ કાંટા બાવળની આડમાં એક શખ્સ દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આશીષ ઉર્ફે કટો દિલીપભાઈ ગોહિલ વિદેશી દારૂની 2 બોટલ અને દારૂના 2 ચપલા મળી કુલ રૂ. 1200ની મત્તા સાથે પકડાયો હતો. ઝડપાયેલા શખ્સ સામે પ્રોહીબીશન મુજબ ગુનો નોંધી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.