દિલ્લીથી ઝડપાયેલા ISના આતંકીઓએ ગુજરાતના અનેક શહેરોમાં રેકી કર્યાનો ખુલાસો

નેશનલ ન્યૂઝ

દિલ્લી પોલીસની સ્પેશ્યલ સેલએ 3 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કર્યા બાદ તેમની પૂછપરછમાં મોટા ઘટસ્ફોટ થયાંના અહેવાલ મળી રહ્યા છે. ત્રણ આતંકીઓ પૈકી મોહમમદ શાહનવાઝે તેની પૂછપરછમાં ઘટસ્ફોટ કર્યો છે કે, નવરાત્રી પર્વે ગુજરાતના સુરત, વડોદરા અને ગાંધીનગરમાં આઈઈડી બ્લાસ્ટ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. જેના માટે આતંકીઓ આ ત્રણેય શહેરોની રેકી પણ કરી ગયાં હોવાનો ખુલાસો થયો છે. આ આતંકીઓની ધરપકડ બાદ ગુજરાત પરથી 26/11 જેવા ભયાનક આતંકી હુમલાનો ખતરો ટળ્યો છે.

terrorist

ધરપકડ કરાયેલ ISIS આતંકવાદીઓની પૂછપરછ દરમિયાન ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી છે. પૂછપરછ દરમિયાન આતંકવાદીઓએ કહ્યું છે કે, અયોધ્યામાં રામ મંદિર, મુંબઈનું ચાબડ હાઉસ, દેશના કેટલાક મોટા નેતાઓ તેમના નિશાના પર હતા. પુણે અને અમદાવાદ નજીકના પશ્ચિમ ઘાટની પ્રાપ્તિ થઈ હતી. તેમને ચોક્કસ દિવસે આતંકવાદી હુમલો કરવાનો હતો. મહત્વપૂર્ણ બાબત એ છે કે, આતંકવાદીઓએ IED બ્લાસ્ટ કરી ગુજરાતને ધણધણાવી નાખવાનું કાવતરું ઘડ્યું હતું. હાલ પ્રાપ્ત માહિતી મુજબ સુરત, વડોદરા અને પાટનગર ગાંધીનગરના ભીડભાડવાળી જગ્યાઓ, વીઆઈપી મુવમેન્ટ ધરાવતા સ્થળો, મંદિરોને નિશાન બનાવવાના હતા.

ISISના આતંકી મોહમ્મદ શાહનવાઝની દિલ્હીથી, રિઝવાનની લખનૌથી અને અરશદની યુપીના મુરાદાબાદથી ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય બાબત છે કે, ત્રણેય આતંકીઓએ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.દિલ્હીમાં સ્પેશિયલ સેલના સીપી HGS ધાલીવાલે જણાવ્યું કે, મોહમ્મદ શાહનવાઝના ઠેકાણામાંથી આઈઈડી બનાવવાની સામગ્રી, પિસ્તોલ અને તેના કારતૂસ, બોમ્બ બનાવવાની સામગ્રી, ઘણા દસ્તાવેજો વગેરે મળી આવ્યા છે. પોલીસ અધિકારીએ કહ્યું કે, આતંકવાદીઓ 26/11 કરતા વધુ નુકસાન પહોંચાડવાની યોજના બનાવી રહ્યા હતા. આતંકવાદી શાહનવાઝને વિસ્ફોટ કરવાની ટ્રેનિંગ આપવાની સૂચના મળી હતી.પોલીસના જણાવ્યા અનુસાર માઈનિંગ એન્જિનિયર શાહનવાઝની પત્ની સ્પેશિયલ સેલના રડાર પર છે.

પોલીસ કમિશ્નર એચજીએસ ધાલીવાલે કહ્યું કે, ગયા મહિને જ આ લોકો સામે ઈનામની જાહેરાત કરવામાં આવી હતી. આ લોકો પર બ્લાસ્ટના વિવિધ કેસમાં સામેલ હોવાનો આરોપ છે. જેમાં મોહમ્મદ શાહનવાઝની તેના અન્ય બે સહયોગીઓ સાથે ધરપકડ કરવામાં આવી હતી જ્યારે અન્ય આરોપી મોહમ્મદ રિઝવાન ફરાર છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવ્યા છે.

ISIS મોડ્યુલ પાછળ પાકિસ્તાન માસ્ટર માઇન્ડ!!

દિલ્હી, દેહરાદૂન, અલીગઢ, મુરાદાબાદ, લખનૌ, પ્રયાગરાજમાં દરોડા પાડીને ISIS મોડ્યુલનો પર્દાફાશ થયો છે. પાકિસ્તાન આ પાછળનો માસ્ટરમાઇન્ડ છે તેવા અહેવાલો પણ સામે આવ્યા છે અને ધરપકડ કરાયેલા આતંકવાદી શાહનવાઝે પૈસા મેળવવાના સાધન તરીકે 6 લૂંટને અંજામ આપ્યો હતો. હકીકતમાં, જેઓ આતંકવાદી કૃત્યો કરવા માટે ગુના કરે છે; જેહાદની ભાષામાં તેને માલ-એ-ગની મત કહેવામાં આવે છે.

 IED બ્લાસ્ટ થકી ટાર્ગેટ કિલિંગને આપવાના હતા અંજામ

શાહનવાઝે મુંબઈ, સુરત, વડોદરા અને ગાંધી નગરમાં મંદિરો અને દરગાહ, વીઆઈપી રાજકીય અને મોટા નેતાઓના રૂટ સહિત ઘણા ભીડભાડવાળા વિસ્તારોની તપાસ કરી હતી અને અમદાવાદમાં IED પ્લાન્ટ કરીને ટાર્ગેટ કિલિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે પશ્ચિમ રાજસ્થાનના નકશાની પણ તપાસ કરી જેથી ત્યાંના સ્થાન પર IED ટેસ્ટિંગ પોઈન્ટ બનાવી શકાય. તેણે અફઘાનિસ્તાનમાં હિજરત કરવા જતાં પહેલાં દિલ્હીમાં રહીને IED બનાવવાનું નક્કી કર્યું હતું. આ પછી દિલ્હી, રાજસ્થાન અને હલ્દવાનીમાં ઘણી જગ્યાએ IEDનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

અગાઉ શાહનવાઝ પોલીસ જાપ્તામાંથી થઇ ગયો હતો ફરાર

મોહમ્મદ શાહનવાઝ, મોહમ્મદ ઈમરાન, મોહમ્મદ યુનુસ ખાન અને મોહમ્મદ યુનુસ મોહમ્મદ યાકુબ સાકીની પૂણે પોલીસે વાહન ચોરીના કેસમાં ધરપકડ કરી હતી. જ્યારે પોલીસ તેને શોધ માટે પુણેના કોંધવા સ્થિત તેના ઠેકાણા પર લઈ જઈ રહી હતી ત્યારે શાહનવાઝ પોલીસ વાહનમાંથી કૂદીને ભાગી ગયો હતો. શાહનવાઝ પૂણેથી દિલ્હી ભાગી ગયો હતો અને અહીં રહેતો હતો. ગયા મહિને NIAએ પૂણે આઈએસઆઈએસ મોડ્યુલ કેસમાં વોન્ટેડ શાહનવાઝ સહિત ચાર આતંકવાદી શકમંદોના ફોટોગ્રાફ્સ જાહેર કર્યા હતા. આ અંગે માહિતી આપનારને ત્રણ લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.

હિંદુઓની આસ્થાના પ્રતીક સમાન અયોધ્યાનું રામ મંદિર, દિલ્લીનું અક્ષરધામ મંદિર પણ આતંકીઓના નિશાને

પૂછપરછ દરમિયાન આતંકવાદીઓએ કહ્યું છે કે, અયોધ્યામાં રામ મંદિર, મુંબઈનું ચાબડ હાઉસ, દેશના કેટલાક મોટા નેતાઓ તેમના નિશાના પર હતા. પુણે અને અમદાવાદ નજીકના પશ્ચિમ ઘાટની પ્રાપ્તિ થઈ હતી. તેમને ચોક્કસ દિવસે આતંકવાદી હુમલો કરવાનો હતો. મહત્વપૂર્ણ બાબત એ છે કે, આતંકવાદીઓએ IED બ્લાસ્ટ કરી ગુજરાતને ધણધણાવી નાખવાનું કાવતરું ઘડ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.