પોતાના પર થયેલા આરોપ અને આક્ષેપોને નકારતા સન્ની પાજી
શહેરની જાણીતી હોટલ સન્ની પાજી કા ધાબા અવારનવાર ચર્ચામાં રહે છે. ત્યારે થોડા સમય પહેલા જ તેમના માલિક અને પિતા સહિત અન્ય પરિવારજનો સામે ત્રાસ દેતા હોવાની ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાઇ હતી. જેના પગલે હોટલના માલિકે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું અને તેમાં પોતાના પર અને પોતાના પરિવાર પર થયેલા આરોપો અને આક્ષેપો તદન ખોટા અને ષડ્યંત્ર રૂપ હોવાનું જણાવ્યું હતું.
શહેરની પ્રખ્યાત હોટેલ સન્ની પાજી દા ધાબાના માલિક અમનવીરસિંઘ ઉર્ફે સન્ની પાજી ખેતાન અને તેના પિતા તેજેન્દ્રસિંઘ ખેતાન વિરુધ્ધ શારીરિક અને માનસિક ત્રાસ આપતા અંગે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. આ મામલે આજે સન્ની પાજીએ પત્રકાર પરિષદ યોજી હતી.
જ્યાં તેમના પર લાગેલા આક્ષેપોનું ખંડન કરતા તેમણે જણાવ્યું હતું કે, મારા પરિવાર અને ધંધાને ખોટી રીતે બદનામ કરવાનું આ બધું ષડ્યંત્ર છે. મારા અને મારા પિતા પર કરવામાં આવેલા આક્ષેપો અને આરોપો કાવતરા સમાન છે.હથિયાર બતાવી ધમકી આપવાની વાત કરી છે પણ મેં મારુ હથિયાર સાત મહિના પૂર્વે પોલીસમાં જમા કરાવી દીધું છે.
મારી વિરુધ્ધ ખોટી ફરિયાદ થવાની હોવાની ખબર હોવાથી મેં અગાઉ થી મારુ હથિયાર પોલીસમાં જમા કરાવી દીધેલ છે. એટલું જ નહિ પરંતુ ફરિયાદ પહેલા જ મે પોલીસ કમિશનર કચેરીએ અરજી કરી હતી કે મારા પર આવા ખોટા આક્ષેપો કરવામાં આવશે.આ સાથે વધુમાં તેઓએ જણાવતા કહ્યું હતું કે તેમના પર થયેલી ફરિયાદ પોતાને અને પોતાના પરિવારને બદનામ કરવા તથા તેમના બિઝનેસને નાકામ કરવા માટે કરવામાં આવી રહી છે. જેના પુરાવા તેઓ ટૂંક સમયમાં જ કોર્ટમાં રજૂ કરશે.