અલગ-અલગ આવાસ યોજનાની વિઝીટ કરતા મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની: પ્રહલાદ પ્લોટમાં ચૌહાણ પાનવાળા મકાનનો ભયગ્રસ્ત ભાગ દુર કરાયો

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં જર્જરીત ઈમારત થયાની દુ:ખદ ઘટના બન્યા બાદ રાજકોટ મહાનગરપાલિકાએ સાવચેતીના પગલા લેવાનું શ‚ કરી દીધું છે. શહેરમાં અલગ-અલગ આવાસ યોજનાના ૨૦ હજાર જેટલા કવાર્ટરોનો સર્વે કરવા મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ ગઈકાલે આદેશ આપ્યા બાદ આજે કમિશનરે ખુદ અલગ-અલગ આવાસ યોજનાની મુલાકાત લીધી હતી. વર્ષો જુના સ્લમ કવાર્ટરમાં કેન્દ્ર અને રાજય સરકારની રી-ડેવલોપમેન્ટ પોલીસી લાગુ કરવાની વિચારણા મહાપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે.1 124આજે મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ શહેરના વોર્ડ નં.૧૩માં ગુરુપ્રસાદ ચોકમાં આવેલી ગોકુલધામ આવાસ યોજનાની મુલાકાત લીધી હતી. અહીં લાભાર્થીઓને માલિકીહકક આપી દેવામાં આવ્યા હોય કવાર્ટર ધારકોને એઓપી બનાવી આવાસ યોજનાના બિલ્ડીંગને મેઈન્ટેન કરવાની સુચના આપવામાં આવી છે ત્યારબાદ કમિશનર જામનગર રોડ પર આવેલા સ્લમ કવાર્ટરની વિઝીટ કરી હતી.

2 110આ આવાસ યોજના ખુબ જ જુની હોય મોટાભાગના કવાર્ટર એકદમ જર્જરીત હાલતમાં છે. જો ૬૦ ટકાથી વધુ લાભાર્થીઓ સહમત થાય તો અહીં રી-ડેવલોપમેન્ટ પોલીસી લાગુ કરવાની બાંહેધરી લાભાર્થીઓને મ્યુનિ.કમિશનર દ્વારા આપવામાં આવી હતી. ભાવનગર રોડ પર આવેલી આવાસ યોજનામાં એક કવાર્ટર ખુબ જર્જરીત થઈ ગયું હોય તેને તોડી પાડવા માટે પણ સુચના આપી દેવામાં આવી છે.

કમિશનરે આવાસ યોજના ઉપરાંત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં જર્જરીત મકાનના સર્વે માટે ખુદ ફેરણી કરી હતી જે અંતર્ગત શહેરના પ્રહલાદ પ્લોટ વિસ્તારમાં ચૌહાણ પાનવાળા બિલ્ડીંગનો અમુક ભાગ જર્જરીત થઈ ગયો હોય ભારે વરસાદ કે પવનમાં આ બાંધકામ તુટી પડે તેવી દહેશત હોવાના કારણે તાત્કાલિક જર્જરીત બાંધકામ દુર કરાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.