રાજકોટ સહિત સૌરાષ્ટ્રની બેઠકો માટે બી.એમ સંદીપને નિયુક્ત કર્યા
આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીને લઈને તમાર રાજકીય પાર્ટીઓ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસની કમાન શક્તિસિંહ ગોહિલને સોંપવામાં આવી છે, જ્યારે પ્રભારી તરીકે મુકુલ વાસનિકે જવાબદારી સંભાળ્યા છે. હવે કોંગ્રેસ સ્થાનિક સ્તરે સંગઠનને મજબૂત બનાવવા મથી રહી છે. જે અંતર્ગત કોંગ્રેસે ગુજરાત વિધાનસભાની 26 બેઠકો માટે 3 નેતાઓને મોટી જવાબદારી સોંપી છે.
હકીકતમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી તેમજ સાંસદ અને ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી મુકુલ વાસનિકે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મંત્રીઓને લોકસભા બેઠકોની જવાબદારીની વહેંચણી કરી છે. જે અન્વયસે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મંત્રી રામકિશન ઓઝા, બી.એમ. સંદીપ અને ઉષા નાયડુને ગુજરાતની વિવિધ લોકસભાની જવાબદારી સોંપવામાં આવી છે.
કોને-કઈ બેઠકની જવાબદારી સોંપવામાં આવી?
- રામકિશન ઓઝા: અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, ખેડા, આણંદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા
- બી.એમ.સંદીપ: ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, જામનગર, કચ્છ
- ઉષા નાયડુ: પંચમહાલ, દાહોદ , વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, બારડોલી , નવસારી, સુરત, વલસાડ