દરમિયાન પોરબંદર હાવડા–જામનગર–બાંદ્રા, ઓખા–તુતીકોરિન, ઓખા–જયપુર અને ઓખા–વારાણસી એકસપ્રેસ ટ્રેનમાં વધુ કોચ લગાવાશે
મુસાફરોની વધતી જતી સંખ્યા અને લાંબા વેઈટીંગ લિસ્ટને લઈ પશ્ચીમ રેલવે દ્વારા રાજકોટ મંડલથી ઉપડતી ૫ જોડી એકસપ્રેસ ટ્રેનમાં ફેબ્રુઆરી મહિનામાં વધુ કોચ લગાવાશે. રાજકોટ મંડલ રેસ પ્રબંધક પી.બી.નિનાવેને આ અંગે જણાવ્યું કે, ટ્રેન નં.૧૨૯૦૫ પોરબંદર હાવડા એકસપ્રેસમાં ૩ ફેબ્રુઆરીથી ૨૮ ફેબ્રુઆરી તથા ૧૨૯૦૬ હાવડા–પોરબંદર એકસપ્રેસમાં ૫ ફેબ્રુઆરીથી ૨ માર્ચ સુધી એક વધુ ૩ ટાયર એસી કોચ લગાવવામાં આવશે.
આ સાથે ટ્રેન નં.૧૯૨૧૮ જામનગર બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એકસપ્રેસમાં ૩ ફેબ્રુઆરી થી ૨ માર્ચ સુધી બે વધુ કોચ, એક ૩ ટાયર અને એક સેકન્ડ સ્લીપર કોચ લગાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ૬,૧૧,૨૨,૨૪ ફેબ્રુઆરીએ માત્ર એક સ્લીપર કોચ લાગશે. જયારે ૧૩ ફેબ્રુઆરીએ એક ૩ એસી કોચ લગાવવામાં આવશે. આ રીતે ૧૯૨૧૭ બાંદ્રા–જામનગર સૌરાષ્ટ્ર જનતા એકસપ્રેસમાં ૨ ફેબ્રુઆરીથી ૧ માર્ચ સુધી બે વધુ કોચ, એક ૩ ટાયર એસી અને એક સેકન્ડ સ્લીપર કોચ લગાવાશે. તા.૫,૧૦,૨૧,૨૩ ફેબ્રુઆરીએ માત્ર એક સેકન્ડ સ્લીપર તથા ૧૨ ફેબ્રુઆરીએ એક ૩ ટાયર એસી કોચ લગાવાશે.
ટ્રેન નં.૧૯૫૬૮ ઓખા–તુતીકોરિન વિવેક એકસપ્રેસમાં ૭ ફેબ્રુઆરીથી ૨૮ ફેબ્રુઆરી સુધી તથા ૧૯૫૬૭ તુતીકોરિન–ઓખા વિવેક એકસપ્રેસમાં ૧૦ ફેબ્રુઆરીથી ૩ માર્ચ સુધી એક વધુ ૩ ટાયર એસી કોચ લાગશે. ટ્રેન નં.૧૫૯૭૩ ઓખા–જયપુર એકસપ્રેસમાં ૪ ફેબ્રુઆરીથી ૨૫ ફેબ્રુઆરી સુધી તથા ૧૯૫૭૪ જયપુર–ઓખા એકસપ્રેસમાં ૫ ફેબ્રુઆરીથી ૨૬ ફેબ્રુઆરી સુધી એક વધુ ૩ ટાયર એસી કોચ લાગશે. આ ઉપરાંત ટ્રેન નં.૨૨૯૬૯ ઓખા વારાણસી એકસપ્રેસમાં ૭ ફેબ્રુઆરીથી ૨૮ ફેબ્રુઆરી સુધી તથા ૨૨૯૭૦ વારાણસી ઓખા એકસપ્રેસમાં ૯ ફેબ્રુઆરીથી ૨ માર્ચ સુધી એક વધુ ૩ ટાયર એસી કોચ લગાવાશે.