આ લખાય છે ત્યારે આપણો દેશ ચોતરફ મુસિબતોથી ઘેરાયેલો છે. કયાંક ભયંકર વાવાઝોડું છે, કોરોના વાયરસ ધમપછાડા કરતો રહ્યો છે. અર્થતંત્રીય કટોકટી પણ અધ્ધર શ્વાસે છે…
રાજકોટની વિશ્વશાંતિ અંગેની ભાગવત કથા આશ્વાસન સમી બનવાની શ્રધ્ધા જાગી છે. ભાગવત સપ્તાહ યોજીને, રામચરિત માનસ યોજીને, મહાભારત-કથાનું ગાન કરાવીને અને આપણા પૌરાણિક ગ્રંથોનાં રસપાન કરાવતા રહીને આપણો સમાજ આપણા ભારત દેશી વેદિક સંસ્કૃતિને છિન્નભિન્ન થતી રોકવાની મથામણ કરી રહ્યો છે એ શુભચિહન છે. પરંતુ આપણા સંસ્કાર, સંસ્કૃતિ , સભ્યતા પર પશ્ર્ચિમી સંસ્કૃતિના આક્રમણે આપણી ‘ભારતીયતા ઉપર કુઠારાઘાત કર્યા કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી.
આપણી ગ્રામ્ય સંસ્કૃતિની અને શહેરી સંસ્કૃતિની અસલીઅત વચ્ચે જબરૂ અંતર પ્રવવર્તે છે. આત્મીયતા ધોવાતી રહી છે. આપણો દેશ અને આપણી મોટાભાગની પ્રજા ઘણે ભાગે ધર્મપરાયણ રહી છે. મંદિર સંસ્કૃતિ ટકી રહી શકી છે એને વિખોડિયા ભરીને લોહી કાઢવા એવી ચેષ્ટાઓ થઈ છે.
આ ગડમથલ વચ્ચે બંગાળમાં વાવાઝોડું ત્રાટકયું છે. આમાં આશાભરી એક ઘટના બહાર આવી છે.
ભારતે આઝાદીનાં ૭૦ વર્ષ પૂરા કરી લીધા છે. આ વર્ષોમાં વસ્તીનો વિસ્ફોટ થયો છે. એવા ભારત દેશ માટે ભવિષ્યની દ્રષ્ટિ કેવી હોવી જોઈએ ? શું આપણે બીજા લોકોની જેમ વિકાસની અવધારણા પર પ્રશ્નો ઉભા કરીને લોકોને જૈસે થે પરિસ્થિતિમાં છોડી દેવાના ? આવું તો સદીઓથી ચાલ્યું આવે છે. સમાજના ઉચ્ચ વર્ગનાં વિચારો અને બાકીનાં સાથે આ પ્રકારની ભારેખમ વાતો કરીને તેમના ભાગ્ય પર છોડી દેવાની બજાર પ્રેરિત રણનીતિ અને પ્રતિસ્પર્ધાનું શું બધુ ઠીકઠાક કરી દેશે? શું પોતાના દેશના લોકોની સ્થિતિ સુધારવાની પહેલ આપણે વૈશ્વિકીકરણની તાકાતો પર છોડી દેવી જોઈએ? આગામી પાંચ દાયકામાં ભારતને કયાં પહોચેલુ જોવા માગીએ છીએ? આ પાંચ દાયકા પછીની ભારતની સ્થિતિ માટે પણ વિચાર કરવાની જરૂર છે.
શું ભારત વિકસિત રાષ્ટ્ર બની શકે તેમ છે ? એ માટેના અમુક સ્વાભાવિક લક્ષણો છે રાષ્ટ્રની સંપતિ, નાગરિકોની સમૃધ્ધિ અને આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં તેની પ્રતિષ્ઠા, રાષ્ટ્રની સંપદા જણાવતા અનેક તત્વો છે જેમકે કુલ રાષ્ટ્રીય ઉત્પાદન, ખર્ચમાં સમતોલન, વિદેશી મુદ્રાભંડાર, આર્થિક વિકાસદર, માથાદીઠ આવક વગેરે. આ ઉપરાંત વ્યાપારનું પરિણામ, આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં હિસ્સો (આયાત નિકાસ બંનેમાં), આ બંને બાબતોમાં વિકાસના દરથી જ અર્થ વ્યવસ્થાની તાકાત અને મેળવેલ સંપતિને ટકાવી રાખવા માટે તેમજ નવી સંપતિ મેળવવાની તેની તાકાતનો પરચો મળી જાય છે. આર્થિક નિર્દેશક તત્વો મહત્વના તો છે જ, પરંતુ તે સમગ્ર ચિત્રનું અકે જ પાસુ રજૂ કરે છે. આંકડાઓ પ્રભાવિત કરે છે, પણ એ માનવીય સમસ્યાનું બહુ મોટા ભાગને ઢાંકી રાખે છે. સામાન્ય રીતે સાધારણ માણસની દુ:ખદ સ્થિતિને, આ સંદર્ભમાં હૈદરાબાદ સ્થિત સંરક્ષણ અનુસંધાન અને વિકાસ પ્રયોગશાળામાં કામ કરતી વખતે અનુભવ થયો હતો. તેની મેં અને રાજયને ચર્ચા કરી છે. ત્યાં અમે ત્રણ લાકેના સંપર્કમાં આવ્યા. મારા મનમાં કેટલાક મુદાઓ આવ્યા એના ત્રણ સંદર્ભબિંદુઓ બની ગયા.
આ સલામ એવી શ્રધ્ધા પણ જગાડે છે કે, ભાગવત કથા અને પરિક્ષીત રાજાને ખપતી સિધ્ધિઓ આપનાર આપણા દેશને અને માનવજાતને અનેકાનેક સિધ્ધિઓ આપશે !