બગીચાઓમાં પણ ફૂંવારા પધ્ધતિથી પાણી પીવડાવાય છે થી જળની બચત થાય:ડો. હાપલીયા
રાજકોટવાસીઓ ઉનાળાના આકરા દિવસોમાં પાણીનો કરકસરયૂકત ઉપયોગ કરે તેવી અપીલ મહાપાલીકા તંત્ર દ્વારા કરવામાં આવી છે.
મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું હતુ કે પાણીની શોર્ટ છે તો પાણી બચાવવા માટે મહદઅંશે બગાડ ઓછો કરવો જોઈએ અને ઓછામાં ઓછા પાણીમાં વધારે કામ કરવાનું આયોજન કરવું જોઈએ. અને આવતા સંજોગો જોતા જે ગાર્ડનમાં ગાડી ગેરેજમાં અથવા જે અન્ય પાણી વપરાય છે. તેનો ઓછો ઉપયોગ કરવો.
લોકો માને છે કે આપણી પાસે પાણી ખૂબ છે પણ એવું નથી. પાણી છે તે આપણા માટે અગત્ય છે. પાણી પીવા માટે વધારે વાપરવું અને અન્ય જગ્યાએ છેતે જ‚રીયાત મુજબ વાપરવું મહાત્મા ગાંધી પોતે કહેતા હતા કે પોતાના નીડ મુજબ પાણી વાપરવું પોતાના ગ્રીડ મુજબ નહી
પાણી બચાવવા માટે અત્યારે જેટલુ લાઈનલોસ થાય છે. જેટલુ લીકેજીસ થાય છે તે ઓછામાં ઓછુ થાય અને ઝડપથી જે કંઈ અગર લાઈન તુટે કે કંઈ પણ થાય તેને રિપેરીંગ કરવાની જવાબદારી તંત્રની છે તેની સાથે સાથે તમામ લાઈન્સ છે તેમાં કોઈએ ઈલીગલ કનેકશન લીધા હોય તેની ઉપર ખૂબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
કોઈપણ જગ્યાએ પાણીનો બગાડ કરતા હોય તેની ઉપર કડક કાર્યવાહી કરશું ગાર્ડનમાં એસટીપીનું પાણી વાપરવા માટેનું વિચારવામાં આવે છે. જેટલા પણ રોડ વર્કસ છે કે તેને રીલીટેડ કામો છે. તેમાં જે પાણી વાપરવામાં આવે છે તે પાણી સોલીડ જે સીવેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન છે. તેનું પાણી વાપરવું.
બાગબગીચાને અત્યારે જે પાણી મળે છે તે લગભગ ૪૦% બાગ બગીચા એવા છે જે પોતાના સોર્સમાંથી પાણી વાપરે છે અને ૬૦% જેટલાબાગ બગીચા છે. એ નર્મદાનું પાણી ઉપયોગમાં લેવાય છે. એટલે આ પાણી જે વપરાય છે. તે પીવા માટે ઉપયોગી ન થાય તેવું લેવાય, તેવું સૂચન આપવામાં આવ્યું છે.
ચોખ્ખુ પાણી લોકોનો અધિકાર છે. અને લોકોને વિનંતી છે કે બોરનું પાણી પીતા હતા તેને સીલ કરવામાં આવ્યા છે. અને કોઈ પણ આ બોરમાંથી પાણી પીવે નહિ તે ખૂબજ જ‚રી છે.
કોર્પોરેશનમાંથી જે પાણી મળે છે તે ફિલ્ટર અને વેરિફાઈ થઈને લોકોને પહોચે છે. પણ અન્ય સોર્સમાંથી જેમકે ટેન્કર કે બોર મારફતે હોય તે તમામ ચકાસણી કરીને પછી તપાસ કરવી.
તમામ વિસ્તારોમાં એકાંતર પાણી આપવામાં આવે છે. અને દા.ત. કોઠારીયા અને વાવડીમાં જે પાણીની વ્યવસ્થા છે. તે પ્રમાણે પાણી આપવામાં આવશે અને જરૂરીયાત મુજબ ટેન્કર પર ભરવામાં આવશે.
ગાર્ડન એન્ડ જૂ ડિરેકટર ડો. હાપલીયાએ જણાવ્યું હતુ કે આપણુ સૌરાષ્ટ્ર છે તે ઈકોટેરેટ ઝોનમાં આવે છે એટલે પાણીની વર્ષોથી શોર્ટે જ રહે છે. અને કાયમી રહેવાની જ છે. દિવસે દિવસે પર્યાવરણની અંદર આપણી એકટીવીટીને કારણે પાણીનો બગાડ ખૂબજ કરીએ છીએ આવા સંજોગોની અંદર સૌરાષ્ટ્રમાં જ નહી પરંતુ રાજકોટની અંદર પાણીનો બગાડ ન થાય અને મેકસીમમ બધા લોકો કહે છે કે રાજકોટ મનપાનું ગાર્ડન પાણી વધારે વાપરે છે. અને બગાડ કરે છે. તો અમારે લોકોને એટલું જ કહેવાનું છે કે અમે જે પાણી વાપરી છી તે રાજકોટ મનપાના બાગ બગીચાઓ તેમજ વૃક્ષારોપણ રોડની સેન્ટર વોઈસ, ટ્રાફીક વગેરેમાં, તો એ પાણી અમે કુવાનું પાણી જે પીવાલાયક નથી. પરંતુ પ્લાન્ટને પીવા લાયક છે.
એ પાણીનો જ અમે ઉપયોગ કરીએ છીએ અને એમાં પણ મિકેનાઈઝ સિસ્ટમ કરી છે. કે જોઈતું જ પાણી વપરાય કે ફલડ વોટર ન વપરાય અને સ્પ્રીંકલર સિસ્ટમથી પાણી આપીએ છીએ અને નિશ્ર્ચિત જથ્થો હોય એટલે નિશ્ર્ચિત વિસ્તારની અંદર ઉપયોગમાં લઈ શકીએ છીએ. સાથોસાથ શહેરીજનો પણ આ અમારી જે ટેકનિક છે. એ વિશે તેનો ઉપયોગ પોત પોતાના ઘર આંગણે, ગાર્ડનમાં ઉપયોગ કરાવી શકે છે. અને બીજુ જે છે લોકો પોતાના ઘર આંગણેથી જે ઓછામાં ઓછુ રાજકોટમાં જે વૃક્ષો છે તેને પાણીની જરૂર પડે જ છે.
કોર્પોરેશન બધી જગ્યાએ પીવડાવી શકતુ નથી અને ઘણીવાર માનવસર્જિત ખામીઓને લીધે પણ વૃક્ષોને પાણી આપી શકતા નથી. ઘણી વખત એરર બનતી હોય છે. અને ઘણી વખત જાણી જોઈને નાનો કર્મી છે એ પાણી પાવા જતો નથી હોતો તેવું પણ બને છે. તો આવા લોકોને મારી નમુ વિનંતી છે. કે શહેરનાં ઘર આંગણે પોતાની શેરીની આજુબાજુમાં જે વૃક્ષો વાવેલ છે, તો કમસે કમ કંઈ ન કરે તો ઘરમાં પોતા કરેલ હોય તો તેનું પાણી નાખી દેવું કેમીકલ વગરનું હોય તો, ઝાડનો ઉછેર વ્યવસ્થિત થઈ શકશે.
રાજકાષટમાં અમારા ૧૨૯ અને વધીને ૨ બીજા એટલે ૧૩૧ જેવા ગાર્ડનો છે તેમાં મોટાભાગનો વિસ્તાર રેસકોર્ષ જીલ્લા ગાર્ડન, આજીડેમ અને પ્રધ્યુમનપાર્ક છે. તો એ વિસ્તારમાં અમે મેકેનાઈઝ સિસ્ટમથી પીવાનું પાણી નથી વાપરતા વેસ્ટ વોટર, કુવાનું પાણી અથવા બોર કરેલું પાણી વાપરીએ છીએ એટલે અંદાજીત ૬૫ થી ૭૦% જેટલો વિસ્તાર અમે પબ્લીકને પીવાનું પાણી ન વાપરી અને એ પાણી વાપરીએ છીએ કે જે પબ્લીક ૬૦% જથ્થો અમે વાપરીએ તો પબ્લીકમાં ૧૦૦% લોકો એમ કહેશે કે પાણીનો બગાડ થાય છે. પરંતુ અમે દિવસે ને દિવસે આવા પાણીના સ્ત્રોત શોધી કુવાના પાણી, પડતર કુવાના પાણીનો ઉપયોગ કરીએ છીએ અને પર્યાવરણને બચાવવાનો પ્રયત્ન છે.
અમે જે એકટીવીટી કરીએ છીએ વૃક્ષારોપણનો ઉછેર કરી જેટલા વૃક્ષો ઉછેરશે તેટલો વરસાદ આવશે અને વરસાદ આવશે તો પાણી આવશે પરંતુ આપણે જો પાણીને જ બગાડશું તો કોઈ સંજોગોમાં વૃક્ષ પણ બચશે નહિ અને વરસાદ પણ આવશે નહિ એટલે પાણીને બચાવવું એ ખૂબ સારી મોહિમ છે.બાળકોને પણ સમજાવવું જોઈએ કે પાણી કંઈ રીતેક બચાવવું લગ્ન પ્રસંગોમાં મોટા ગ્લાસ હોય, તો નાના ગ્લાસમાં પાણી આપવું જોઈએ.બને ત્યાં સુધી મેકેનિઝ સિસ્ટમનો ઉપયોગ કરવો, ખોટા ઘર આંગણે વ્હીકલ ન ધોવા અને પોતાના બગીચાઓ, વેસ્ટ પાણીનો ઉપયોગ કરીશું તો પણ ચાલશે. રાજકોટવાસીઓને પાણીનો કસકસર યુકત ઉપયોગ કરવા બંછાનીધી પાનીની અપીલ