રોજિંદા ૫૦૦થી વધુ દર્દીઓની ઓપીડી થતી હોય તે દર્દીઓનું શું? બંધ હાલમાં પડેલી અન્ય સરકારી ઇમારતોને ઉપયોગમાં લેવા જનતાનો સુર: ગોંડલ સરકારી હોસ્પિટલની મુલાકાતે આરોગ્ય સચિવ જયંતિ રવિ
ગોંડલ શહેર પંથકમાં દિવસેને દિવસે કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે ટૂંક સમયમાં જ એક હજારથી પણ વધુ ને પાર આંકડો જનાર હોય અને મોતનો આંકડો ૬ ટકાથી પણ વધુનો થઈ રહ્યો હોય આ દરમિયાન રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ ગોંડલની સરકારી હોસ્પિટલની મુલાકાત લઇ હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધર્યું હતું ટૂંકી મુલાકાત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે આગામી સમયમાં ગોંડલ સરકારી હોસ્પિટલમાં કોવિડ ૧૯ હોસ્પિટલ શરૂ કરવાની વિચારણા થઈ રહી છે જરૂર પડ્યે કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવશે આ તકે ડીડીઓ રાણા વશિયા આર.ડી રૂપાલી સહિતનાઓ હાજર રહ્યા હતા.
શહેરમાં વધતાજતા કોરોના વાઈરસની સ્થિતિ ને પહોંચી વળવા તથા આગામી દિવસો માં કોરોના હજુ પણ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવા હેતુથી આરોગ્ય સચિવ તેમજ આરોગ્ય ખાતાના ઉચ્ચ અધિકારીઓ ગોડલ મુલાકાતે આવેલ સરકારી હોસ્પિટલમાં જુદાજુદા વિભાગનુ નિરીક્ષણ કરી મેલવોડે ફીમેલ વોડે માં કોવિદના દર્દીઓને રાખવા માટેનુ આગોતરૂ આયોજનના ભાગરૂપે નિર્ણય કરવામાં આવ્યો હતો.
પરંતુ ગોડલ હોસ્પિટલમાં સારવાર લેવા રોજિંદા આવતા દર્દીઓની ખેવના કયો વગર માત્રને માત્ર કોવિડના દર્દીઓનો વિચાર કરી અનેક લોકોને ભગવાન ભરસો મુકવા જેવો ઘાટ ઘડાવા પામેલ છે જયારે ગોડલ સરકારી હોસ્પિટલ માં સારવાર લેવા આવતા દર્દીઓ ઉપરાંત હાઈવે ઝોન અકસ્માત ઝોન માં આવતો હોય તેમજ દરરોજ આશરે ૫૦૦ થી પણ વધુ દર્દીઓની ઓ પી ડી તપાસ થતી હોય અઠવાડિયામાં બે વખત એલ ટી એલના કેમ્પ કરવામાં આવતા હોય પ્રસુતી સિઝેરિયન જેવા અનેક જુદીજુદી પ્રકારની બિમારીઓની સારવાર થતી હોય ત્યારે આ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ કરવામાં આવે તો ઉપરોકત મળતી છીનવાઇ જાય અને ના છુટકે ખાનગી હોસ્પિટલમાં તોતિંગ બીલ ચુકવવાનો વારો જે ગરીબ માણસોને પોસાય નહિ આ ઉપરાંત મળતી સુવાઘાઓ પણ બંધ કરવાની નોબત આવી પડે તેવી પરિસ્થિતિનુ નિર્માણ થાય તેવાં ભણકારા વાગી રહ્યા છે.
ત્યારે ગોડલ કોવિડ હોસ્પિટલ ને અમૃત હોસ્પિટલ જેવુ રૂપકડુ નામ આપીને ખાનગી હોસ્પિટલના સંચાલકો દ્વારા કોવિડના દર્દીઓના નાણા ખંખેરવાના હિન પ્રયાસો થતાં હોય છે જેમને લઈને આ હોસ્પિટલ વારંવાર વિવાદ માં સપડાઈ છે જેથી આ હોસ્પિટલ સરકાર હસ્તક કરવી પણ જરૂરી બની છે અને ખાનગી હોસ્પિટલના સંચાલકોને પોતાની હોસ્પિટલમાં કોવિડ ના દર્દીઓની સારવાર કરવાનો આદેશ આપવો જોઇએ જેથી ગોડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારના ગરીબ દર્દીઓને સરકારી હોસ્પિટલ ની મળતી સેવાઓ મળી રહે ગોડલ સરકારી હોસ્પિટલ માં કોવિડના દર્દીઓને રાખવા માટે તમામ ડોકટરો ઓકસીઝનની સેન્ટર લાઈન તેમજ વેન્ટિલેટર ની તમામ વ્યવસ્થા ઉભી કરવી પડે તેમ છે ત્યારે ગોડલની સરકારી ઈમારતો હાલ કોઈ ઉપયોગ માં લેવાતી ન હોય બંધ હાલતમાં ધૂળ ખાતી હોય જેથી કોવિડ ના દર્દીઓ માટે આવી ઈમારતની પસંદગી કરવી જેથી કોવિડ ના દર્દીઓને વધુ સુવિધાઓ પ્રાપ્ત થાય પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર મોટાભાગે માલેતુજાર દર્દીઓનેજ પોસાય આમ ગરીબ નાગરિકોને નહી આમ કરવાથી ગોડલ સરકારી હોસ્પિટલ માં મળતી સારવાર અવિરત ચાલુ રહે તેવુ આરોગ્ય સચિવ જયંતિ રવી આ દિશામાં પણ પોતાની કુનેહ ના દર્શન કરાવવાની સાથોસાથ જાહેરનામું નુ પાલન થાય તે દિશા તરફ નિર્ણય લે તે જરૂરી છે.