નેશનલ હાઈવે ઓથોરીટીના ડેમેજ થયેલા સર્વિસ રોડની સ્થળ મુલાકાત લેતા મેયર
શહેરના ઢેબર રોડના છેડે આવેલ રિદ્ધિ સિદ્ધિ નાલા પાસે નેશનલ હાઈવે ઓથોરીટીના સર્વિસ રોડ ખુબ જ ડેમેજ થયું છે જેના કારણે વરસાદી પાણીનો નિકાલ અટકી ગયેલ છે. ચોમાસુ શરૂ થયા પહેલા આ સમસ્યાનો નિકાલ થાય તે માટે સ્થળ મુલાકત લેતા મેયર ડો.પ્રદિપ ડવ, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, વોર્ડ નં.18ના કોર્પોરેટર સંજયસિંહ રાણા, સંદીપ ગાજીપરા, પ્રમુખ શૈલેષ બુસા, વિસ્તારના અગ્રણી શૈલેશભાઈ પરસાણા, નટુભાઈ વાઘેલા, વોર્ડ નં.16ના કોર્પોરેટર કંચનબેન સિધ્ધપુરા, રૂચિતાબેન જોશી, નરેન્દ્રભાઈ ડવ, સુરેશભાઈ વસોયા, પ્રમુખ ભાર્ગવ મિયાત્રા, નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય યાદવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.નેશનલ હાઈવેની સિક્સ લેનની કામગીરી ચાલુ છે.
તેમજ ગોંડલ રોડ ચોકડીએ પણ બ્રીજની કામગીરીને કારણે વાહન વ્યવહાર ડાયવર્ટ કરી છે જેના કારણે ટ્રાફિક ખુબ જ રહે છે. તેમજ ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી ઢેબર રોડના છેડે આવેલ રિદ્ધિ સિદ્ધિ નાલા પાસે નેશનલ હાઈવેનો સર્વિસ રોડ તાત્કાલિક સત્વરે રીપેર કરવા તેમજ સર્વિસ રોડ પર આવેલ ઓપન ગટરના કારણે ખુબ જ પાણી ભરાય જાય છે જેથી તે ગટર પેક કરવા પણ નેશનલ ઓથોરીટીને જણાવ્યું છે.