પૂના અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની બસોને સારો એવો લોક પ્રતિસાદ
રાજકોટ એસ.ટી. વિભાગને વધુ ૭ નવી બસો પણ ફાળવાઈ
રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા સ્ટેચ્યુ ઓફયુનિટી જવા માટે વધુ એક બસ શરૂ કરવા વિચારણા શરૂ કરી છે.
આ અંગેની એસ.ટી.ના સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ તાજેતરમાં જ રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે વોલ્વો અને પૂના માટે રાજકોટથી વોલ્વો સ્લિપર બસ શરૂ કરવામાં આવી છે.
આ બંને બસોને મુસાફર જનતા તરફથી સારો એવો આવકાર મળી રહ્યો છે. ત્યારે, ગઈકાલે રાજકોટથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની અપ્રે.૧૦ વાગ્યે, ઉપડેલી બસ ફૂલેફૂલ દોડી હતી. જયારે સાંજે ૪.૩૦ કલાકે પૂનાનીથી સ્લિપર વોલ્વોમાં પણ ૩૦ની જગ્યાએ ૨૦ મુસાફરોએ પ્રવાસ કર્યો હતો.
રાજકોટ એસ.ટી. તંત્રનાં વિભાગીય નિયામક દિનેશ જેઠવાનાં જણાવ્યા મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા જો વધુ ઘસારો રહેશે. તો વધુ એક વોલ્વો બસ શરૂ થશે. અને આ અંગે વિચારણા પણ ચાલી રહી છે.
દરમ્યાન રાજકોટ એસ.ટી. વિભાગનાં સુત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ ગત સપ્તાહ દરમ્યાન પણ રાજકોટવિભાગને સાદી અને ગુર્જરી મળી વધુ ૭ નવી બસો સેન્ટ્રલ ઓફીસે ફાળવી હતી આ તમામ બસોને રાજકોટ, મોરબી, ગોંડલ અને ધ્રાંગધ્રા ડેપોને ફાળવી દેવાઈ છે.