અમદાવાદની માફક સાયકલ શેરીંગ પ્રોજેક્ટ ખાનગી સંસ્થા કે એજન્સીના ચરણે ધરી દેવાશે
શહેરીજનોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતતા આવે અને પર્યાવરણની રક્ષા થાય તે માટે કોર્પોરેશન દ્વારા વર્ષો પહેલા સાયકલ શેરીંગ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે.
વર્ષો બાદ પણ આ પ્રોજેક્ટને જોઇએ તેટલી સફળતા મળી નથી. ત્યારે હવે સાયકલ શેરીંગ પ્રોજેક્ટનું ખાનગીકરણ કરી નાખવાની વિચારણ મહાપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મહાપાલિકા દ્વારા સાયકલ શેરીંગ પ્રોજેક્ટ ખાનગી સેવાકીય સંસ્થાએ એજન્સીને ચરણે ધરી દેવામાં આવ્યો છે. બસ આ જ રીતે રાજકોટમાં પણ સાયકલ શેરીંગ પ્રોજેક્ટનું સંચાલન ખાનગી સંસ્થાને સોંપી દેવાની વિચારણા ચાલી રહી છે. અલગ અલગ સ્ટેન્ડમાં મુકવામાં આવેલી સાઇકલની હાલત સારી છે પરંતુ યોગ્ય સંચાલનના અભાવે સાયકલ શેરીંગ પ્રોજેક્ટને જોઇએ તેટલી સફળતા મળી નથી આ પ્રોજેક્ટ અંતર્ગત સાયકલ ખરીદનાર અને સબસિડી આપવામાં આવે છે માત્ર તે એક જ પાર્ટ સફળ રહ્યો છે. બાકી ભાડે સાયકલ આપવાનું સહિતના અન્ય પાર્ટને ધારી સફળતા મળી નથી દ્વારા આમ પણ લાખો કે કરોડો રૂપિયાના ખર્ચે સુવિધા ઉભી કરાયા બાદ તેનું સંચાલનમાં નાદારી જાહેર કરી દેવામાં આવે છે અને પ્રોજેક્ટ ખાનગી સંસ્થા એજન્સી કે કંપનીને સોંપી દેવામાં આવે છે સાયકલ શેરીંગ પ્રોજેક્ટની દશા પણ હવે વર્ષો બાદ કંઈક આવી જ થવા જઈ રહી છે.