સૌરાષ્ટ્ર ઇન્ટર ડિસ્ટ્રીકટ અંડર-19 વન-ડે ટુર્નામેન્ટ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન ઇન્ટર ડિસ્ટ્રીકટ અંડર-19 વન-ડે ટુર્નામેન્ટના રાજકોટ, જામનગર, ભાવનગર, પોરબંદર ખાતે રમાઇ રહ્યા છે. ગઇકાલે રમાયેલા છ મેચમાં જુનાગઢ સામે રાજકોટ જિલ્લા ટીમ-એ નો દીવ સામે રાજકોટ રૂરલનો દ્વારકા સામે જામનગરનો મોરબી ગ્રામ્ય સામે કચ્છ રૂરલનો બોટાદ જિલ્લા ટીમ સામે ભાવનગર જિલ્લા ટીમનો અને પોરબંદર સામે જુનાગઢ રૂરલનો વિજય થયો હતો.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. દ્વારા ઇન્ટર ડિસ્ટ્રીકટ અંડર-19 વન-ડે ટુર્નામેન્ટના મેચ રાજકોટ, જામનગર, ભાવનગર અને પોરબંદર ખાતે રમાઇ રહ્યો છે.
ગઇકાલે સૌરાષ્ટ્ર એસો.ના સ્ટેડિયમ ગ્રાઉન્ડ ખાતે રાજકોટ જીલ્લા ટીમ-એ અને જુનાગઢ જિલ્લા ક્રિકેટ એસો. વચ્ચે રમાયો હતો. આ મેચ રાજકોટ ટીમ-એનો 78 રને વિજય થયો હતો.
રાજકોટ જીલ્લા ટીમે ટોસ જીતી બેટીંગની શરુઆત કરી હતી. રાજકોટ જીલ્લા-એમાં પ0 ઓવરમાં પાંચ વિકેટે 315 રન કર્યા હતા જેમાં હેત્વિક કોટકે 111 દડામાં 9 ચોકકા સાથે 104 રન કર્યા હતા. સમર ગજજરે 78 દડામાં 8 ચોકકા અને બે છગ્ગા સાથે નોટઆઉટ 95 રન કર્યા હતા. નમ્યએ પ3 રન કર્યા હતા ક્રિષ્ન બાબરીયાએ બે વિકેટ અને સિઘ્ધાર્થ પરમાર અને ઋષિ પાંઉએ એક એક વિકેટ ઝડપી હતી.
જુનાગઢ જીલ્લા ટીમે પ0 ઓવરમાં પાંચ વિકેટે ર35 રન કર્યા હતા. જેસન ચગે પપ દડામાં 8 ચોકકા અને એક છગ્ગા સાથે પ8 રન કર્યા હતા. જેનસી ગોસ્વામીએ 63 દડામાં 4ર રત કર્યા હતા. ક્રેઇન્સએ 38 દડામાં 6 ચોકકા સાથે 38 રન કર્યા હતા. સમર ગજજરે બે વિકેટ
લીધી હતી. સ્મિત દેસાઇ, હેત્વિક ગૌરાવ ગેરૈયાએ એક એક વિકેટ લીધી હતી રાજકોટ ટીમ-એનો 78 રને વિજય થયો હતો.
બીજો મેચ:-
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના સ્ટેડિયમ મેદાન બી ખાતે રાજકોટ રૂરલ અને દીવ જીલ્લા વચ્ચે મેચ રમાયો હતો. રાજકોટ રૂરલે ટોસ જીતી બેટીંગ કરી હતી. રાજકોટ રૂરલ 8 વિકેટના ભોગે 396 રન કર્યા હતા. ઋષિ પટેલે 67 દડામાં 6 ચોકકા અને 7 છગ્ગા સાથે 109 રન કર્યા હતા. રામદેવ આચાર્યે 86 દડામાં 9 ચોકકસ અને 3 છગ્ગા સાથે 83 રન કર્યા હતા. કશ્યપ સુવાએ 56 દડામાં 6 ચોકકા અને 3 છગ્ગા સાથે 74 રન કર્યા હતા. સ્મિતરાજ ઝાલાએ 47 દડામાં 10 ચોકકા અને એક છગ્ગા સાથે 612 રન કર્યા હતા. ગૌતમ ભીમાણી, યશ ટંડેલ, યશ સોલંકી, મહેક બાંભણીયા અને વીરેન્દ્ર સંતોકીએ એક એક વિકેટ લીધી હતી.
દીવની ટીમ 43 ઓવરમાં 181 રને આઉટ થઇ ગઇ હતી. યશ સોલંકીએ 103 દડામા 13 ચોકકા અને 4 છગ્ગા સાથે નોટઆઉટ 100 રન કર્યા હતા. મહેક બાંભણીયાએ રર, રોકન બાંભણીયાએ ર0 રન કર્યા હતા. રક્ષિત મહેતાએ 10 ઓવરમાં બે મેઇડન સાથે 36 રન આપી 6 વિકેટ ઝડપી હતા. આદિત્ય જાડેજાએ 6 ઓવરમાં 10 રન આપી 4 વિકેટ લીધી હતી. રાજકોટ રૂરલ ના 215 શને વિજય થયો હતો.
ત્રીજો મેચ
જામનગર ખાતે જામનગર જીલ્લા ક્રિકેટ એસો. અને દ્વારકા જીલ્લા ક્રિકેટ એસો. વચ્ચે મેચ રમાયો હતો જેમાં જામનગર જીલ્લાનો બે વિકેટે વિજય થયો હતો.
જામનગરે ટોચ જીતી દાવ દેવાનું નકકી કર્યુ હતું. દ્વારકાની ટીમે 46 ઓવરમાં 7 વિકેટે 175 રન કર્યા હતા. ઇશુ ડાભીએ નોટઆઉટ 54 રન કર્યા હતા. શકિતસિંહ ચુડાસમાએ 38 રન કર્યા હતા. પંડયાએ 3પ રન કર્યા હતા.
દિગ્વિજય જાડેજાએ 10 ઓવરમાં એક મેઇડન સાથે 3ર રન આપી 4 વિકેટ લીધી હતી. મોહમદ ખંભાળીયાવાળા, શકિતસિંહ જાડેજા અને સૂર્યરાજ જાડેજાએ એક એક વિકેટ લીધી હતી.
જામનગરની ટીમે 38.4 ઓવરમાં 8 વિકેટના ભોગે 177 રન કર્યા હતા. યશ જોશીએ 70 દડામાં 11 ચોકકા અને એક છગ્ગા સાથે 106 દડામાં 63 રન કર્યા હતા. હરીવંદનએ 16 રન કર્યા હતા. આશુતોષ પંડયાએ 8 ઓવરમાં 3 મેઇડન સાથે ર3 રન આપી 3 વિકેટ ઝડપી હતી.
દેવ કુંડલીયા અને અભિજીતસિંહ રાઠોડે બે-બે વિકેટ લીધી હતી.
ચોથો મેચ
ગાંધીધામ ડીપીએસ ક્રિકેટ મેદાનમાં કચ્છ જીલ્લા રૂરલ અને મોરબી ડીસ્ટ્રીકટ (ગ્રામ્ય) વચ્ચેના મેચમાં કચ્છ રૂરલનો 129 રને વિજય થયો હતો.
મોરબી એ ટોચ જીતી દાવ દેવાનું નકકી કર્યુ હતું. કચ્છ રૂરલે 7 વિકેટ ના ભોગે ર76 રન કર્યા હતા. લોકેન્દ્ર સાગરવાએ 114 દડામાં 10 ચોકકા અને બે છગ્ગા સાથે 93 રન કર્યા હતા. મીન મકવાણાએ 95 દડામાં 9 ચોકકા સાથે 64 રન કર્યા હતા.
શિવમ ઠાકરુ ર6 રન કર્યા હતા યશ દેસાઇને હર્ષ ઉડસોલાએ બે-બે વિકેટ લીધી હતી.
મોરબી 147 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી યશ ડી.એ. ર7 રન કર્યા હતા. કાથમે 26, યાજ્ઞીકે ર4 રન કર્યા હતા. જીત બાબરીયાએ 190
ઓવરમાં એક મેઇડન 36 રન આપી 3 વિકેટ લીધી હતી. શુભમ મિશ્રાએ 10 ઓવરમાં 36 રન આપી બે વિકેટ ઝડપી હતી.
પાંચમો મેચ
ભાવનગર ખાતે ભાવનગર જિલ્લા ક્રિકેટ એસો. અને બોટાદ જિલ્લા ક્રિકેટ એસો. વચ્ચે રમાયેલા મેચમાં ભાવનગર જીલ્લાએ ર18 રને વિજય થયો હતો.
બોટાદ જીલ્લા ટીમે ટોચ જીતી દાવ આપ્યો હતો. ભાવનગરની ટીમે પ0 ઓવરમાં 6 વિકેટના ભોગે 339 રન કર્યા હતા. કર્નલ રાઠોડે 46 દડામાં 11 ચોકકા અને 3 છગ્ગા સાથે 87 નોટ આઉટ કર્યા હતા. દીપ બાબરીયા એ 94 દડામાં 10 ચોકકા અને બે છગ્ગા સાથે 86 રન કર્યા હતા. યુવરાજસિંહ સિનોલે 40 રન કર્યા હતા.
દિવ્યરાજ અને અનુરાગ જોશીએ બે- બે વિકેટ ઝડપી હતી. રૂખરાત ટીએ એક વિકેટ લીધી હતી.
બોટાદની ટીમ 36.4 ઓવરમાં 1ર1 રને ઓલ આઉટ થઇ ગઇ હતી. દિવ્યરાજ ચુડાસમાએ 66 દડામાં 3 ચોકકા અને પાંચ છગ્ગા સાથે નોટઆઉટ 59 રન કર્યા હતા.રૂખરાત જીકારે 30 રન કર્યા હતા.
જતીન ખોખરે 16 રન કર્યા હતા. યુવરાજસિંહ શિનોલે પ-પ ઓવરમાં એક મેઇડન સાથે 9 રન આપી 3 વિકેટ ઝડપી હતી. મયુર મકવાણાએ 7 ઓવરમાં 58 રન આપી એક વિકેટ ઝડપી હતી. હીરેન કાંબીએ બે વિકેટ ઝડપી હતી. રૂદ ભટ્ટ અને પૃથ્વી ચૌહાણે એક એક વિકેટ લીધી હતીે
છઠ્ઠો મેચ
પોરબંદરના દુલીપસિંહજી ક્રિકેટ મેદાન ખાતે પોરબંદર જિલ્લા ટીમ અને જુનાગઢ જીલ્લા ગ્રામ્ય ટીમે વચ્ચે રમાયેલા મેચમાં જુનાગઢ રૂરલનો 9 રને વિજય થયો હતો.
જુનાગઢની ટીમે ટોચ જીતી બેટીંગની શરુઆત કરી હતી. જુનાગઢ રૂરલની ટીમે 45 ઓવરમાં રર9 રન કર્યા હતા. ધવલ પંડયાએ 102 દડામાં 16 ચોકકા અને એક છગ્ગા સાથે 116 રન કર્યા હતા. મોહીત અંજનીએ ર9 રન કર્યા હતા. રવિ રામે 24 રન કર્યા હતા. વિશ્ર્વજીત ખેરે 10 ઓવરમાં 56 રન આપી ચાર વિકેટ લીધી હતી.
જય મકવાણાએ સાત ઓવરમાં 1 મેઇડન સાથે 36 રન આપી 3 વિકેટ ઝડપી હતી. સ્નેહ સલેટ, જતીન રાણા અને પંકજ યાદવે એક એક વિકેટ લીધી હતી.
પોરબંદરની ટીમ 49.4 ઓવરમાં રર0 રન સાથે ઓલ આઉટ થઇ ગયા હતા. જય મકવાણાએ 80 દડામાં 3 ચોકકા અને એક છગ્ગા સાથે પપ રન કર્યા હતા. નિહાલ ચૌધરીએ પ6 દડામાં 40 રન કર્યા હતા. વિશ્ર્વજીત ખેરે 24 દડામાં બે ચોકકા અને બે છગ્ગા સાથે 33 રન કર્યા હતા. ચિરાંગ બધાઇ અને ધવલ પંડયાએ એક એક વિકેટ લીધી હતી.