ભારતમાં સૌપ્રથમ મેટ્રો ટ્રેનની શરૂઆત કોલકતામાં કરવામાં આવી હતી ત્યારબાદ બીજા રાજ્યોમાં મેટ્રો ટ્રેન સેવા શરૂ થઈ હતી.મેટ્રો ટ્રેન દ્વારા લોકો પોતાની મુસાફરી ઓછા સમયમાં પૂર્ણ કરી શકે છે.મેટ્રો ટ્રેન દ્વારા આપણે પ્રદૂષણ પણ ઘટાડી શકીએ છીએ.તેથી જ સરકાર મેટ્રો ટ્રેનના નિર્માણમાં વધારો કરી રહી છે.આજે દેશના વધુ બે રાજ્યોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગનાં માધ્યમ દ્વારા અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ અને સુરત મેટ્રો રેલ પ્રોજેકટનું ખાત મુર્હૂત કરવામાં આવ્યું છે

છેલ્લા 6 વર્ષોમાં 450 કી.મિથી વધુ મેટ્રો નેટવર્ક વધ્યું:
આ પ્રોજેક્ટનું ખાતમુર્હૂત કરતા પીએમ મોદીએ કહ્યું કે,” વર્ષ 2014 પહેલાં ફકત 225 કિ.મી મેટ્રો લાઇન કાર્યરત્ હતી છેલ્લા 6 વર્ષોમાં 450 કી.મિથી વધુ મેટ્રો શરૂ કરવામાં આવી છે .અત્યારે દેશનાં 27 શહેરોમાં 1000 કી.મીથી વધુ મેટ્રો નેટવર્ક પર કામ ચાલી રહ્યુ છે.

આ મેટ્રો ટ્રેન દેશના બે મોટા વેપારી કેન્દ્રો અમદાવાદ અને સુરતમાં કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવા માટે કામ કરશે.આજે 17,000 કરોડથી વધુ ઈન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓનો પ્રારંભ થઈ ગયો છે . અમદાવાદ મેટ્રો ફેઝ -1 નું કામ 75માં સ્વાતંત્ર્ય દિવસ એટલે કે વર્ષ 2022 માં પૂર્ણ થશે.

અમદાવાદ મેટ્રો ફેઝ પ્રોજેક્ટ – 2 :

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેસ 2માં 2 કોરિડોર છે.પ્રથમ કોરિડોર મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધીની 22.8 કિ.મી લાંબો હશે. કોરિડોર -2 એનએલયુથી ગિફ્ટ સિટી સુધીનો હશે જેની લંબાઈ 5.4 કિ.મી રાખવામાં આવશે . આ પ્રોજેક્ટનું નિર્માણ 5,384 કરોડના ખર્ચે થશે.

સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ :

સુરતની મેટ્રો ટ્રેન 40.35 કિલોમીટર લાંબી બનાવવામાં આવશે .આ મેટ્રો ટ્રેનમાં પણ બે કોરિડોર છે. કોરિડોર -1 સરથાણાથી લઈને ડ્રીમ સિટી સુધીનો 21.61 કિ.મી લાંબો બનાવવામાં આવશે. કોરિડોર -2 ભેસાણથી સરોલી સુધીનો હશે જેની 18.74કિ.મી સુધી વિસ્તારવામાં આવશે. આ પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં કુલ 12,020 હજાર કરોડનો ખર્ચ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.