આજના ઓનલાઈન જમાનામાં રઝળપાટ થતા વિદ્યાર્થીઓ

રાજયમાં ચાલી રહેલા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં સરકારી બાબુઓ વ્યસ્ત છે તો બીજી તરફ હળવદ મામલતદાર કચેરી ખાતે પ્રશ્નોની હારમાળા સર્જાઈ છે જેમાં આજે હળવદ પંથકના દેવળીયા, સુંદરગઢ, ચરાડવા, માયાપુર, ધનાડા, ગોલાસણ, પાંડાતીર્થ ગામના પ૦ જેટલા વિદ્યાર્થીઓએ ડોમીશન સર્ટી તેમજ આવકના દાખલા, જાતિના દાખલા, ક્રિમિલીયર સર્ટી કઢાવવા આવે છે પરંતુ બે દિવસથી ઈન્ટરનેટ કનેકટીવી ખોરવાતા માત્ર આંટા, ફેરા અને આર્શિવાદ સમાન બની જતા સાત ગામના વિદ્યાર્થીઓ હેરાન – પરેશાન થઈ ગયા છે.

આજરોજ મામલતદાર કચેરી ખાતે હળવદ તાલુકાના દેવળીયા, સુંદરગઢ, ચરાડવા, માયાપુર, ધનાડા, ગોલાસણ, પાંડાતીર્થ ગામના પ૦ જેટલા વિદ્યાર્થીઓ જુદીજુદી ફેકલ્ટીમાં ફોર્મ ભરવા માટે દાખલા કઢાવવા આવ્યા હતા પરંતુ કોઈ કારણોસર ઈન્ટરનેટ સેવા ખોરવાતા વિદ્યાર્થીઓએ તંત્ર વિરૂધ્ધના નારા પોકાર્યા હતા. આ અંગે વિદ્યાર્થીઓને પુછતા જણાવ્યું હતું કે, અમે બે દિવસથી અહીં ધક્કા ખાય રહ્યા છીએ છતાં અમને છતાંય અમને દાખલા નહીં મળતા વીલા મોઢે પાછુ જવુ પડે તેમ છે. તો બીજી બાજુ એજ વિદ્યાર્થીઓ આજના ઓનલાઈનના જમાનામાં રઝળપાટ થતા વિદ્યાર્થીઓ આખરે જાય તો કયાં જાય? આવી પરિતસ્થતિમાં વિદ્યાર્થીઓને ધરમના ધક્કા ખાવા સિવાય બીજું કોઈ છુટકો નથી. વધુમાં વિદ્યાર્થીઓએ ઉમેર્યું હતું કે, ફોર્મ ભરવાની ૧૯ તારીખ છેલ્લી હોવાથી વિદ્યાર્થીઓને એડમીશન માટે સર્ટી ન મળતા મુશ્કેલીમાં મુકાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મામલતદાર કચેરીમાં બે દિવસથી કનેકટીવીટી નહીં હોવાથી સાત ગામના પ૦ જેટલા વિદ્યાર્થીઓએ હાય હાયના નારા પોકાર્યા હતા. જાકે આ બાબતે તંત્ર દ્વારા વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી વિદ્યાર્થીઓએ માંગ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.