ધોરાજી પંથકમાં ધોરાજી અને ઉપલેટા ને જોડતો અને ભગવતસિંહજી વખતો જુનો પુલ માં ગાબડાં પડ્યાં ત્યારે કલેકટર શ્રી રાજકોટ નાં આદેશ મુજબ આ પુલ નબળો હોવાથી ભારે વાહનો ચલાવવા પ્રતિબંધ કરેલ હોવા છતાં ભારે વાહનો પ્રતિબંધ મૂકવા મા આવેલ હોવાં છતાં આ જર્જરીત પુલ પર નાનાં મોટાં વાહનો બે રોકટોક ચાલી રહયાં છે જ્યારે ધોરાજી પંથકમાં માં ભારે વરસાદ પડતાં અને વર્ષો જૂનો પુલ પર ગાબડાં પડી ગયાં ત્યારે અહીં સમાન્ય રીતે પાટાપીંડા કરવામાં આવ્યા છે.
તંત્ર દ્વારા અને જવાબદાર તંત્ર ના જણાવ્યાં અનુસાર ઘણાં સમય પહેલા મોટાં એન્ગલ તથા નાની પળદી ની દિવાલો કરવામાં આવેલ પણ વાહન ચાલકો દ્વારા બધું તોડી પાડવામાં આવે અને જાહેરનામાનો ભંગ પણ લોકો કરી રહયાં છે જેથી આ જર્જરીત પુલ પર ભવિષ્ય માં મોટી ઘટનાઓ સર્જાય તો નવાઈ નહીં ત્યારે લોકો ની એવી માંગ છે કે મોટી ઘટના બંને અને નિર્દોષ વ્યક્તિ નો જીવ બચે તે માટે યોગ્ય આ જર્જરીત પુલ નું યોગ્ય સમારકામ કરે અને જયાં સુધી સમારકામ ન થાય ત્યા સુધી કલેકટર શ્રી રાજકોટ નાં આદેશ મુજબ પાલન કરવામાં આવે તેવું લોકો નો શુર છે.