ભારત દક્ષિણ એશિયાના દેશોને વિશ્વ આખા સાથે હવાઈ માર્ગે જોડી દેવા ટ્રાન્ઝીટ હબ બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. જેના પરિણામે દિલ્લી સહિતના એરપોર્ટ દુબઇ, સિંગાપોર, અબુ ધાબીની જેમ ટ્રાન્ઝિટ હબ બની જશે અને તેનો ફાયદો મુસાફરોને થશે. અમેરિકા અને યુરોપના દેશોમાં જવા માટે હાલ સીધી કનેક્ટિવીટી મેળવવી પ્રમાણમાં મુશ્કેલ હોવાથી મુસાફરો વાયા દુબઇ, સિંગાપોરની મુસાફરી કરતા હોય છે જ્યાંથી સરળતાથી સીધી ફ્લાઇટ મળી જતી હોય છે. તેવી જ વ્યવસ્થા ઉભી કરવા ભારત આગળ વધી રહ્યું છે. તેના માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એરપોર્ટ પર સુરક્ષા અને ઈમિગ્રેશન અવરોધોને હળવા કરવા તેમજ આંતરરાષ્ટ્રીય ઉડાન અધિકારોની ફાળવણી કરવા સહિતના મુદ્દે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
દિલ્લી સહિતના ભારતીય એરપોર્ટ દુબઇ, અબુ ધાબી, સિંગાપોર જેવી એર કનેક્ટિવિટી મળશે
ભારત તેના એરપોર્ટને મુખ્ય આંતરરાષ્ટ્રીય હબમાં રૂપાંતરિત કરવા માટે રાષ્ટ્રીય નીતિ ઘડી રહ્યું છે જે દક્ષિણ એશિયાના ક્ષેત્રમાં સિંગલ-પોઇન્ટ ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી પ્રદાન કરશે.
આ પોલિસી જેને કેબિનેટની મંજૂરીની જરૂર પડશે, તેનો ઉદ્દેશ્ય એરપોર્ટ પર સુરક્ષા અને ઇમિગ્રેશનની અડચણોને હળવી કરવા, આંતરરાષ્ટ્રીય ફ્લાઇંગ રાઇટ્સ ફાળવવા અને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનો છે. જેથી દિલ્હી જેવા એરપોર્ટ દુબઇ અને સિંગાપોરના ચાંગી એરપોર્ટની જેમ હરીફાઈ કરતા ટ્રાન્ઝિટ હબ બની શકે તેવું પોલિસી બનાવવા સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું હતું.
હબ સમગ્ર વિસ્તારમાંથી પેસેન્જરની માંગને એકીકૃત કરે છે અને વિશ્વભરના મોટા શહેરો માટે ઘણી સીધી ફ્લાઇટ્સ ઓફર કરે છે.
2020માં 69% ભારતીય મુસાફરોએ અમેરિકા-યુરોપની મુસાફરી વાયા દુબઇ-દોહા કરી!!
નાણાકીય વર્ષ 2020માં, યુરોપ અને ઉત્તર અમેરિકા જનારા 69% ભારતીય મુસાફરોએ વિદેશી એરલાઇન્સમાં દુબઈ, અબુ ધાબી અને દોહા જેવા હબમાંથી મુસાફરી કરી હતી. આ એરલાઇન્સ અને એરપોર્ટ માટે આવકનું મોટું લિકેજ છે અને ભારતીય ઉડ્ડયન ઇકોસિસ્ટમ લાંબા અંતરના આંતરરાષ્ટ્રીય ટ્રાફિકમાં વૃદ્ધિનો લાભ લેવા સક્ષમ નથી, તેવું સરકારી અધિકારીએ જણાવ્યું હતું. “એર ઈન્ડિયા અને ઈન્ડિગો વધુ આંતરરાષ્ટ્રીય ટ્રાફિકને ધ્યાનમાં રાખીને સરકાર આ નીતિ બનાવવાનું વિચારી રહી છે.