આજ કાલના વ્યસ્ત જીવનમાં કોઈપણ વ્યક્તિને તમે પૂછો તો ખાલી તે કહેવા પૂરતા કહેશે કે હું મજામાં છું. પણ તેના મનમાં કેટલી જાતની ચિંતા ચાલતી હોય છે તે તેને ખબર હોય છે. બીજાને સારું લગાડવા તે આવા જવાબ આપતા હોય છે. ત્યારે વ્યસ્ત જીવનમાં તેને ક્યારેક એમ થતું હશે કે આમાં નિરાંત ક્યારે આવશે આ જિંદગીમાં ? તો ઘરે રહી એવી અમુક નાની વાતોનું ખાસ ધ્યાન લેવાથી તમે જીવનમાં જાતેજ નિરાંતની અનુભૂતિ થ00ઈ શકે તેના વિવિધ રસ્તા આપીશું.
કુદરતને નિહાળો
ક્યારેક સમય અંતરે જીવનમાં કુદરત સાથે સમય કાઢતા શીખી જાવ તો નિરાંત અને આનંદ બંને સાથે આવશે. કુદરત તે દરેક માટે ખાસ ભૂમિકા ભજવે છે. કોઈ પોતાના વિચારોને વ્યક્ત કરી શકે છે સાથે તેની લીધે તે પોતાના સવાલોના જવાબ મેળવી શકે છે. તો સમય સાથે આનંદ મેળવવો હોય તો કુદરત સાથે જીવનને જીવતા શીખો.
ફૂલ-ઝાડ રોપો
તમારી દરેક મનગમતી પ્રવૃતિ સાથે જીવનને જીવો તેમાં પણ ફૂલ ઝાડને રોપો અને તેને વિશેષ શૌખ બનાવો.આવું કરવાથી તમારા મનનું ધ્યાન બીજી જગ્યાએ જશે અને કુદરત તે મનના પ્રશ્નોને સમાધાન આપશે. જેમ બાળકનો ઉછેર થાય તેવી રીતે જો તમે વૃક્ષ અને રોપા વાવો તો તમે કુદરતથી જોડાવ છો અને તેનાથી કુદરત તમારી સમસ્યાનું સમાધાન આપશે.
સંગીત સાંભળો
સંગીત તે દરેક વ્યક્તિના મન અને વિચારો નવા માર્ગ આપે છે.સમય સાથે જો સંગીત સાંભળો તો વિચારો નવા આવશે અને તમારું મન પણ શાંત થઈ શકશે. જ્યારે ખૂબ સ્ટ્રેસ હોય ત્યારે આ નિયમ યાદ રાખો. સંગીત તે અનેક રીતે મનને નવા રસ્તા આપી અને જીવનને ખૂબ સરળ બનાવે છે.