સૌરાષ્ટ્રના મુખ્ય ઔઘોગિક મથક રાજકોટને એર અને રેલ કનેક્ટિવીટીથી તત્કાલ જોડો: ગ્રેટર રાજકોટ ચેમ્બરની નાગરીક ઉડ્ડયન રેલવે મંત્રીને રજુઆત: ગ્રેટર ચેમ્બરે સૌરાષ્ટ્રના સાંસદોને પણ પ્રબળ રજુઆત કરી

સૌરાષ્ટ્રના મુખ્ય ઔઘોગિક મથક રાજકોટને એર અને રેલ કનેકટીવીટીથી તાત્કાલીક જોડવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નાગરીક ઉડ્ડયન મંત્રી અને રેલવે મંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવી છે.

ગ્રેટર ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઇ વોરા તથા ઉપપ્રમુખ રાજીવભાઇ દોશીએ એક યાદીમાં જણાવાયું છે કે અત્રેથી લોકડાઉન સમય દરમ્યાન સર્વે પ્રકારોના વાહન વ્યવહારો સ્થગિત કરવામાં આવેલ તે મુજબ એર તથા રેલ કનેકટીવીટીને પણ સ્થગિત કરવામાં આવ્યા છે. હવે જયારે લોકડાઉનમાં છુટછાટો આપવાની શરુઆત થઇ છે ત્યારે રેલ તથા એર કનેકટીવીટીમાં પણ છુટછાટ કરવાનું નકકી કરવામાં આવ્યું છે. આના ભાગ‚પેગુજરાતનામાત્રએકજશહેરનેરેલતથાએરકનેકટીવીટીથીજોડવામાંઆવનાર છે. ગુજરાત રાજયે ઘણી વસ્તી અને મોટા વિસ્તાર ધરાવતું ઔધોગિક રાજય છે. આપણા રાજયમાં દક્ષિણ ગુજરાતથી માંડી સૌરાષ્ટ્ર સુધી ઘણા જ મહત્વના ઉઘોગો સ્થાપીત થયેલ છે. સૌરાષ્ટ્રના વડા મથક સમાન ઔઘોગિક શહેર રાજકોટને પણ સમગ્ર રાષ્ટ્રમાં અહીંના ઉત્૫થાદનો વેચાણ થતા હોય ઉઘોગીક પ્રોડકટના માર્કેટીંગ અર્થે જવા આવવાનું રહેતું હોય છે.

હવે જયારે બે માસના લાંબા સમયના લોકડાઉન બાદ ફરી ઉઘોગો શરુ થઇ રહ્યા છે ત્યારે ઔઘોગિક ઉત્પાદનોને માર્કેટ મેળવવા રાષ્ટ્રીય કક્ષાના જુદા જુદા સેન્ટરોમાં જવું આવવું ખુબ જ જરુરી બની રહેલું છે. જેથી હાલમાં શરુ કરવામાં આવેલ આંશિક યાતાયાતના ભાગ‚ રૂપે રેલવે તથા એર કનેકટીવીટી દ્વારા રાજકોટને પણ સાંકળી લેવું ખાસ જરૂ‚રી છે.

આ અંગે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કેન્દ્ર સરકારના ડાયરેકટર જનરલ સિવિલ એવીએશન તથા નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરી અને રેલ્વે બોર્ડના ચેરમેન તથા રેલ્વે મંત્રી પિયુષ ગોયેલ સમક્ષ ભારપૂર્વક રજુઆતમાં ખાસ કરીને રાજકોટ દિલ્હી અને રાજકોટ મુંબઇ વચ્ચે હવાઇ સેવા તથા સીધી રેલવે સેવાની કનેકટીવીટી તાત્કાલીક શરુ કરી સૌરાષ્ટ્રના ઉઘોગોને પોતાના ઉત્પાદનોના માર્કેટીંગ અર્થે જવા આવવામાં સગવડતા મળી રહે તેમ કરવા રજુઆત કરી છે.

આ રજુઆત અંગે સૌરાષ્ટ્રના સર્વે લોક પ્રતિનિધિઓ મોહનભાઇ કુંડારીયા-રાજકોટ, રાજેશ સોલંકી-જુનાગઢ, પુનમબેન માડમ-જામનગર,

રમેશભાઇ ધડુક-પોરબંદર તેમજ સુ.નગરના લોકસભ્ય અને ભાવનગરના શ્રીમતિ ભાવનાબેન શીયાળ તેમજ અમરેલીના લોકસભ્ય કાછડીયા વગેરેનેનકલ રજુ કરી ભારપૂર્વવર્ક સહકાર આપવા ઈલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.