Table of Contents

વિરોધ પ્રદર્શનના ઓઠા હેઠળ ગૌમાતાની કતલ કરી સરેઆમ મિજબાની માણવાના કૃત્ય સામે ગૌરક્ષકો મેદાને: ગૌમાંસની જીદ કેટલી વ્યાજબી?: ‘અબતક’નો વિશેષ અહેવાલ

વિશ્ર્વ ભારતને શાકાહારી દેશ તરીકે જુએ છે પરંતુ દેશમાં શાકાહારીઓ કરતા માંસાહારીનું પ્રમાણ વધારે છે. જે વાસ્તવિકતા છે ભારતીય સંસ્કૃતિમા માંસાહારને પાપ ગણવામાં આવે છે અને ખાસ કરીને ગૌમાંસ આરોગવાના કૃત્ય તો મહાપાપ સમાન ગણાય છે. ગુજરાત બાદ કેન્દ્ર સરકાર પણ અબોલ જીવોની હત્યા પ્રત્યે સંવેદનશીલ રહી છે અને ગૌવંશ સહિતના અબોલ પશુઓના માંસ મેળવવા માટે અથવા કતલખાને ધકેલવાના હેતુથી થતા વેચાણ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. જેના પડઘા સમગ્ર દેશમા પડયા છે. બહોળો વર્ગ સરકારના આ પગલાની સરાહના કરી રહ્યો છે. અલબત એક વર્ગ એવો છે જે સરકારના કાયદાની ટીકા કરે છે. તાજેતરમાં જ કેરળમાં કોંગ્રેસે સરેઆમ રોડ વચ્ચે ગૌવંશની હત્યા કરી માંસની મીજબાની માણી હોવાની ઘટના સામે આવી હતી આ બનાવથી અરેરાટી મચી જવા પામી હતી કેરળ કોંગ્રેસનું આ ઘાતકી પગલુ જીવરક્ષકો અને ગૌપ્રેમીઓ માટે આઘાત જનક રહ્યું છે. કેરળમાં બનેલી આ ઘટનાના ઉગ્ર પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડયા છે. ખાસ કરીને ગુજરાત એમા પણ રાજકોટમાં આ ઘટનાથી રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ગૌવંશની હત્યા સંબંધે અને સરકારના કાયદા અંગે રાજકોટના બૌધ્ધીકો આગેવાનો શું માને છે? તે જાણવા ‘અબતક’ની ટીમ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે.

આ કૃત્ય કરનારે વિકૃતિની હદ વટાવી: ભાવિન દફતરી

ભાવિન દફતરી
ભાવિન દફતરી

કોંગ્રેસના પાંચ કાર્યકરો દ્વારા વાછરડાની હત્યા કરાયાના તાજેતરનાં બનાવથી અરેરાટી વ્યાપી ગઈ છે. આ અંગે અબતક સાથે ખાસ સંવાદ કરતા એડવોકેટ ભાવિન દફતરીએ જણાવ્યું કે, આ કૃત્ય કોંગ્રેસે કર્યું કે ભાજપે એ મહત્વનું નથી. પરંતુ જે વ્યકિતએ કર્યું તે મહત્વનું અને ખૂબજ શરમજનક છે. કૃત્ય કરનારે વિકૃતાની હદ વટાવી દીધી એમ કહી શકાય તેઓને સખત સજા થવી જોઈએ અને કોંગ્રેસે તેમને સસ્પેન્ડ કર્યા એ સા‚ પગલુ છે. પરંતુ એ લોકોની માનસીકતા કેવી હશે કે તેમણે આવું કૃત્ય કર્યું? એ વિચારવાની જ‚ર છે. આવા કૃત્યો રોકવા ગુજરાત સરકારે કાયદો ઘડયો છે. આ અંગે આરોપીઓની સજા વધારીને ૧૦ વર્ષ કરાઈ છે. તેમજ ગાયની લે વેચ વગેરે કેસોમાં પોલીસ મુદામાલ કબ્જે કરી કોર્ટમાં રજુ કરી શકે છે. સરકાર તો પ્રયત્નો કરે જ છે. પરંતુ સમાજે પણ આ પ્રત્યે જાગૃતી લાવવી જોઈએ અને કાયદાનું પાલન કરવું જોઈએ આ બાબતે અલગ અલગ કાયદાઓ અંગે તેમણે જણાવ્યું કે, કેરળમાં નોનવેઝ માટે પ્રતિબંધ મૂકી શકાય નહિ પરંતુ ગાયના માંસ પર ચોકકસ પ્રતિબંધ લાવી શકાય.

કોઈ જીવને મારી ખાવુ એવું આપણી સંસ્કૃતિમાં નથી: ચેમ્બર પ્રમુખ વોરા

ચેમ્બર પ્રમુખ વોરા
ચેમ્બર પ્રમુખ વોરા

ગ્રેટર ચેમ્બર પ્રમુખ ધનસુખભાઈ વોરાએ તાજેતરમાં ગૌ વંશની થયેલી હત્યાને વખોડી કાઢતા જણાવ્યું હતુ કે આ વાછરડાને મારીને માંસ ખાનરા ભાજપના કે કોંગ્રેસના હતા તે દ્રષ્ટિએ હું જોતો નથી હું માત્ર તે રીતે જોવું છઉં કે આ અમાનીય કૃત્ય કોઈ માણસે કર્યું છે જે પણ માણસે આ કૃત્ય કર્યુંહ છે. તે વ્યાજબી નથી કારણ કે આપણા દેશની સંસ્કૃતિમાં કોઈ પણ જીવને હેરાન કરીને મારી ખાવું એવું આપણી સંસ્કૃતિમાં નથી જે લોકો માસાહારી છે તેનાથી કોઈ નફરત નથી અને તેને આપણે કોઈ કહેવાનું નથી પણ અત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એવું સાબીત કર્યું છે કે શાકાહારી ફૂડ છે. એ વધારે હાઈઝેનીક છે. દુનિયા આખી અત્યારે શાકાહારી ફૂડ તરફ જઈ રહી છે.

સમગ્ર દેશમાં કાયદો એકસમાન હોવો જોઈએ: કાશ્મીરાબેન નથવાણી

કાશ્મીરાબેન નથવાણી
કાશ્મીરાબેન નથવાણી

અબતક સાથે ખાસ વાતચીત કરતા કાશ્મીરાબેન નથવાણીએ જણાવ્યું હતુ કે આ એક ખૂબજ દુ:ખદ ઘટના છે. ગાયને માતા તરીકે પૂજા થતી હોય ત્યાં આવું કૃત્ય હિન માનસિકતાની નિશાની છે. અને મને આનંદએ વાતનો છે કે આ કૃત્ય કરનાર કોંગ્રેસના પાંચેય કાર્યકરોને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તાત્કાલીક સસ્પેન્ડ કરી દીધા. કોંગ્રેસ કયારેય આવા હિન કૃત્ય કરનારની સામે પગલા લેવામાં અચકાતી નથી. પરંતુ ભાજપ આ વાતને છાવરે છે. હું વડાપ્રધાન પાસે અને સ્થાનિક કેરળનાં ભાજપના અગ્રણીઓ પાસે અપેક્ષા રાખું છું કે તેઓ જેમ કોંગ્રેસે તાત્કાલીક પગલા લીધા તેમ ભાજપે ગૌમાસ પર ટીપ્પણી કરનાર તેના ઉમેદવાર પર પગલા લેવા જોઈએ. ગૌમાસ અને હત્યા પર જુદા જુદા કાયદાની અમલવારી પર તેમણે જણાવ્યું કે કેરળમાં છૂટછાટ છે તો ગુજરાતમાં નથી આવું ન હોવું જોઈએ સમગ્ર દેશમાંએક સમાન કાયદો હોવો જોઈએ અને જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખરેખર આ ગૌરાષ્ટ્રના રાજા હોવાનો તેમણે આ માટે વહેલી તકે કડક કાયદો બનાવી ગૌહત્યા રોકવી જોઈએ.

ભાજપને ચૂંટણી સમયે જ ગૌહત્યા દેખાય છે: વશરામભાઈ સાગઠીયા

વશરામભાઈ સાગઠીયા
વશરામભાઈ સાગઠીયા

વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યું હતું કે, ભાજપના મિત્રોને જયારે ચૂંટણી આવે ત્યારે જ ગૌહત્યા દેખાય છે. ગૌહત્યા અને ગૌ માસનો હું પોતે જ વિરોધી છું પરંતુ આ બીજેપીના શાસનમાં આજ સુધી જેટલો બીફનો નિકાસ યો છે. એવો ભૂતકાળની એક પણ સરકારમાં યો ની. કેરલના બાય ઈલેકશનમાં બીજેપીનો કેન્ડીડેટ જાહેરમાં જાહેરમાં બોલતો હોય છે કે બીફ ખાવું એ અમારો જો પોતાના શાસક પક્ષના ઉમેદવાર જ આવુ જાહેરમાં બોલતા હોય અને ગુજરાતમાં ચૂંટણી સમયે ગૌહત્યાના કાયદા બનાવવામાં આવે છે. તાજેતરમાં જ કેરળમાં બનેલી ઘટનાને પગલે કોંગ્રેસે તે વ્યક્તિને પાર્ટીમાંી તાત્કાલીક સસ્પેન્ડ કરી દીધા છે પરંતુ ભાજપ દ્વારા તેમના આવા કાર્યકરો સામે કોઈ પણ પ્રકારના પગલા ભરવામાં આવતા ની. હું પણ ગૌપ્રેમી છું અને આજની તારીખે પણ હું મારા ઘરે ગાય રાખુ છું. ગૌ માતા સિવાય બીજા પણ જીવોની હત્યા ન વી જોઈએ તેવું મારું વ્યક્તિગત માનવું છે.

આપણે ગાયનું મહત્વ સમજતા નથી પણ વિદેશીઓ સમજે છે: રમેશભાઈ ઠકકર

રમેશભાઈ ઠકકર
રમેશભાઈ ઠકકર

શ્રીજી ગૌશાળા ટ્રસ્ટના રમેશભાઈ ઠકકરએ કહ્યું હતું કે, આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ ગાયને ક્રિષ્ના ભગવાને માતાનું માન આપ્યું છે. કોંગ્રેસ, ભાજપ કે કોઈ અન્ય પક્ષ હોય સરકારે ગૌરક્ષાનો જે કાયદો ઘડયો તે વિરુઘ્ધ આ ખુબ જ અયોગ્ય કૃત્ય છે. માંસને આરોગવુ એ પણ અયોગ્ય છે. તેમણે ન્યુઝીલેન્ડમાં દાખલો આપતા ઉમેર્યું કે, ન્યુઝીલેન્ડમાં ઘણી બધી જર્સી ગાયો છે ત્યાં એવું છે કે પાંચ વેતર થયા બાદ ગાયને કાપી શકાતી પણ હવે ન્યુઝીલેન્ડ સરકારે એવું નકકી કર્યું છે કે ૧૪-૧૫ વેતર થાશે તો પણ ગાયને કપાશે નહીં. હવે ન્યુઝીલેન્ડ ભારતમાંથી ગાયો લઈ જશે અને તેમનું સંવર્ધન કરશે. જો ન્યુઝીલેન્ડ બ્રાઝિલ જેવા દેશો આપણી ગાય લેવા માટે તત્પર હોય તો આપણે શા માટે તેનું મહત્વ સમજતા નથી. આવા કૃત્ય પર રમેશ ઠકકરે પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા કે શું રોડ-રસ્તાઓ પર લાશ પડી હોય તો તે આપણે ખાઈએ છીએ ?? તાજેતરમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા ગૌહત્યાના બનાવ પર તેમણે આકરી ટીપ્પણી કરી નિંદા વ્યકત કરી હતી.

ગૌહત્યા કરનારને ફાંસી થવી  જોઈએ: હરેશ ચૌહાણ

હરેશ ચૌહાણ
હરેશ ચૌહાણ

ગુજરાત બજરંગદળ પ્રમુખ હરેશ ચૌહાણે જણાવ્યું હતું કે, ગૌરક્ષાના મુખ્ય ઉદ્દેશી બજરંગદળ છેલ્લા ઘણા સમયી દેશભરમાં વિવિધ આંદોલન કરી રહ્યું છે. ગૌમાતા માટે સરકારે જે કાયદો ઘડયો છે. તે આદરણીય છે. કેરળમાં યુવા કોંગ્રેસ દ્વારા જે કૃત્ય યું છે તે વખોડવા લાયક છે. આઝાદી બાદ પણ જો આવી ઘટના બને એ શરમજનક છે. એક તો કોંગ્રેસનો ઈતિહાસ કલંકિત રહ્યો છે. ગૌમાતાની રક્ષા માટે કયારેય કોંગ્રેસે સર્મન ની કર્યું. ગૌમાતાના સરકારના કાયદા વિરુધ્ધ કોંગ્રેસનો આ વિરોધ છે. આવા વ્યક્તિઓની તાત્કાલીક ધરપકડ કરીને ફાંસીની સજા ફટકારવી જોઈએ.

પશુઓનું વેચાણ બંધ કરવાના કાયદા સામે સ્ટે મુકતી મદ્રાસ હાઈકોર્ટ

મદ્રાસ હાઈકોર્ટ
મદ્રાસ હાઈકોર્ટ

કતલખાને ધકેલવાના હેતુસર અબોલ પશૂઓનાં વેચાણ અને ખરીદ ઉપર કેન્દ્ર સરકારે પ્રતિબંધ મૂકવાના આદેશ આપ્યો છે. આ આદેશ સામે ગઈકાલે મદ્રાસ હાઈકોર્ટે સ્ટે મૂકી દીધો છે. મદુરાઈ ખંડપીઠે ચાર અઠવાડીયા સુધી સ્ટે મૂકવાનો નિર્ણય લીધો છે. અને કેન્દ્ર સરકારને આ અંગે જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટને દાખલ કરાયેલી અરજીમં દલીલ કરાઈ છે કે કોણ શું ખાશે તે નકકી કરવાનો અધિકાર વ્યકિતને પોતાને હોય છે. અન્ય વ્યકિત બીજાના ભોજન અંગે નિર્ણય ન લઈ શકે.

યોગ્ય કાર્યવાહી નહીં થાય તો માલધારી સમાજ ઉગ્ર આંદોલન કરશે: ભીખાભાઈ ભરવાડ

ભીખાભાઈભરવાડ
ભીખાભાઈ ભરવાડ

માલધારી સમાજ અગ્રણી ભીખાભાઈ ભરવાડે કહ્યું હતુ કે કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા જે ઘટના ઘટી છે તે આગામી સમયમાં બનાવી ન જોઈએ આ ઘટના ખૂબજ દુ:ખદ ગણી શકાય, કેરળમાં બનેલી આ ઘયના સામે જો કોઈ કાર્યવાહી નહી થાય તો માલધારી સમાજ ઉગ્ર આંદોલન કરશે અને આ કૃત્ય કરનાર વ્યકિતઓને ફાંસી સુધીની સજા થવી જોઈએ.

ગાયનું મહત્વ મુસ્લિમો પણ સમજે છે: હબીબ કટારીયા

vlcsnap 2017 05 31 09h05m56s143
હબીબ કટારીયા

મુસ્લિમ આગેવાન હબીબભાઈ કટારીયાએ તાજેતરમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા વાછરડાના કતલ પર અબતક સાથે ખાસ વાતચીતમાં ટીપ્પણી કરતા કહ્યું કે ગૌમાતામાં ૯૪ સમાયેલા છે. જેનું મહત્વ હિંદુઓ તેમજ મુસ્લિમો પણ સમજે છે. મુસ્લિમો પણ ગૌશાળા ચલાવે છે. ગૌમાતાનું કતલ ન થાવું જોઈએ તેમાં હું પણ સહમત છું. હિન્દુસ્તાનના કાયદાના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરના કાયદાઓને પણ અનુસરતા નથી ગૌહત્યા પર પ્રતિબંધ છે અને આ પર ડો.ભીમરાવ આંબેડકરે જે કાયદાઓ ઘડયા તેને જ‚રને જ‚ર અનુસરવા જોઈએ. કેરલ મહારાષ્ટ્ર જેવા રાજયોમાં અમલવારી થાય અને ગુજરાતમાં અમલવારી કરવા પર પ્રતિબંધ મુકે તે અયોગ્ય છે. સમગ્ર દેશમાં એક સરખો કાયદો હોવો જોઈએ.

માત્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં ગૌહત્યા ઉપર પ્રતિબંધ મૂકાવો જોઈએ: નિલેશ વિરાણી

નિલેશ વિરાણી
નિલેશ વિરાણી

આ ઘટના અંગે ‘અબતક’ સાથે ખાસ વાતચીત કરતા જીલ્લા પંચાયત પ્રમુખ નિલેશ વિરાણી એ જણાવ્યું હતુ કે, આ ઘટનાને વખોડી કાઢું છું જે પણ લોકોએ આ કૃત્ય કર્યું છે. તેમને આકરામાં આકરી સજા થવી જોઈએ ગૌમાંસ પર ટિપ્પણી કરતા તેમણે વધુમાં જણાવ્યું હતુ કે એક તરફ ગાયને માતા તરીકે પુજીએ છીએ તો બીજી તરફ તેનું માંસ ખાઈએ છીએ જે ખરેખર અયોગ્ય છે. ગીતામાં માંસનું ભક્ષણ કરનારા રાક્ષસ ગણાય. સમગ્ર દેશમાં ગૌ માંસ અને હત્યાનો કાયદો લાગુ કરવો જોઈએ ગુજરાત જ નહિ સમગ્ર ભારત દેશમાં ગૌહત્યા પર પ્રતિબંધ મૂકો અને જે વ્યકિત આનું પાલન ન કરે તેને આકરી સજા ફટકારવી જોઈએ.

ગૌહત્યાના કાયદામાં ગુજરાતનું અનુકરણ અન્ય રાજયો કરશે: પુષ્કર પટેલ

પુષ્કર પટેલ
પુષ્કર પટેલ

ગૌસંરક્ષણ અને માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, કાયદા જે કાંઈ પણ ઘડવામાં આવે છે તે ખૂબજ કડક રીતે ઘડવામાં આવે છે. જેમાં ગૌવંશ હત્યાનો મુદ્દો હોય, અવા તો દા‚બંધી હોય એની અમલવારી પણ ચુસ્તપણે ાય એના માટે રાજય સરકાર કટિબધ્ધ હોય છે. મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી દ્વારા લોકોને આશ્ર્વાસન આપે છે કે જે કોઈ કાયદો બનશે તેનું પાલન ાય તે માટેની પણ સરકાર લેવલે ખૂબજ ચિંતા કરવામાં આવે છે. હિન્દુસ્તાનમાં ગૌમાતાએ લાખો લોકોનું એક આસનું કેન્દ્ર છે. એવું માનવામાં આવે છે કે ૩૩ કરોડ દેવતા ગાય માતામાં વાસ કરતા હોય છે. ગુજરાત સરકારે ગૌવંશ હત્યાના કાયદાનું નિર્માણ કર્યું છે. આ જ પ્રકારે અન્ય રાજયો પણ ગુજરાતનું અનુકરણ કરીને આવા કાયદાઓ ઘડશે.

માત્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં ગૌહત્યા ઉપર પ્રતિબંધ મૂકાવો જોઈએ: નિલેશ વિરાણી

આ ઘટના અંગે ‘અબતક’ સાથે ખાસ વાતચીત કરતા જીલ્લા પંચાયત પ્રમુખ નિલેશ વિરાણી એ જણાવ્યું હતુ કે, આ ઘટનાને વખોડી

નિલેશ વિરાણી
નિલેશ વિરાણી

કાઢું છું જે પણ લોકોએ આ કૃત્ય કર્યું છે. તેમને આકરામાં આકરી સજા થવી જોઈએ ગૌમાંસ પર ટિપ્પણી કરતા તેમણે વધુમાં જણાવ્યું હતુ કે એક તરફ ગાયને માતા તરીકે પુજીએ છીએ તો બીજી તરફ તેનું માંસ ખાઈએ છીએ જે ખરેખર અયોગ્ય છે. ગીતામાં માંસનું ભક્ષણ કરનારા રાક્ષસ ગણાય. સમગ્ર દેશમાં ગૌ માંસ અને હત્યાનો કાયદો લાગુ કરવો જોઈએ ગુજરાત જ નહિ સમગ્ર ભારત દેશમાં ગૌહત્યા પર પ્રતિબંધ મૂકો અને જે વ્યકિત આનું પાલન ન કરે તેને આકરી સજા ફટકારવી જોઈએ.

જીવ હત્યા માત્ર હિન્દુ નહીંપરંતુ તમામ ધર્મમાં થાય: મેયર

જૈમન ઉપાઘ્યાયે (મેયર)
જૈમન ઉપાઘ્યાયે (મેયર)

ગાયના સંરક્ષણ માટેના કડક કાયદા બનાવવામાં આવે છે. પરંતુ ચુસ્ત અમલવારી નથી થતી એવું શું કારણ છે તે પ્રશ્ર્નના જવાબમાં  મેયર જૈમન ઉપાઘ્યાયે અબતકને કહ્યું કે, ગુજરાતમાં ગાયના સંરક્ષણના જે કાયદા છે તે વિજયભાઇના નેજા હેઠળ ખુબ કડક બનાવાયા છે અને અમલવારી પણ થાય છે. જે કાંઇ બનાવ બન્યો છે એ કેરળમાં બન્યો છે. એટલે સ્વાભાવિક છે કે કેન્દ્ર સરકારએ દિશામાં આગળ વધી રહી હોય ત્યાં કાયદા બન્યા છે કે નહિ એ ખ્યાલ નથી. ગુજરાતમાં કડક કાર્યવાહી થઇ છે અને સરકારે વચન આપ્યું છે કે ગૌને બચાવવા માટે અમે આટલું આટલું કરશું. કોઇપણ જીવનની હત્યા હિંદુ ધર્મ જ નહી પરંતુ બધા જ ધર્મમાં ન થવી જોઇએ. શકાહારી જીવન એજ સાચું જીવન છે.

સમાજના દરેક વર્ગમાં ગાયના મહત્વની સમજણ હોવી જોઈએ: ડો.વલ્લભ કથીરીયા

ડો.વલ્લભ કથીરીયા
ડો.વલ્લભ કથીરીયા

ડો.વલ્લભ કથીરીયાએ ટેલીફોનિક વાતચીતમાં કહ્યું હતું કે, ગાય લોકોને દૂધ આપે છે એ રીતે જ જોવે છે અને દૂધ ન આપે તો બીફ તરીકે ગણવામાં આવે છે. આ વાત ન થવી જોઈએ ભ્રમક વસ્તુ છે. ગાય મરે ત્યાં સુધી ગોબર અને ગૌમુત્ર આપે છે. જો ગાયની યોગ્ય માવજત કરવામાં આવે તો ૧૦ લીટર દુધ અને ૧૦ કિલો છાણ આપી શકે. કેરળનો બનાવ નિંદનીય છે તેને હું વખોડુ છું. આ ઘટનાને લઈને લોકોને ગેરસમજ હોય તો દુર કરવી જોઈએ. ગાયનું મહત્વ સમાજના દરેક અંગમાં હોવુ જોઈએ. બધા જ દેશમાં અને કોઈ પણ ધર્મના લોકોને ગાય દરેક રીતે ઉપયોગી છે.

હિન્દુ સંસ્કૃતિને બચાવવી જરી: કમલેશ મિરાણી

કમલેશ મિરાણી
કમલેશ મિરાણી

કમલેશ મિરાણીએ ટેલીફોનિક વાતચીતમાં કહ્યું હતું કે, રાજકોટના ‚પાણી સી.એમ. બન્યા પછી ગુજરાત સૌપ્રથમ એવું છે જયાં ગૌહત્યા ન થવી જોઈએ. ગૌમાતા હિન્દુ સંસ્કૃતિમાં જન્મ્યા છીએ ત્યારે સંસ્કૃતિ બચાવવી એ દરેકનું મહત્વ છે.પોલીટીશ્યન તરીકે વિરોધ કરતા હોય પરંતુ બધી પ્રજા પણ અત્યારેઉગ્ર થઈ છે ત્યારેકોઈ પણ જીવને મારવાનો અધિકાર નથી. મચ્છરથી હાથીસુધી કોઈપણ જીવ હોય એને જીવન મળ્યું છે. એને જીવવાનો હકક છે એના કાયદાબનાવવા જોઈએ.

આવા કૃત્યની કોઇ માફી નથી: રાજુ જુંજા

રાજુ જુંજા
રાજુ જુંજા

ગુજરાત સરકારે જે કાયદો ઘડયો છે. તેનો અમલ થતો નથી. સરકારે આ અંગે ગંભીર થવાની જરુર છે. કાયદો ઘડવા કરતા તેની અમલવારી થવી જરુરી છે. જો કાયદાની કડક અમલવારી અને આ કૃત્ય કરનાર શખ્સોની સામે કાર્યવાહી થશે તો જ આવા બનાવો અટકાવી શકાશે. કોંગ્રેસ ના કાર્યકરોએ કરેલા આ કૃત્ય માટે કોઇ માફી નથી. પાર્ટીએ ભલે પગલા લીધા હોય તેમ છતાં સરકારે પણ સજાગ બની કડક કાર્યવાહી કરવી જોઇએ.

અનિચ્છિનીય ઘટના પાર્ટી સાથે નહીં ધર્મ સાથે જોડાયેલી હોય છે: રણજીત મુંધવા

રણજીત મુંધવા
રણજીત મુંધવા

માલધારી સમાજ અગ્રણી રણજીતભાઇ  મુંધવાએ જણાવ્યું હતું કે ૧૯૮૦ની અંદર કોંગ્રેસની સરકારી હતી તે પહેલાથી નિયમ છે કે તમારે પશુની હેરફેર કરવી હોય તો તમને સરપંચ કે તાલુકાના મંત્રી લેટર આપે તે લેટરના આધારે તમે હેરફેર કરી શકો છો. પરંતુ હાઇવે ઉપર પશુ ભરેલા વાહનો જતા હોય છે ત્યારે કોઇ કારણસર તેને રોકવામાં આવતા નથી અને ગૌ પ્રેમીઓ દ્વારા તેને રોકવામાં આવે છે તો તેના ઉપર ફરીયાદ નોંધવામાં આવે છે. તેથી જો સરકાર આવી વાત કરતી હોય તો તે માત્રને પાત્ર કાગળ પર લઇ આવવાની સરકારની નીતી છે. કોઇપણ અનિચ્છિનીય ઘટના બને તે ધર્મ સાથે જોડાયેલી હોય છે કોઇપણ પાર્ટી સાથે જોડાયેલી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.