સુરતમાં કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ પત્રકાર પરીષદ સંબોધી કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો
ગુજરાત વિધાનસભા ચૂંટણીના ભાજપના કેન્દ્રીય ઈન્ચાર્જ તેમજ કેન્દ્રીય નાણામંત્રી અ‚ણ જેટલી સુરતની મુલાકાતે આવ્યા હતા. તેઓએ સુરત ખાતે પત્રકાર પરિષદ સંબોધી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
અ‚ણ જેટલીએ કહ્યું કે, ગુજરાત રાજય ભાજપ માટે મહત્વનું પ્રાંત છે. ગુજરાતનો વિકાસ અન્ય માટે પ્રેરણા‚પ છે. ગુજરાતે આર્થિક વિકાસ જોયો છે. કોંગ્રેસનું ૧૦ વર્ષનું શાસન સૌથી ભ્રષ્ટ હતું. કોંગ્રેસના ગઠબંધનો તકવાદી છે.
વધુમાં તેઓએ કોંગ્રેસ વિશે કહ્યું કે કોંગ્રેસ તેનો ઈતિહાસ ભૂલીને ભ્રષ્ટ થઈ છે.કોંગ્રેસના પ્રધાનમંત્રી મનમોહનસિંઘ પદ પર બેઠા હતા પરંતુ સત્તા પર ન હતા. તેઓ પાસે પદ હતું પરંતુ તેઓ જવાબદારીઓ સંભાળવામાં નિષ્ફળ ગયા છે. કોંગ્રેસના નીતિ-નિર્માણને લકવો થઈ ગયો છે.
અ‚ણ જેટલીએ વધુમાં ઉમેર્યું કે મોદી સરકારે ત્રણ વર્ષ પુરા કરી ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આ ત્રણ વર્ષ સુધી ભારત વિશ્ર્વના મોટા દેશો સાથે ચાલ્યુ છે. ભારતમાં આર્થિક બાબતો જોવા જઈએ તો ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પણ વધ્યું છે. અગાઉ કોંગ્રેસની સરકાર વખતે પાંચ નબળા દેશમાં ભારત પ્રવેશદ્વારે હતું. ભાજપ સરકાર આજે ભારતના મોટા દેશોની હરોળમાં આવ્યું છે.
કોંગ્રેસ પોતાનો ઈતિહાસ ભુલી બેઠી છે અને જાતીવાદ ફેલાવી રહી છે. કોંગ્રેસ દ્વારા કોલસા, બોફોર્સ જેવા કૌભાંડો જ આચરવામાં આવ્યા છે હજુ પણ કોંગ્રેસના યુપીએના કૌભાંડો બહાર આવી રહ્યા છે. અંતમાં કેન્દ્રીય નાણામંત્રી જેટલીએ જણાવ્યું કે સુશાસનની ક્ષમતા એકમાત્ર ભાજપમાં છે. ભાજપે તમામ વર્ગોના લોકોને સાથે રાખી વિકાસ કર્યો છે. વધુમાં ગુજરાત તો ભાજપ સરકાર માટે અતિ મહત્વનું સ્થળ છે.