જામનગર જીલ્લા પંચાયતની સમિતિની રચના માટે મીટીંગ મોકુફ રખાઈ

તા.૨૫ જુલાઈ ૨૦૧૮ના રોજ જામનગર જિલ્લા પંચાયતની સમિતિની રચના માટે ખાસ સભા જિલ્લા પંચાયત જામનગરમાં પ્રમુખની અધ્યક્ષતામાં રાખવામાં આવેલ હતી. જેમાં જિલ્લા પંચાયતના ચુંટણી સમથી જુથવાદ ઘેરાયેલ છે તેવા સમયે જયારે સમિતિના ચેરમેનોની નિમણુકની વાત કરવામાં આવી તે સમયે ચેરમેનની નિમણુકમાં વ્હાલા-દવલાની નીતિ અપનાવી હતી.

અઢી વર્ષ પહેલા જયારે સમિતિ રચવામાં આવી હતી ત્યારે પાર્ટીનું એવું સુચન હતું કે જે સભ્યોનો વારો પ્રથમ અઢી વર્ષમાં આવ્યો નથી તેનો વારો ચેરમેન તરીકે પાછળના અઢી વર્ષમાં અગ્રીમતા આપી લેવામાં આવે છે. જયારે તાજેતરમાં સમિતિની રચના કરવાની હતી ત્યારે ઘણા એવા સભ્યો હતા જેને ચેરમેન તરીકે રીપીટ કરવાનું નકકી કયુર્ંં હતું.

આ ઉપરાંત જયારે જામનગર જિલ્લામાં લઘુમતિ મત ૧,૫૦,૦૦૦ (દોઢ લાખ)થી પણ વધુ હોય અને કાયમી કોંગ્રેસને જ ૧૦૦% મત આપતા હોય તેવા સમાજના પ્રતિનિધિની કોંગ્રેસ પાર્ટીએ કોઈ નોંધ લીધી ન હતી અને સ્પષ્ટ જણાવી દીધું કે લઘુમતિ સમાજને કોઈપણ સમિતિમાં ચેરમેનશીપ આપવામાં આવશે નહીં. કારણકે જિલ્લાના અલગ-અલગ એમા.એલ.એ. અલગ-અલગ સભ્યોને ચેરમેન બનાવવા માટે ભલામણ કરેલ હોય જેથી પાર્ટી પ્રમુખે એવું કહેલ કે દરેક ધારાસભ્યનું માન રાખી એના માનીતા સભ્યને ચેરમેનશીપ આપવી પડે તેમ છે.

માટે લઘુમતીના સભ્યોને એમ કઈ સમજવામાં આવ્યા કે આપ સમજુ છો હાલ કોંગ્રેસ કોઈ મોટા ગજાના નેતાને નારાજ કરી શકે તેમ નથી. એટલા માટે લઘુમતિ સમાજના સભ્યોને જો ચેરમેનશીપ આપવામાં આવે તો અન્ય સભ્ય દ્વારા જ્ઞાતિવાદ થાય છે.

લઘુમતિના જિલ્લા પંચાયત સદસ્ય એસ.એસ.ખ્યાર દ્વારા જિલ્લા કોંગ્રેસને અને એમ.એલ.એ.ને સ્પષ્ટ જણાવી દીધું કે આપને લઘુમતિના મત લેવામાં રસ છે જયારે કાંઈ લઘુમતિને આપવામાં આવે તો ખુબ જ તકલીફો પડે છે. જે મીટીંગમાં જિલ્લા પંચાયતના લઘુમતિ સદસ્ય જણાવેલ કે જો હવે આવી રીતે જ અન્યાય કરવાનો થતો હોય તો હું આ નકલાદી નિર્ણય સામે રોષ વ્યકત કરી મીટીંગ પડતી મુકીને ઘરે વયા ગયા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.