કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે પહોંચી ચૂકયા છે. તેઓ મીઠાપુર એરપોર્ટથી ઉતરી સીધા દ્વારકાધીશના દર્શને પૂજા અર્ચના કરી ભવ્ય રોડ શો શરૂ કર્યો. આજે સૌરાષ્ટ્રના ધરા પરથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. જ્યારે રોડ શો દ્વારા જામનગર પહોંચશે અને માર્ગમાં સભાને સંબોધન કરશે. જામનગરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના આગમનના પગલે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવામાં આવી છે. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષના આગમનને પગલે કોંગ્રેસમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની સાથે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ, અશોક ગહેલોત, ભરતસિંહ, શક્તિસિંહ ગોહિલ વગેરે જોડાયા છે. કોગ્રેંસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આવકારવા કોંગ્રેસ દ્વારા શહેરમાં ઠેર-ઠેર પોસ્ટર અને બેનરો લગાવામાં આવ્યા છે.ખાસ કરીને નવસર્જન યાત્રાના રૂટ પર કોંગીના ઝંડા,પતાકા લગાવામાં આવ્યા છે. 25 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્રમાં જનસંવાદ યાત્રા યોજશે.