ગુજરાતમાં પુલવામા હુમલાના બદલો લેવા પાક અધિકૃત કાશ્મીરમાં એરફોર્સે એર સ્ટ્રાઈક કરી હતી. જેને પગલે પાકિસ્તાન સાથે યુધ્ધની સ્થિતિ ઊભી થતાં સરહદી રાજ્ય ગુજરાતમાં 28 ફેબ્રુઆરીએ યોજાનાર CWC મુલતવી રખાઈ હતી. સ્થિતિ સામાન્ય થતાં કોંગ્રેસ આ બેઠક અમદાવાદમાં 12 માર્ચે યોજશે.
51મી કોંગ્રેસ કારોબારી બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, મલ્લિકાર્જુન ખડગે, ગુલાબ નબી આઝાદ અને પ્રિયંકા ગાંધી સહિત અન્ય કોંગ્રેસ કાર્યકર્તાઓ હાજર રહેશે. મહત્વનું છે કે ગુજરાત 60 વર્ષ બાદમાં કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક યોજાવાની છે.
કાર્યકારિણી ઉપરાંત અહીં રેલી પણ યોજાશે. આ રેલી ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી હશે તેવો કોંગ્રેસે દાવો કર્યો છે અને આ પહેલી વાર હશે. જ્યારે ગુજરાતના લોકો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના એક જ સ્થળે ઉપસ્થિત હોવાના સાક્ષી બનશે.