અમદાવાદથી કાર્યક્રમની શરૂઆત; દેશના દરેક રાજયમા શરૂ કરાશે

‘મંદી કી બાત ’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘મન કી બાત’ સામે કોંગ્રેસ ‘મંદી કી બાત’ની અમદાવાદથી શરૂઆત કરવાની છે. ગુજરાતમાંથી શરૂ કરેલી મંદી કી બાત ને કોંગ્રેસ સમગ્ર દેશમાં યોજશે. ભાજપ કોંગ્રેસ મન કી બાત અને મંદી કી બાત ને રાજકારણનો રંગ આપી રહ્યું છે.

કોંગ્રેસની મંદી કી બાત કાર્યક્રમમાં પ્રોફેશનલ્સ સાથે મંદી અંગે ચર્ચા કરવામાં આવશે. દેશમાં ચાલી રહેલી મોંઘવારીને પણ મંદી સાથે સાંકળી લેવામાં આવશે સાથે સાથે ગુજરાતના અર્થતંત્રની કથળી રહેલી હાલત અંગે પણ ચર્ચા કરવામાં આવશે. જેટલા પણ પ્રોફેશનલ્સ લોકો છે તેમને કાર્યક્રમમાં આમંત્રીત કરીને મંદીની બાત યોજાશે.

કોંગ્રેસ ગુજરાતથી જ મંદી કી બાતની શરૂઆત કરી રહી છે. અહીથી શરૂ કરવા પાછળનું કારણ કોંગ્રેસ કંઈક એવું કહે છે કે ભારતમાં કેટલા પણ સત્યાગ્રહો અને ચળવળો થઈ છે તે તમામ ગુજરાતથી શરૂ થઈ છે. ગાંધીજી પણ અહીથી જ સ્વરાજ હિંદની શરૂઆત કરી હતી.

ગુજરાત સાહિત્ય પરિષદમાં મંદી કી બાત કાર્યક્રમ યોજાશે જેમાં કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અને અમિત ચાવડા પણ ઉપસ્થિત રહેશે. આ સાથે ગુજરાતના વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ ઉપસ્થિત રહી મંદી કી બાત કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.