ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ આવે છેનું સૂત્ર વહેતું કરવામાં આવ્યું છે પરંતુ સંગઠનમાં હોદ્દેદારોની નિમણૂક, આગામી ચૂંટણીમાં સિટીંગ ધારાસભ્યોને રિપીટ કરવા અને શહેર અને જિલ્લા પ્રમુખોની ખાલી જગ્યા ભરવા અંગે પ્રવર્તી રહેલી અનિર્ણાયકતાને કારણે ભારે અવઢવની સ્િિત પ્રવર્તી રહી છે. આ સ્િિતમાં પ્રદેશના નેતાઓના વિરોધાભાસી નિવેદનો અને ક્યારેક નેતાઓનું સૂચક મૌન કાર્યકરો-આગેવાનો માટે અકળાવનારું પુરવાર ઈ રહ્યું છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારો વહેલા નક્કી કરવા અને સત્તાવાર જાહેરાત કરવાની જાહેરાત માત્ર જાહેરાત જ રહી છે તો અમદાવાદ સહિત પાંચ મહાનગરો અને કેટલાક જિલ્લાઓમાં એક્ટિંગ પ્રમુખો પાર્ટીનું ગાડું ગબડાવી રહ્યા છે. પ્રદેશનું માળખું વિખેરી નાખ્યા પછી હાઈકમાન્ડની મંજૂરીી નવા હોદ્દેદારોની વરણી ઝડપી કરીને સંગઠનને ચેતનવંતુ બનાવવાની વાતો હવામાં ઓગળી ગઈ છે. રાજ્યના અનેક શહેરો અને જિલ્લાઓમાં સનિક સ્તરે સંગઠનની નિમણૂકો બાકી હોવાી ચૂંટણી પહેલાં જ નિષ્ક્રિયતા જોવા મળી રહી છે. પ્રદેશના એક અગ્રણીએ જણાવ્યું કે, અત્યારે કોંગ્રેસમાં વિધાનસભાની આગામી ચૂંટણીમાં દાવેદારોની સક્રિયતા જોવા મળી રહી છે. પ્રદેશનું માળખું વિખેરી નખાયું હોવાી વર્તમાન હોદ્દેદારો પાસે નિર્ણય લેવાની સત્તા ની તો બીજીતરફ હોદ્દો મળવાની આશાએ બેઠેલાં આગેવાનો હોદ્દો ન હોવાી કોઈ નિર્ણય કરતા ની.
અમદાવાદ, રાજકોટ અને વડોદરા સહિતના જે શહેરોમાં પ્રમુખની નિમણૂક કરવાની છે તેવા વિસ્તારના આગેવાનો સોની વાતચીતમાં એવો સૂર વ્યક્ત ઈ રહ્યો છે કે, ચૂંટણીના વર્ષમાં જો આ પરિસ્િિત હોય તો ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ કેટલી ગંભીર છે તેનો અંદાજ લગાવી શકાય છે! આ સો જ સિટીંગ ધારાસભ્યોને રિપીટ કરાશે કે નહીં? તેવા સવાલના જવાબમાં પ્રદેશના નેતાઓમાં એક સૂત્રતા જોવા મળતી ની. એક નેતા રિપીટ કરવાનું કહે છે તો બીજા નેતા જીતી શકે તેવા વ્યક્તિને જ ટિકિટ આપવાના નિયમનો હવાલો આપી રહ્યા છે! ધારાસભ્યો માટે આ સ્િિતમાં ચૂંટણીની તૈયારીઓ કરવી કે ટિકિટનું નક્કી યા પછી મતવિસ્તારમાં પ્રામિક કામગીરી આદરવી તેનો નિર્ણય કરવું મુશ્કેલ બની ગયું છે. એવી જ રીતે આ ચૂંટણીમાં મત વિસ્તાર બદલવા માગતા ધારાસભ્યો મુંઝવણમાં મૂકાઈ ગયા છે.