કરણસિંહજી ચોકથી લાખાજીરાજ લાયબ્રેરી તરફ જતા કવી નાનાલાલ રોડ પર પડેલા ખાડાઓ રેતી અને કપચી નાખીને બુરાયા
શહેરના મોટાભાગના રોડ-રસ્તા ડેમેજ થયેલા હોય ત્યારે કામગીરી ફક્ત કાગળ ઉપર થયેલી સ્પષ્ટ થાય છે. ફક્ત એક જ વરસાદમાં રાજકોટ શહેરમાં ગેરેંટી વાળા રોડ રસ્તાઓમાં ખાડા પડી ગયા છે અને રોડ તૂટી ગયેલ છે ત્યારે ગેરેંટી વાળા રોડ રસ્તા રીપેરીંગ-મરામત કરવામાં મહાપાલિકા સંપૂર્ણ નિષ્ફળ નીવડેલ છે ત્યારે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડા બુરો અભિયાનમાં વોર્ડ નં.7ના કોંગ્રેસ પક્ષના કાર્યકરો સાથે મળી શહેર કોંગ્રેસ દ્વારા આજે કરણસિંહજી ચોક થી લાખાજીરાજ લાયબ્રેરી – કવી નાનાલાલ મેઈન રોડ પરના કોંગ્રેસ દ્વારા ખાડા બુરવામાં આવ્યા છે.
શહેર કોંગ્રેસ દ્વારા કરણસિંહજી ચોક થી લાખાજીરાજ લાયબ્રેરી તરફ જતા રસ્તા પરના ખાડામાં રેતી અને કપચી નાખી ને બુરવામાં આવ્યા હતા જેથી આ ઘોર નિંદ્રામાં સુતેલું રાજકોટ મહાનગરપાલિકા તંત્ર પદાધિકારીઓ હોય કે અધિકારીઓ જાગે. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના ખાડા બુરો અભિયાનમાં રાજકોટ શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, શહેર પ્રમુખ અશોકભાઈ ડાંગર, રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, રાજકોટ મહાનગ રપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી, પ્રદેશ આગેવાન જશવંતસિંહ ભટ્ટી, રાજકોટ શહેર કોંગ્રેસ ઓબીસી વિભાગ ચેરમેન હિમાલયરાજ રાજપૂત, એસ.સી.વિભાગ ચેરમેન નરેશભાઈ સાગઠીયા, વોર્ડ નં.7 પ્રમુખ કેતનભાઈ જરીયા, ગોપાલભાઈ બોરાણા, પ્રતિક રાઠોડ, નારાયણભાઈ હીરપરા, સુરેશભાઈ ગરૈયા, સહિતના કોંગ્રેસ પક્ષના આગેવાનો કાર્યકરોએ ઉપસ્થિત રહી ખાડા બુરો અભિયાન વોર્ડ નં.7 ખાતે કરવામાં આવેલ હતું.