કુબલીયાપરામાં બે દિવસ પહેલાં એક સાથે ૫૦ જેટલા ઝૂંપડા સળગી જતા મોટી સંખ્યામાં બેઘર બનેલા પરિવારને રહેણાંકની વ્યવસ્થા, ૧૫ દિવસના ખોરાક અને શૌચાલયની વ્યવસ્થા માટે કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરાયા બાદ તંત્ર દ્વારા કોઇ વ્યવસ્થા કરવામાં આવી ન હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા મુખ્ય મંત્રીને રજૂઆત કરવાનો નિર્ણય કરી કુબલીયાપરામાં કોંગ્રેસના કાર્યકરો એકઠાં થતાં પોલીના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા અને વશરામભાઇ સાગઠીયા, પ્રવિણભાઇ સોરાણી, કાળીબેન અને વાસુરભાઇ ભાભાણીની અટકાયત કરતા કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ કરવા અશોકભાઇ ડાંગર સહિતના આગેવાનો કુબલીયાપરામાં દોડી ગયા હતા અને ચારેયનો તાકીદે છુટકારો કરવા રજૂઆત થતાં ચારેયને પોલીસે મુકત કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.