મોદી સરકારની તરફેણમાં ૩૨૫ અને વિપક્ષને ૧૨૬ મત મળ્યા: સવારે ૧૧ વાગ્યે શરૂ થયેલી ચર્ચા હોબાળા અને આક્ષેપબાજી વચ્ચે રાત્રે ૧૧ વાગ્યા સુધી ચાલી: આ સરકારનો નહીં પરંતુ કોંગ્રેસ અને તેના કહેવાતા સંગઠનનો ફલોર ટેસ્ટ છે: વડાપ્રધાન મોદી
લોકસભામાં મોદી સરકાર સામેના અવિશ્વાસ પ્રસ્તાવની ૧૨ કલાક લાંબી મેરેોન ચર્ચા બાદ હાથ ધરાયેલા મતદાનમાં મોદી સરકાર હેમખેમ પાસ થઈ છે પરંતુ કોંગ્રેસને અવિશ્વાસના પ્રસ્તાવમાં પણ વિશ્વાસ ન રહ્યો હોવાનું ફલીત થયું છે.
અવિશ્વાસન પ્રસ્તાવની વિરુધ્ધમાં ૩૨૫ મત અને તરફેણમાં ૧૨૬ મત પડતા મોદી સરકાર સામે ચાર વર્ષમાં પહેલીવાર લેવાયેલો અવિશ્વાસનો પ્રસ્તાવ ઉડી ગયો છે. જો કે રાહુલ ગાંધીએ ૨૦ મીનીટના ભાષણમાં વડાપ્રધાન મોદી, સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા બાદ નાટકીય અંદાજી મોદીને જાદૂની જપ્પી આપતા ચર્ચા શરૂ થઈ ગઈ છે. લોકસભામા ચાલુ સત્રમાં આવું કયારેય બન્યું નથી.
ગઈકાલે લોકસભામાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી તા ભાજપના અધ્યક્ષ અમિત શાહને આડેહો લીધા હતા. તેમણે સંરક્ષણ મંત્રી સીતારામન્ પર ગંભીર આક્ષેપો લગાડયા હતા. તેમણે સરકાર પર ચીન સોની રણનીતિ મુદ્દે પણ આક્ષેપ કર્યા હતા. ત્યારે વડાપ્રધાન મોદીએ પોતાના ઉદ્બોધનમાં કહ્યું હતું કે, કોંગ્રેસ અહંકારી છે. હું ચોકીદાર અને ભાગીદાર છું, કોંગ્રેસની જેમ સોદાગર કે ઠેકેદાર ની. રાહુલ ગાંધીએ રાફેલા સોદા મામલે સત્યને કચડી નાખવાનું કામ કર્યું છે.
મોદીએ વધુમાં કહ્યું હતું કે, વિપક્ષને પોતાના સંગઠનના વિખેરી જવાની ચિંતા છે. માટે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી છે. બાદમાં મોદી સરકારની વિવિધ યોજનાની વાત કરી હતી. મારી સરકારની કામગીરી પર દેશને વિશ્વાસ છે. મારી સરકારના કાર્યકાળમાં લોકો સુધી વીજળી પહોંચાડવામાં આવી છે.
જનધન યોજનાથી ગરીબોને લાભ યો છે. વિમા કવચ પૂરું પાડયું છે અને ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બે ગણી કરવાની દિશામાં પણ કામ ઈ રહ્યાં છે. તેમણે ઉમેર્યું કે, અગાઉની સરકારના કાર્યકાળમાં એલઈડી બલ્બ રૂ.૪૦૦માં વેંચાતો હતો અને આજે રૂ.૪૦માં મળે છે. મેઈક ઈન ઈન્ડિયા અને જીએસટી જેવા બદલાવ પર પણ વિપક્ષને વિશ્વાસ નથી. સૌથી ઝડપી વિકસી રહેલી અર્થવ્યવસ ભારતની છે. કોંગ્રેસને અમારા પર વિશ્વાસ કયાંથી હોય, કોંગ્રેસને ખુદ પર પણ અવિશ્વાસ છે. કોંગ્રેસના અવિશ્વાસના પ્રસ્તાવ પાછળ અહંકાર છુપાયેલો છે. આ સરકારનો ફલોર ટેસ્ટ ની પરંતુ કોંગ્રેસ અને તેના કહેવાતા સંગઠનનો ફલોર ટેસ્ટ છે.