૧૪૪ની કલમનો ભંગ થતા કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ચકમક

પ્રવર્તમાન કેન્દ્ર રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિ અને પાટીદાર દમન તથા તેમજ પ્રજાના પ્રશ્નો પ્રત્યે ધ્યાન ન આપવાની સરકારની નીતિના વિરોધમાં આજે મોરબી શહેર જિલ્લામાં કોન્ગ્રેસ દ્વારા રસ્તા રોક આંદોલન કરી ચક્કા જામ કરવામાં આવ્યુ હતુ.

પ્રદેશ કોન્ગ્રેસ દ્વારા આજે રાજ્યવ્યાપી આંદોલન કરવા આદેશ મળતા મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા મોરબી જિલ્લાના દરેક તાલુકા મથકે સવારે ૧૦ વાગ્યાથી રસ્તા રોકો આંદોલન કરવાની જાહેરાત કરી હતી.

આ અંગે મોરબી શહેર કોંગ્રેશ પ્રમુખ રાજુભાઇ કાવરે જણાવ્યું હતું કે  મોરબી શહેર-જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પ્રશ્ને આજે  દરેક તાલુકા મથકે વિરોધ પ્રદશન કરી ખેડૂતોને પડી રહેલી હાલાકી અંગે અવાજ ઉઠાવવામાં આવશે. જેમાં મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી ખાતે, હળવદમાં સરા ચોકડી ખાતે, માળીયા મિયાંણામાં અણીયારી ચોકડી ખાતે, વાંકાનેરમાં નેશનલ હાઈવે પર અને ટંકારામાં લતીપર ચોકડી ખાતે રસ્તા રોકી ચક્કાજામ કરવામાં આવશે.વધુમાં કોંગ્રેસે કેન્દ્ર રાજ્ય સરકાર પર આરોપો નો મારો ચલાવી ખેડૂતોના દેવા માફ કરવા,પાટીદાર દમન ના કિસ્સામાં યોગ્ય તાપસ કરવી સહીત ના મુદ્દે આજનું આ આંદોલન કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સમગ્ર જિલ્લા માં ચારથી વધુ વ્યક્તિ ને ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અમલી બનાવ્યું હોવાથી આજના કોન્ગ્રેસ ના આ કાર્યક્રમ થી પોલીસ પણ હરકત માં આવી હતી અને કેટલીક જગ્યા એ ચકમક પણ જર્યા હતા.

કોંગ્રેસ દ્વારા યોજાયેલા  આ રસ્તા રોકો કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં  કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.