શું કોંગ્રેસને રાહુલ પર ભરોસો નથી?
જો નીતિશકુમાર ભાજપ-એનડીએ સો છેડો ફાડે તો મહાગઠબંધનમાં સમાવવાનો વિચાર કરી શકીએ: કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રવકતા શક્તિસિંહ ગોહિલ
કોંગ્રેસને રાહુલ ગાંધી ઉપર ચૂંટણી જીતવા મામલે હવે વિશ્વાસ ન રહ્યો હોવાનું ફલીત થઈ રહ્યું છે. લોકસભા ચૂંટણીમાં મોદી સામે રાહુલ ગાંધીને ઉતારવાની જગ્યાએ કોંગ્રેસ નીતિશને વિકલ્પ ગણી રહી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર જો ભાજપ-એનડીએ સાથેનો છેડો ફાડે તો મહાગઠબંધનમાં તેમને સમાવવા અંગે વિચાર થઈ શકે તેવા સંકેતો રાષ્ટ્રીય પ્રવકતા શક્તિસિંહ ગોહિલે આપ્યા છે.
જો નીતિશકુમાર ફરીી મહાગઠબંધનમાં જોડાવાનો પ્રયાસ કરે તો તમારો શું નિર્ણય હશે ? તેના જવાબમાં શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, જો આવી કોઈ પરિસ્થિતિ ઉભી થશે તો અમે ગઠબંધનમાં ચર્ચા જરૂર કરીશુ. અહીં ઉલ્લેખનીય છે કે, ૨૦૧૫માં કોંગ્રેસ, આરજેડી અને નીતિશકુમારના જેડીયુએ મહાગઠબંધનની રચના કરી હતી અને ભાજપ સામે બિહારની ચૂંટણીમાં એક સાથે તાકાત લગાવી હતી.
ભાજપ અને જેડીયુ વચ્ચે ૨૦૧૯ લોકસભા ચૂંટણી મામલે સીટની વહેંચણી મુદ્દે ખેંચતાણ ચાલુ છે. પરિણામે બન્નેના સંબંધોમાં તિરાડ પડે તેવી શકયતા છે. જેનો લાભ કોંગ્રેસ લેવા માંગે છે. કોંગ્રેસ પાસે મોદી જેવો લોકપ્રિય ચહેરો નથી. અગાઉની ચૂંટણીના પરિણામો જોઈને રાહુલ ગાંધી ઉપર વધુ ભરોસો ન ઈ શકે તેવું ચર્ચાય છે. ત્યારે મોદી સામે નીતિશકુમાર રાહુલ ગાંધી કરતા વધુ પ્રભાવશાળી નેતા હોવાનું માનવામાં આવે છે.
પરિણામે ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં મહાગઠબંધન બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારને આગળ રાખી ભાજપનો સામનો કરશે તેવું પણ માનવામાં આવે છે.
૨૦૧૯ લોકસભા ચૂંટણી મુદ્દે મહાગઠબંધનને મજબૂત કરવા માટે કોંગ્રેસ સહિતના પક્ષોએ પ્રયાસો શ‚ કર્યા છે. કોંગ્રેસ ઉપરાંત બસપા તા સપા પણ ભાજપ સામે એક ઈને લડવાના મુડમાં અલબત મહાગઠબંધનમાં લોકો સમક્ષ કોને ચહેરો બનાવી ચૂંટણી લડવી તે સૌથી મોટો પ્રશ્ન છે. ઘણા બધો પક્ષો એક સાથે હોવાથી મન દુ:ખ કે મતભેદ વાની શકયતા છે. બીજી તરફ ભાજપ એક જ પ્રતિનિધિની પાછળ ચાલે છે. ઉપરાંત વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા પણ વધુ છે જેનો લાભ મળી શકે તેમ છે.