ગામડે – ગામડે ઢોલ, નગારા બેન્ડ વાજા સાથે અંબરીષ ડેરનું સ્વાગત કરાયું
ગત વિધાનસભાની રાજુલા વિધાનસભા બેઠક પર જંગી બહુમતિથી વિજય મેળવનાર અંબરીષ ડેર ધારાસભ્ય પદે ચૂંટાયા બાદ સતત પાંચ વર્ષે પોતાના મતવિસ્તારમાં સક્રિય રહ્યા છે લોક ડાઉન, કોરોના મહામારી અને તૌકતે વાવાઝોડા જેવી મહામારી માં અડીખમ ઉભા રહ્યા છે. તેમજ ધારાસભ્ય તરીકે તેમણે પાંચ વર્ષ માં એક પણ રૂપિયો લીધો નથી ધારાસભ્ય તરીકે નો પગાર પણ પોતાના વિસ્તારના જનતા નાં શિક્ષણ અને આરોગ્ય માટે વાપર્યા છે તેનાં કારણે તેમની લોક ચાહના સતત વધી છે.
ત્યારે વિધાનસભાની ચુંટણી પ્રચાર નાં પાંચમા દિવસે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ચાંચ જિલ્લા પંચાયત હેઠળ આવતા મોરંબી, નાના મોટા મોભીયાણા, જીંજકા, સાજણાવાવ, રાભડા, દાતરડી, સમઢિયાળા 1, વિસળીયા, કથીવદર પરા, મજાદર, વિકટર, પીપાવાવ ધામ સહિત નાં તેમજ ભેરાઇ જિલ્લા પંચાયત સીટ ગામડાઓ તેમજ જાફરાબાદ ખાંભા તાલુકાનાના ગામડાંઓનો પ્રવાસ ખેડ્યો હતો.
જેમાં દરેક ગામોમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી કોંગ્રેસનાં ઉમેદવાર ને ઢોલ નગારા,બેન્ડ બાજા અને સામૈયા સાથે તો કાંઇક અશ્વ સવારી કરી સ્વાગત કર્યા હતા. એક સમય દરિયાઈ પટ્ટી વિસ્તાર માં ભાજપ નાં ગઢ ગણાતા ગામોમાં કોંગ્રેસ નાં ઉમેદવાર ને આવકાર પણ ના મળતો પરંતુ અંબરીષ ડેર એ પોતાના કાર્યકાળ દરમિયાન કરેલ સેવાઓ અને કાર્યો નાં કારણે ઘર-ઘર સુધી નામ ગુંજયુ છે. કોંગ્રેસ નાં ઉમેદવાર અંબરીષ ડેરની સાથે કોંગ્રેસ નાં કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા છે અને ગામડાંઓ ખૂંદી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય રહેશે કે રાજુલા – જાફરાબાદ પંથકમાં છેલ્લા પાંચ વર્ષમાં વાવાઝોડા અને કોરોના જેવી મહામારીનો સામનો કરવાનો વારો આવ્યો છે, આ સમયગાળા દરમિયાન અંબરિષ ડેરએ તન, મન અને ધનથી પ્રજાની પડખે ઉભાં રહી દિવસ-રાત જોવા વગર સેવા કરી હતી.ધારાસભ્ય તરીકે પોતાનો મળતો પગાર પણ શિક્ષણ, આરોગ્ય અને જરૂરત મંદ લોકો માટે વાપર્યા છે.
આજે પણ રાજુલામાં રેલવે સ્ટેશન નજીકની જમીન પર બગીચો, વોકીંગ ઝોન, બાળકો માટે રમત ગમતના સાધનો વિગેરે અંબરિષ ડેરની દેણ છે. પ્રજાના પ્રશ્ર્નો માટે અનેક દિવસો સુધી આંદોલન કરવામાં પણ અંબરિષ ડેર સતત સક્રિય રહ્યાં છે.