હિતેશ રાવલ,સાબરકાંઠા: જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરની જી.એમ.ઈ.આર.એસ મેડિકલ હોસ્પિટલ ખાતે આજરોજ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ઓચિંતી મુલાકાત લીધી હતી. કોરોના પરિસ્થિતિને લઈ સરકાર પર આક્ષેપ કર્યા હતા. તેમજ ઓક્સિજનનો પૂરતો જથ્થો પહોંચાડવા માંગ કરી છે. સરકાર મોતના આંકડા છુપાવી રહી હોવાનો પણ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે. તો આ સાથે જુની સિવિલમાં પણ ઓક્સિજનની સગવડ થાય અને તાત્કાલિક બેડની વ્યવસ્થા થાય તે મુદ્દે ચર્ચા કરી હતી.
હિંમતનગર સીવીલમાં મોટી સંખ્યામાં વાહનો અને 108 એમ્બુલન્સ લાઈનમાં રહે છે. તો સીલીલમાં ઓક્સીજનની પણ કમી પણ જોવા મળે છે. તો અન્ય જિલ્લાના દર્દીઓને અહિ દાખલ ન કરવાની સરકારની નિતી પર પણ આક્ષેપ કર્યા હતા. તો ઓક્સિજન વધુ પહોંચાડવામાં આવે તેવી પણ માંગ કરી છે. તો મોતના આંકડાની માયાઝાડ પર પણ આક્ષેપ કર્યા હતા. તો આ ઉપરાંત જુની સિવિલમાં ઓક્સિજનની સગવડ થાય અને તાત્કાલિક બેડ ની વ્યવસ્થા થાય તે દર્દીઓને સારવાર મળી રહે જેવા વિવિધ મુદ્દાઓને લઈને સરકાર પર પણ આક્ષેપ કર્યા હતા.
ઉલ્લેખનિય છે કે, જી.એમ.ઈ.આર.એસ હોસ્પિટલના તબીબો પોતાની પડતર માંગણીઓને લઈને આજથી નોન કોવિડ કામગીરી બંધ કરી દીધી છે. 10 વર્ષથી રેગ્યુલર એપોઈમેન્ટ હોવા છતા પી.એફ કપાતુ નથી આ ઉપરાંત પ્રમોશન સહિતના 14 જેટલા વિવિધ મુદ્દાઓને લઈને હળતાલ યોજી છે. 24 કલાકમાં સરકાર જો તબીબોની માંગ પુરી નહિ કરે તો આવતી કાલ થી કોવિડની કામગીરી પણ બંધ કરાશે. તો હિંમતનગરની સીવિલની મુલાકાત માટે આવેલ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા હળતાલ યોજી રહેલા તબીબોની મુલાકાત કરી હતી અને તેમની રજુઆત પણ સાંભળી હતી.