આખા ભારત દેશમાં ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે જને વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનનું નામ નહિ ખબર હોય. બાલાકોટ એરસ્ટ્રાઈક વખતે પાકિસ્તાનના F-16 ફાઈટર પ્લેનનો એટેક ટાળવા જતા વિંગ કમાન્ડર અભિનંદનનું મિગ-21 પાકિસ્તાનની સીમામાં જઈને પડ્યું હતું અને પાકિસ્તાને તેમને બંદી બનાવ્યા હતા. ટૂંક જ સમયમાં તે ભારત પાછા ફર્યા હતા અને આખા દેશે હીરો તરીકે તેમને વધાવી લીધા હતા.
અભિનંદને પાકિસ્તાનમાં રહીને પણ જે શૌર્યનું પ્રદર્શન કર્યું તેના માટે તેમને વીર ચક્ર, એટલે કે મિલિટ્રીનું સર્વોચ્ચ સન્માન એનાયત થઈ શકે છે. વર્તમાનને વીર ચક્ર મળશે જ્યારે મિરાજ 2000 ઉડાવનારા પાંચ ફાઈટર્સને બહાદુરી માટે વાયુ સેના મેડલ આપવામાં આવશે. જે આવતીકાલે એટલે કે 15મી ઓગસ્ટના રોજ તેમને આપવામાં આવશે. ભારતીય વાયુ સેનના વિંગ કમાંડર અભિનંદન વર્તમાનને સ્વતંત્રતા દિવસ પર વીર ચક્રથી સન્માનિત કરવામાં આવશે. આ સાથે જ સ્ક્વાડ્રન લીડર મિન્ટી અગ્રવાલને યુદ્ધ સેવા પદકથી સન્માનિત કરવામાં આવશે.