મહાત્મા ગાંધી ઉપર અમિત શાહનું વિવાદીત નિવેદન અને ખેડૂતોના પ્રશ્ર્ને કોંગ્રેસ ઉગ્ર

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ પક્ષો દ્વારા એકબીજાને ટાંચમાં લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. એક તરફ અમિત શાહે મહાત્મા ગાંધીને ચતુર વાણીયા તરીકે સંબોધતા કોંગ્રેસે માફી માંગવામાં આવે તેવી માંગ કરી છે. તો બીજી તરફ ખેડૂતોના પ્રશ્ર્નોને લઈને પણ કોંગ્રેસ વધુ આક્રમક બન્યું છે. છેલ્લા લાંબા સમયી ખેડૂતોના પ્રશ્ર્નોનું નિરાકરણ તું ન હોવાી આગામી ૧૬મીએ કોંગ્રેસ દ્વારા રાજય વ્યાપી રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે.

ભરતસિંહ સોલંકીએ આ બાબતે કહ્યું હતું કે, અમિત શાહે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને ચતુર વાણીયા તરીકે સંબોધયા છે તે એકદમ ગેરવ્યાજબી છે. અમિત શાહ પોતે જેલમાં જઈ ચૂકયા છે ત્યારે મહાત્મા ગાંધી વિશે આવી ટિપ્પણીઓ જેના મોઢે શોભી રહી ની. આ ઉપરાંત ખેડૂતોના પ્રશ્ર્નો બાબતે પણ સરકાર ગંભીર ન હોવાનો આક્ષેપ કર્યો હતો.

અમિત શાહના આ નિવેદન બદલ ગુજરાત કોંગ્રેસ દ્વારા માફીની માંગ સો ઉગ્ર વિરોધ કરવામાં આવશે. વધુમાં સોલંકીએ કહ્યું હતું કે, ગુજરાતમાં કાયદો અને વ્યવસની સ્િિત પણ કડી રહી છે જેને સુધારવા માટે સરકાર દ્વારા ગંભીરતાી પગલા લેવામાં આવી રહ્યાં ની. આ સો સોલંકીએ પોલીસ કસ્ટડીમાં તા મોત અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, ગુજરાતમાં ૨૨૦ લોકોના પોલીસ કસ્ટડીમાં મોત યા છે પરંતુ આવા બનાવોમાં પોલીસ સામે કોઈપણ જાતની પગલા લેવામાં આવ્યા ની.

વધુમાં સોલંકીએ ઉમેર્યું હતું કે, ખેડૂતોના પ્રશ્ર્નો બાબતે કેન્દ્ર સરકાર દ્વારા ગંભીરતા દાખવવામાં આવી રહી ની. તમિલનાડુના ખેડૂતોએ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરંતુ વડાપ્રધાન મોદીએ કોઈપણ મંત્રીઓ તેમની મુલાકાત પણ લેવાની દરકાર કરી નહોતી. બીજી તરફ મધ્યપ્રદેશના મંદશોરમાં ૬ ખેડૂતોના પોલીસ ગોળીબારમાં મોત યા હતા. જે બાબતે પણ માત્ર ખાતરી અને આશ્ર્વાસનો જ આપવામાં આવી રહ્યાં છે ત્યારે ખેડૂતોના પ્રશ્ર્નો બાબતે સરકાર વધુ ગંભીર બને તે માટે પુરતા પગલા ભરવા જોઈએ.

 બાપુના મુદ્દે ‘આર યા પાર’નો નિર્ણય કરો

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા નારાજ છે અને ગમે ત્યારે ધડાકો કરે તેવી અટકળોી કોંગ્રેસના કાર્યકરોી માંડીને જિલ્લા સ્તરના આગેવાનોમાં ભારે અસમંજસની સ્િિત પ્રવર્તી રહી છે. પ્રદેશી માંડીને પ્રભારી સુધીના તમામ નેતાઓ શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં હોવાનું સતત રટણ કરે છે પરંતુ કોંગીજનોમાં વાઘેલાના મુદ્દે એટલું બધું અવિશ્ર્વાસનું આવરણ છવાઈ ગયું છે કે, તેમને બાપુ કોંગ્રેસ સો જ રહેશે એવો ભરોસો બેસતો ની. આ સંજોગોમાં વાઘેલાનો મુદ્દો ઝડપી ઉકેલાય તેવું પક્ષનો મોટો સમૂહ ઈચ્છી રહ્યો છે. કેટલાયે કાર્યકરો-આગેવાનો તો અવઢવની આ સ્િિત પક્ષને વધુ નુકસાન પહોંચાડે તે પહેલા એકવાર આર યા પારનો નિર્ણય કરીને સમગ્ર પ્રકરણ પર પડદો પાડી દેવાની લાગણી વ્યકત કરી રહ્યાં છે.

રાજયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પ્રદેશના નેતાઓ વચ્ચેની ખેંચતાણ અને વાઘેલાના મુદ્દે પ્રવર્તતી અનિશ્ર્ચિતતા કાર્યકરો માટે અકળાવનારી સાબિત ઈ રહી છે. કોંગ્રેસમાં તાત્કાલીક ખેંચતાણ વચ્ચે ચૂંટણીલક્ષી આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરીને કાર્યકરો-આગેવાનોને ચૂંટણી કામગીરીમાં જોતરવા અને લોકોમાં કોંગ્રેસની છબી ઉપસાવવાનો પ્રયાસ ઈ રહ્યો છે, પરંતુ કાર્યકરો અને આગેવાનોમાં જોઈએ તેવી આક્રમકતા જોવા મળતી ની. પ્રદેશના એક આગેવાન કહે છે કે, ધરણા-દેખાવના કાર્યક્રમી સંગઠનમાં જોબ પૂરવાનો પ્રયાસ જ‚રી છે, પરંતુ શંકરસિંહ વાઘેલાના મુદ્દે પરંતુ શંકરસિંહ વાઘેલાના મુદ્દે પ્રવર્તતી ધારણા અને અટકળો પણ બંધ ાય તે પક્ષના હિતમાં છે. સૌરાષ્ટ્રના એક આગેવાન આશાવાદ વ્યકત કરતા કહે છે કે, વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસ માટે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં અત્યંત ઉજળું ચિત્ર છે. એક સમયે ભાજપના ગઢ ગણાતા આ વિસ્તારોમાં જનમાનસમાં ભાજપ વિરોધી ભાવના ઉભી ઈ છે. કોંગ્રેસ ચૂંટણીમાં લોકોને સ્પર્શતા અને સરકારની નિષ્ફળતાનો મુદ્દો આક્રમકતાી ઉઠાવે તો પ્રજા કોંગ્રેસને સ્વીકારવા તૈયાર છે ! પરંતુ લોકો પાસે જતા પહેલા આપણું ઘર તો વ્યવસ્તિ હોવું જોઈએને!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.