રાજકોટમાં વરસાદ પડ્યા બાદ ત્રણ દિવસ બાદ પણ શહેરમાં અનેક જગ્યાએ ગટરો ઉભરાઇ છે તેમજ ઠેર ઠેર કચરાના ગંજ ખડકાયા છે. આથી રોગચાળાની ભીતિ સેવાઇ રહી છે.
રાજકોટ મહાનગરપાલિકામાં આજે જનરલ બોર્ડ મળી હતી. જેમાં વિપક્ષ દ્વારા વરસાદી પાણી ભરાવા મુદ્દે હોબાળા મચાવ્યો હતો. કોંગ્રેસના કોર્પોરેટરોએ પોતાના વિસ્તારમાં વરસાદી પાણઈ ભરાવવા મુદ્દે હોબાળો મચાવ્યો હતો. પાણી કુદરતે આપ્યું પણ વરસાદી પાણીનો નિકાલ કરો તેવો કોંગ્રેસના કોર્પોરેટરોએ જણાવ્યું હતું.
પોપટપરાના નાળાના અને રોગચાળાના પોસ્ટર દેખાડી વિરોધ કર્યો હતો. વિરોધ કરતા પોલીસ અને કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા.