અમદાવાદમાં મતદાન કર્યા બાદ મોદીએ ખૂલ્લી જીપમાં ‘રોડ-શો’ યોજી આચારસંહિતાનો ભંગ કર્યો હોવાની કોંગ્રેસની રાવ
લોકસભા ચૂંટણીના ત્રીજા તબકકામાં ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર યોજાયેલા મતદાન માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગઈકાલે અમદાવાદની ટુંકી મુલાકાતે આવ્યા હતા મતદાન કર્યા બાદ મોદી એ ખૂલ્લી જીપમાં ફરીને મતદારોનું અભિવાદન ઝીલ્યું હતુ કોંગ્રેસે મોદીના આ વર્તનને રોડ શો સમાન ગણાવીને આચારસંહિતા ભંગ સમાન ગણાવીને ચૂંટણી પંચને ફરિયાદ કરીને મોદી પર ૭૨ કાક સુધીનો ચૂંટણી પ્રચાર પ્રતિબંધ મૂકવા માંગ કરી છે. આ કોંગ્રેસની આ ફરિયાદ બાદ ચૂંટણી પંચે ગુજરાતનાં મુખ્ય ચૂંટણી અધિકારી પાસે રીપોર્ટ મંગાવ્યો છે. વડાપ્રધાન મોદીએ ગઈકાલે અમદાવાદના મતદાન મથકમાં મતદાન કર્યા બાદ પહેલા ચાલીને ત્યારબાદ ખૂલ્લી જીપમાં જઈને મતદારોનું અભિવાદન ઝીલ્યું હતુ અને ટુંકો વાર્તાલાપ પણ કર્યો હતો.
મોદીના આ કાર્યને કોંગ્રેસે ચૂંટણી આચારસંહિતાના ભંગ સમાન ગણાવ્યો હતો. આ અંગે કોંગ્રેસના પ્રવકતા અભિષેક સંઘવીએ જણાવ્યું હતુ કે મોદીનું આવું કરવું ચૂંટણી આદર્શ આચારસંહિતાના ભંગ સમાન છે. અને તેને લઈને મોદી પર ૪૮ થી ૭૨ કલાકનો ચૂંટણી પ્રચાર પ્રતિબંધ મૂકવા કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. કોંગ્રેસના આ ફરિયાદ અંગે કેન્દ્રીય ચૂંટણી પંચના ડેપ્યુટી કમિશનર ઉમેશ સિંહાએ જણાવ્યું હતુ કે આ બાબતે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પાસેથી અહેવાલ મંગાવવામાં આવ્યો છે.
જો કે, ગુજરાતનાં ચૂંટણી અધિકારીઓએ પ્રથમ તબકકે વડાપ્રધાન મોદીના આ કાર્યથી આદર્શ આચારસંહિતાનો ભંગ થતો નહોવાનું જણાવ્યું હતુ પરંતુ આ બાબતે અધિકારીક રીતે ચૂંટણી પંચને અહેવાલ મોકલ્યા બાદ જ ખુલાસો કરાશે તેમ ઉમેર્યું હતુ તે જ રીતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતશાહે પશ્ચિમ બંગાળમાં એક રેલીમાં મોદીજીની વાયુ સેના તરીકે ઓળખાવી હતી જેથી આ અંગે ફરિયાદો થઈ હતી. આ અંગે ચૂંટણી પંચ અધિકારી સંદીપ સકસેનાએ જણાવ્યું હતુ કહે આ બાબત અમારા ધ્યાનમાં આવી છે. આ અંગે અમે વિગતો એકઠી કરી રહ્યા છીએ આ વિગતો આવ્યા બાદ અમો ચકાસણી કરીને યોગ્ય કાર્યવાહી કરીશું.