સોમવારના સાંજે 6 કલાકે પ્રદેશ ઈલેક્શન કમિટી, સ્ક્રીનીગ કમિટી આવનાર ચુંટણીમાં ઉમેદવારોની પસંદગી માટેના માપદંડો નક્કી કરવા મીટીંગ યોજાશે

ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચુંટણીના સંદર્ભમાં  રાહુલ ગાંધી   સોમવાર સવારે 11 કલાકે રીવરફ્રન્ટ અમદાવાદ ખાતે યોજાનાર બુથ સ્તરના કાર્યકર સંમેલન મારૂ બુથમારૂ ગૌરવ અને બુથદીઠના કાર્યકર્તાઓને પરિવર્તન સંકલ્પ સંમેલનમાં સંબોધિત કરવાના છે. ત્યારે આ કાર્યક્રમના આયોજનના ભાગરૂપે સૌરાષ્ટ્ર ના પ્રભારી રામકિશન ઓઝાની આગેવાની માં રાજકોટ ખાતે મીટીંગ યોજાઈ હતી   ર શહેર કોંગ્રેસ  મારૂ બુથ મારૂ ગૌરવ અને પરિવર્તન સંકલ્પ સંમેલનમાં જોડાશે. તેમ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપ ત્રિવેદી, કાર્યકારી પ્રમુખ સંજય અજુડિયા અને મહાપાલિકાના વિપક્ષીનેતા ભાનુબેન સોરાણીએ જણાવ્યું છે.

આગામી સોમવારે સાંજે 6 કલાકે પ્રદેશ ઈલેક્શન કમિટી, સ્ક્રીનીગ કમિટી આવનાર ચુંટણી માં ઉમેદવારો પસંદગી માટેના માપદંડો નક્કી કરવા મીટીંગ યોજાશે. તેમજ વધુમાં જણાવ્યું હતું કે એ.આઈ.સી.સી. દ્વારા ગત માસમાં ઉદયપુર ખાતે યોજાયેલ નવસંકલ્પ શિબિર ના અનુસંધાનમાં કોંગ્રેસ પક્ષના સંગઠન ને પાયાના સ્તરે વિસ્તૃત અને સુદ્રઢ બનાવવા માટે મંડળ અને સેક્ટર કક્ષા સુધી રચના કરવામાં આવી મતદારો અને પક્ષના કાર્યક્રમો વચ્ચેનો સેતુ એટલે બુથ યોદ્ધા. બુથ યોદ્ધા ઓથીજ ચુંટણી જીતી શકાય છે. કોંગ્રેસ સરકાર-જનતાની સરકાર માટે સૌથી અગત્યની પરિણામલક્ષી કામગીરી જવાબદારી-બુથ યોદ્ધાઓની હોય છે અને તેઓ પક્ષની વિચારધારા ને વરેલા વફાદાર સૈનિક છે.

સ્થાનિક પરિસ્થિતિ નો જાણકાર હોય છે મતદારયાદીમાં ડુપ્લીકેટ મતદારો-ખોટા નામોની તારવણી અતિ મહત્વનું કામ છે પક્ષની વિચારધારા અને પક્ષના ઉમેદવાર બાબતનું જરૂરી સાહિત્ય અને માહિતી સમયસર મળે અને પક્ષના કાર્યક્રમો-બેઠકોમાં મતદારોની સહયોગીતા થાય અને પક્ષ તરફી માહોલ બનાવવા માટે અગત્યનું ચાલકબળ એટલે બુથ યોદ્ધા છે કોંગ્રેસ પક્ષમાં માનનારા મતદારો ને મતદાન કરે તેની જવાબદારી બુથ યોદ્ધા ની હોય છે તેમજ પરિણામલક્ષી ચુંટણી લડવા માટે બુથ યોદ્ધા એ આજની તાતી જરૂરિયાત છે. મજબુત, જુસ્સા અને મક્કમ મનોબળ ધરાવતા સંયોજક શક્તિ અને કુનેહનો ઉપયોગ કરી દરેક બુથ દીઠ બેની પસંદગી કરવામાં આવી છે ત્યારે સૌરાષ્ટ્ર ના પ્રભારી રામકિશન ઓઝાજીની આગેવાનીમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના 1 થી 18 વોર્ડના બુથ સ્તર ના કાર્યકરો, સેક્ટર સંયોજકો અને જનમિત્રો સાથે રાહુલ ગાંધીજી સોમવારે સવારે 11 કલાકે રીવરફ્રન્ટ અમદાવાદ ખાતે યોજાનાર બુથ સ્તરના કાર્યકર સંમેલન મારૂ બુથમારૂ ગૌરવ અને બુથદીઠના કાર્યકર્તાઓને પરિવર્તન સંકલ્પ સંમેલનમાં સંબોધિત કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.