વાંકાનેર યાર્ડમાં કોંગ્રેસ પ્રેરીત પીરઝાદા પેનલનો દબદબો- કાનૂની લડત માયે કોંગ્રેસનો હાથ ઉપર
વાંકાનેર માર્કેટિંગ યાર્ડની પ્રમુખ તથા ઉપપ્રમુખની ચુંટણી માટે બપોરે બાર વાગ્યાથી મતદાન તથા મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં આ વખતે યાર્ડની ચુંટણીમાં ભારે રસાકસી જોવા મળી હતી, જેમાં અત્યાર સુધીમાં શાસક પીરઝાદા પેનલ અને સામે ભાજપ પેનલ દ્વારા જીત માટે પોતાની તમામ તાકાત લગાવી દેવામાં આવી હતી, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદો પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે.
વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં યોજાયેલા મતદાન તથા મતગણતરી પ્રક્રિયા બાદ પ્રમુખ તરીકે કોંગ્રેસના ઉમેદવાર ગુલામભાઈ અમીભાઈ પરાસરા (સિંધાવદર) આ ચુંટણીમાં કુલ 18 મતોમાંથી કોંગ્રેસના ઉમેદવારોને 11 મત તથા ભાજપના ઉમેદવારને 7 મતો મળ્યા હતા.
ઉપપ્રમુખ તરીકે નાથાભાઈ મનજીભાઈ ગોરીયાનો વિજય થયો છે, જેમને 10 મતો મળ્યા હતા, જેની સામે ભાજપના ઉમેદવારને 08 મતો મળતા નાથાભાઇ વિજેતા જાહેર કરાયા હતા.