કોંગ્રેસની ફોર્મ્યુલા અમે સ્વીકારી: હાર્દિક પટેલ
હાર્દિકે પ્રેસકોન્ફરસ સંબોધતા કહ્યું….
– 1994થી 2017 સુધીના ઘણા બધા કેસો ચાલી
– ભાજપના મોવડી મંડળ સાથે અમે ચર્ચા કરતા હતા
– કોંગ્રેસ પાર્ટીએ અમારા અધિકાર માટે સરકારે બનશે તો પેસિફીક સર્વેની તૈયારી દર્શાવી
– કોંગ્રેસના સમર્થક કે એજન્ટ નથી
– અમે ક્યારેય કોઈની પાસે ટિકિટ નથી માંગી
– PAAS ટિકિટોના સોદા નથી કરતી
– કોંગ્રેસ બંધારણીય રીતે અનામતની ખાતરી આપી
– ખોડલધામ અને ઉમિયાધામનું ફોર્મ્યુલાને સમર્થન
– બિન અનામત પંચને 2000 કરોડની ફાળવણી કરવાની કોંગ્રેસની તૈયારી
– કોંગ્રેસ સત્તામાં આવશે તો અનામત અંગે ખરડો લાવશે
– કોંગ્રેસ બંધારણીય રીતે અનામત આપવાની ફોર્મ્યુલા આપી
– પાટીદાર સહિત બિન અનામત વર્ગને OBCને સમકક્ષ લાભ આપવાની કોંગ્રેસે ફોર્મ્યુલા આપી
– PAAS સમાજ માટે લડે છે વ્યક્તિગત સ્વાર્થ માટે નહીં
– યુવાનોને રાજકારણમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે અમારો ઉદ્દેશ
– અમે ક્યારેય કોઇની પાસે ટિકિટ નથી માગી
– હાલની 49 ટકા અનામતમાં ફેરફાર વગર અમલ કરાશે
– તમારી વાત સાંભળે તેને વોટ આપજો, તમારી વાત સાંભળે તેને વોટ આપો
– મારે કોઈ રાજકીય પાર્ટીમાં જોડાવવાનું નથી
– સામાન્ય કલમોના કેસો પાછા ખેંચાયા છે
– વેચાતો માલ નથી સમાજ અધિકારની વાત કરે છે, હું ઝુકવાનો નથી
– સ્વમાન સાથે સોદો કરું એવા મારા સંસ્કાર નથી
– અમારા કન્વીનરોને ખરીદવાનો પ્રયાસ થયો
– હારવાના ડરે ભાજપ પૈસા વેરી રહી છે
– ગુજરાતના વોટ ચવાણા ભજીયામાં ન રહી જાય તે ધ્યાન રાખજો
– રિવરફ્રન્ટ બતાવી ગુજરાત મોડલ બતાવવામાં આવે છે
– અમારા કાર્યક્રમોને પોલીસ દ્વારા રોકી દેવામાં આવે છે, ધમકીઓ આપવામાં આવે છે
– પાક્કો ગુજરાતી છું એ સાબિત કરવાનું છે, ગુજરાતી ક્યારેય મુર્ખ ન હોય