લોકોના સલાહ-સુચનો લીધા બાદ ઉમેદવાર ફાઈનલ કરાશે
નેશનલ ન્યુઝ
લોકસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા લોકોના સલાહ-સુચનો લઈ ઉમેદવારો પસંદ કરવામાં આવશે સંભવિતોને નામોની પેનલ બનાવી દિલ્હી મોકલવામા આવશે.જેના આધારેહાઈકમાન્ડ ઉમેદવાર નકકી કરશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલના અધ્યક્ષ સ્થાને પ્રદેશ કોંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી મુકુલ વાસનીક, એ.આઈ.સી.સી. દ્વારા ગુજરાત લોકસભા ચૂંટણી માટેની સ્ક્રીનીંગ કમીટીના અધ્યક્ષ શ્રીમતિ રજની પાટીલ, સભ્ય સર્વ ક્રિષ્ના અલ્લાવરૂ, પ્રગટસીંઘ વિશેષ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું.
ચૂંટણી રણનીતિ અને ઉમેદવાર પસંદગી માટે સ્ક્રીનીંગ કમીટીની બેઠકમાં તમામ ચૂંટણી સમિતિના વરિષ્ઠ સભ્યો સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો. ગુજરાત કોંગ્રેસની પ્રદેશ ચૂંટણી સમિતિ અંગે વાતચીત કરતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકજીએ જણાવ્યું હતું કે, લોકસભાને લઈ ચૂંટણી સમિતિના સભ્યો સાથે ગહન ચર્ચા કરવામાં આવી છે. 26 લોકસભા બેઠક અંગે જુદા જુદા માપદંડો આધારે ઉમેદવાર અંગે મંથન કરવામાં આવ્યું. આ ચર્ચા બાદ પેનલ તૈયાર કરી દિલ્હી નામ મોકલવામાં આવશે. ઉમેદવાર પસંદગીમાં તમામ લોકોના સલાહ-સૂચનો લેવામાં આવી રહ્યાં છે.
ભાજપ જે કરે છે તે રાજનીતિ અને લોકતંત્ર માટે નુકશાનકારક છે. ભાજપની ખરીદ પરોકની રાજનીતિથી લોકતંત્રને ભારે નુકશાન થઈ રહ્યું છે. ભાજપનું દબાવ તંત્ર કામ કરી રહ્યું છે. કોંગ્રેસ વિચારધારની સમર્પિત છે. તેના આધારે અમે લડાઈ લડતા રહીશું. નારાજ નેતાઓ સાથે વાતચીત કરીશું અને રસ્તો કાઢીશું. ભાજપના 26 માંથી 26 બેઠક જીતવાના દાવો એ ભાજપની અહંકારભરી રાજનીતિ છે. કેન્દ્રમાં શાસન કરતી ભાજપ 10 વર્ષમાં શું કર્યું એનો પ્રજાને હિસાબ આપવો જોઈએ. ભાજપે દાવા સાથે જણાવવું જોઈએ કે ગુજરાતના મતદાતાઓને મત આપ્યા, જનતા સાથે કરેલ વિશ્વાસઘાત અંગે જવાબ આપે.
ગુજરાત કોંગ્રેસ સ્ક્રીનીંગ કમીટીના અધ્યક્ષા શ્રીમતિ રજનીતાઈએ જણાવ્યું હતું કે, લોકસભા માટે ઉમેદવાર પસંદગી અંગે તમામ વરિષ્ઠ સભ્યો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. નવતર પ્રયોગ જે ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે તે સ્થાનિક આગેવાનોના અભિપ્રાયને પણ ધ્યાનમાં લેવાશે. ઉમેદવારની પસંદગી પ્રક્રિયા જલ્દી પૂર્ણ કરવામાં આવશે. ગુજરાતમાં વધારેમાં વધારે તાકાતથી ચૂંટણી લડીશું. લોકસભાની ચૂંટણીમાં સારા પરિણામ મેળવવા માટે તાકાતથી લડીશું.